SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૫, વામ: શિર : ७४७ શરીરપર્યાપથી પર્યાપ્ત જીવો “લોમાહારી' કહેવાય છે. (સ્પર્શનેન્દ્રિય દ્વારા ગરમી આદિથી તપેલો જીવ છાયાથી, ઠંડા પવનથી કે પાણીથી ખુશ થાય છે ગર્ભસ્થ પણ પર્યાપ્તિ પછી લોમાહારી જ હોય છે.) (૩) પ્રક્ષેપાહાર-મુખમાં ભોજન વગેરેના કોળિયા મૂકવારૂપ આહાર પ્રક્ષેપ આહાર (કવલાહાર) જાણવો. વળી તે કવલાહાર વેદનીયના ઉદયથી ચાર સ્થાનો(અશન આદિ ચાર પ્રકારો)થી આહારનો સદ્ભાવ હોઈ થાય છે. ૦ પર્યાપ્ત જીવો જ્યારે મુખમાં ભોજનના કોળિયા નાંખે છે, ત્યારે જ કવલાહારી થાય છે, બીજા સમયે નહીં. લોમાહારપણું તો વાયુ આદિના સ્પર્શથી સર્વદા જ હોય છે. તે લોકાહાર અર્વાફ દૃષ્ટિવાળાઓથી દેખાતો નથી, પ્રાયઃ પ્રત્યેક સમયમાં વર્તનારો છે. ૦ કવલાહાર તો દેખાતો છે અને તે પ્રાયઃ નિયત કાળવાળો છે. જેમ કે-દેવકર અને ઉત્તરકુરના જુગલિયાઓ ચોથા દિવસે આહાર કરનારાઓ છે અને સંખ્યાના આયુષ્યવાળાઓનો પ્રક્ષેપાહાર અનિયત કાળવાળો છે. ૦ એકેન્દ્રિય જીવોને અને દેવનારકોને પ્રક્ષેપ આહાર નથી, કેમ કે-પર્યાપ્તિઓથી પૂર્ણ થયા બાદ સ્પર્શનેન્દ્રિય-કાયાથી જ આહાર હોવાથી લોમાહાર છે. ત્યાં સર્વ દેવોને મનોભક્ષણરૂપ આહાર હોય છે. તેઓ તથાવિધ શક્તિવશે મન વડે પોતાના શરીરને પુષ્ટ કરે એવા શુભ પુદ્ગલોને ગ્રહણ કરી, સર્વ કાય વડે શુભ પરિણમતા હોઈ તેઓને તૃપ્તિપૂર્વક પરમ સંતોષ થાય છે. દ્વિન્દ્રિય આદિ જીવોને અને તિર્યંચ તથા મનુષ્યોને પ્રક્ષેપાહાર હોય છે, કેમ કે-તે પ્રક્ષેપાહાર સિવાય કાયા ટકી શકતી નથી. (સૂત્રકૃતાંગની નિયુક્તિની ૧૭૩મી ગાથાની વ્યાખ્યા કરતાં શ્રી શીલાંગસૂરિએ મતાન્તર દર્શાવતાં કહ્યું છે કે-) કેટલાકો તો જે જીભ દ્વારા સ્કૂલ શરીરમાં નંખાય, તે આહાર “પ્રક્ષેપાહાર,’ જે નાક-આંખ-કાન વડે ઉપલબ્ધ થાય અને જે ધાતુરૂપ પરિણમે છે, તે “ઓજસ આહાર' અને જે કેવળ કાયા દ્વારા ઉપલબ્ધ છે અને જે ધાતુરૂપે પરિણમે છે, તે “લોમાહાર'-એમ કહે છે. તેથી ત્રણ પ્રકારોમાંથી કોઈ એક પ્રકારના આહાર કરવાના સ્વભાવવાળા “આહારકો' છે, જયારે ત્રણ પ્રકારના આહારકોથી ભિન્ન “અનાહારકો કહેવાય છે. ૦ પુનર્જન્મ માટે પ્રયાણ કરનારને અંતરાલગતિ સમયમાં-વિગ્રહગતિના વિષયમાં વક્રગતિને પામેલા જીવો, બે વક્રમાં ત્રણ સમયવાળી વિગ્રહગતિની ઉત્પત્તિ હોય છતે, એક સમયમાં-ત્રણ વક્રમાં-મધ્યવર્તી બે સમયોમાં, પાંચ સમયેવાળી વિગ્રહવાળી ગતિની ઉત્પત્તિવાળા ચાર વક્રમાં, મધ્યવર્તી ત્રણ સમયોમાં છદ્મસ્થો અનાહારી હોય છે. ૦ કેવલીની સમુદ્ધાત અવસ્થામાં ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં કેવલીઓ અનાહારક હોય છે. ૦ પાંચ હ્રસ્વ સ્વર અક્ષર બોલવાના કાળવાળી શૈલેશી અવસ્થામાં અયોગીકેવલીઓ અનાહારક હોય છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy