SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ ७३९ સૂત્ર - ૨૨, શમ: નિ: ભવ્યમાર્ગણાના ભેદનું વર્ણન ભાવાર્થ - ભવ્ય-અભવ્યના ભેદથી બે પ્રકારની ભવ્યમાર્ગણા છે. ત્યાં ભવ્ય એટલે સિદ્ધિગમનયોગ્ય અને તેનાથી વિપરીત સિદ્ધિગમનને અયોગ્ય ‘અભવ્ય’ છે. વિવેચન – પ્રતિપક્ષરૂપે-વિપરીતરૂપે આ ભવ્યમાર્ગણામાં અભવ્યનું પણ ગ્રહણ સમજવું. ૦ અનાદિ પારિણામિક (પરિણામ) રૂપ ભવ્યત્વ અને અભ્યત્વના યોગથી ક્રમસર જીવ ભવ્ય અને અભવ્ય હોય છે. શંકા - જીવમાં ભવ્યત્વ કે અભવ્યત્વ પરિણામ કેવી રીતે જાણી શકાય ? સમાધાન – હું ભવ્ય છું કે નહિ ?-આવો સંશય જ ભવ્યપણાને સાબિત કરી આપનાર છે, કેમ કે-તે સંશય અભવ્યને કોઈ કાળમાં પણ થતો નથી. તથાચ (આત્મા) ભવ્ય છે, કેમ કે-સિદ્ધિગમન યોગ્યતા પ્રકારવાળા સંશયની વ્યાપ્તિ (અન્યથાનુપપત્તિ) છે. જ્યાં જ્યાં સિદ્ધિગમન યોગ્યતા પ્રકા૨ક સંશય છે, ત્યાં ત્યાં ભવ્યત્વ છે જે જે સિદ્ધિગમન યોગ્યતા પ્રકા૨ક સંશયવાળો છે, તે તે ભવ્ય છે. આવું અનુમાન જ ભવ્યત્વસિદ્ધિમાં પ્રમાણ છે. ૦ મોક્ષની પ્રવૃત્તિની યોગ્યતાના અવચ્છેદક-નિયંમકપણાએ ભવ્યત્વની સિદ્ધિ થાય છે. અર્થાત્ ભવ્યતાવાળો જીવ જ મોક્ષના આશયથી ગર્ભિત મોક્ષના ઉપાયગત પ્રવૃત્તિથી યોગ્યતાવાળો હોય. ત્યાં ભવ્યતાનો ગમન-અનુમાપક ‘હું ભવ્ય છું કે નહીં ?’-એવો સંશય છે. કોઈ ભવ્ય જીવ મોક્ષે જાય કે ન પણ જાય-મોક્ષપ્રવૃત્તિ કરે કે ન પણ કરે, તો પણ મોક્ષગમનની યોગ્યતા-મોક્ષપ્રવૃત્તિની યોગ્યતા ભવ્યમાં જ છે, અભવ્યમાં નહીં. જેમ કે-માટીમાં ઘટ બનવાની યોગ્યતા છે. કોઈ માટીનો ઘડો બને કે ન બને પણ યોગ્યતા તો છે જ. શંકા - મોક્ષપ્રવૃત્તિ યોગ્યતાનું અવચ્છેદકપણું-નિયામકપણું શમ આદિમાં જ છે, તો ભવ્યતામાં કેવી રીતે ? સમાધાન - મોક્ષપ્રવૃત્તિની યોગ્યતા(ભવ્યતા)ના ઉત્તરકાળમાં શમ આદિ થનાર છે. ૦ શમ આદિનું કાર્યપણું હોઈ, તે શમ આદિ નિઠકાર્યતા પ્રત્યે ભવ્યતામાં કારણતા-વચ્છેદકતાના પ્રસંગમાં મોક્ષપ્રવૃત્તિ યોગ્યતાનું અવચ્છેદક-નિયામકપણું જ યુક્તિયુક્ત છે. તથાચ ભવ્યત્વપરિણામ અને અભવ્યત્વપરિણામ, પરોક્ષ જ્ઞાની (મતિ-શ્રુતવાળા પરોક્ષ જ્ઞાની) અમારા જેવાઓને સંશયની વ્યાપ્તિ દ્વારા અનુમાનથી ગમ્ય છે, જ્યારે પ્રત્યક્ષ જ્ઞાની (અવધિ-મનઃપર્યાયરૂપ વિકલ પ્રત્યક્ષ અને કેવલજ્ઞાનરૂપ સકળ પ્રત્યક્ષ જ્ઞાની)ઓને પ્રત્યક્ષરૂપ તે પ્રકારે અનાદિસિદ્ધ છે. શંકા - ભવ્યત્વપરિણામ અને અભવ્યત્વપરિણામ, નારકત્વ આદિ પર્યાયની માફક કર્મકૃત નથી પરંતુ ચેતનત્વ આદિની માફક સ્વાભાવિક છે, એમ કહેવાય છે. જો આમ છે, તો ભવ્યત્વ અવિનાશી-નિત્ય થશે, કેમ કે-જીવત્વપરિણામની માફક સ્વાભાવિક છે. આ તો ઇષ્ટ નથી, કેમ કે-જો ભવ્યત્વ અવિનાશી માનવામાં
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy