SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ ७४२ तत्त्वन्यायविभाकरे सम्यक्त्वपुञ्जमप्युदीर्यानुभवेन निर्जरयतो निष्ठितोदीरणीयस्य चरमग्रासेऽवतिष्ठमानेऽद्यापि सम्यक्त्वपुद्गलानां कियतामपि वेद्यमानत्वाद्वेदकं सम्यक्त्वमुपजायते । नन्वेवं सति क्षायोपशमिकेनास्य को विशेषः, सम्यक्त्वपुञ्जपुद्गलानुभवस्योभयत्रापि समानत्वात्, सत्यं किन्त्वेतदशेषोदितपुद्गलानुभूतिमतः प्रोक्तं, इतरत्तूदितानुदितपुद्गलस्यैतन्मात्रकृतो विशेषः, परमार्थतस्तु क्षायोपशमिकमेवेदम्, चरमग्रासशेषाणां पुद्गलानां क्षयाच्चरमाग्रासवर्तिनान्तु मिथ्यास्वभावापगमलक्षणस्योपशमस्य सद्भावादिति । पुञ्जत्रये च तस्मिन् अशुद्धस्य पुञ्जस्योदयान्मिथ्यात्वं जीवस्य भवत्यकृतपुञ्जत्रयस्य वा, तस्य च सम्यक्त्वप्रतिपक्षीतयात्र ग्रहणं मार्गणोपયોત્વિવિતિ | સમ્યકત્વ માર્ગણાભેદનું વર્ણનભાવાર્થ - ઔપશમિક, લાયોપથમિક, ક્ષાયિક, સાસ્વાદન, વેદક અને મિથ્યાત્વરૂપે છ (૬) સમ્યકત્વમાર્ગણાઓ છે. વિવેચન - ઉપાધિરૂપ ભેદની વિવેક્ષા વગર એક પ્રકારનું સમ્યકત્વ છે; અને સમ્યકત્વ, અજ્ઞાન, સંશય અને વિપર્યયના નિરાશપૂર્વક “આ જ તત્ત્વ છે'-એવા નિશ્ચયપૂર્વક શ્રી જિનેશ્વરકથિત જીવાદિ પદાર્થવિષયક અભિરૂચિરૂપ કહેવાય છે. ૦ ઉપાધિભેદથી તો બે પ્રકારનું, ત્રણ પ્રકારનું, પાંચ પ્રકારનું અને દશ પ્રકારનું સમ્યકત્વ થાય છે. ત્યાં દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારનું સમ્યક્ત્વ છે. વિશેષથી વિશુદ્ધ કરેલ મિથ્યાત્વના મુદ્દગલો જ દ્રવ્યથી સમ્યકત્વ, ભાવથી તો દ્રવ્યસમ્યકત્વની મદદથી થયેલો જીવનો શ્રી જિનકથિત તત્ત્વરૂચિરૂપ પરિણામ સમ્યકત્વ કહેવાય છે. અથવા નિશ્ચયથી અને વ્યવહારથી સમ્યકત્વ બે પ્રકારનું છે. દેશ-કાળ-સંઘયણને યોગ્ય, યથાશક્તિ યથાર્થ સંયમના અનુષ્ઠાનરૂપ સમ્યકત્વ નિશ્ચયથી સમક્તિ, સમ્યકત્વના હેતુ સહિત, ઉપશમાદિ લક્ષણોથી ગમ્ય, શુભ આત્મપરિણામ વ્યવહારિક સમ્યકત્વ છે.] અથવા પૌદ્ગલિક અને અપૌદ્ગલિકના ભેદથી સમકિત બે પ્રકારનું છે [ક્ષાયોપથમિક સમક્તિ પૌદ્ગલિક સમકિત છે, જ્યારે સાયિક અને ઔપશમિક સમકિત અપૌદ્ગલિક છે.] અથવા નૈસર્ગિક અને અધિગમિક ભેદથી બે પ્રકારનું સમકિત છે. ૦ કારક-રોચક-દીપકના ભેદથી અથવા ક્ષાયિક-ઔપથમિક-ક્ષાયોપથમિકના ભેદથી ત્રણ પ્રકારનું સમકિત છે. ૦ ઔપથમિક-સાયિક-લાયોપથમિક-સાસ્વાદનના ભેદથી ચાર પ્રકારનું સમકિત છે. ૦ પશમિક-સાયિક-લાયોપથમિક-સાસ્વાદન-વેદકના ભેદથી પાંચ પ્રકારનું સમકિત છે. આ જ પાંચ પ્રકારનું સમકિત નિસર્ગ અને અધિગમના ભેદથી દશ પ્રકારનું છે. બે પ્રકારનું સમકિત પૂર્વે દર્શાવેલ છે. હવે ત્રણ પ્રકારનું સમક્તિ કહેવાય છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy