SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ७१० तत्त्वन्यायविभाकरे વિવેચન - નરકગતિ-તિર્યંચગતિ-મનુષ્યગતિ-દેવગતિના ભેદથી, એવો અર્થ છે. ઉત્કૃષ્ટ પાપી નરોને (તિર્યંચોને) બોલાવે છે, એવો નરક શબ્દનો વ્યુત્પત્તિ અર્થ છે. પાપકર્મોના યાતનાસ્થાનો, ત્યાં ગતિ એટલે તેને યોગ્ય વિશિષ્ટ પર્યાય નારકત્વરૂપ છે. નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ભેદથી નરકપદના નિક્ષેપાઓ છ પ્રકારના છે. ત્યાં નામ અને સ્થાપના પ્રસિદ્ધ છે. આગમથી અને નોઆગમથી દ્રવ્યનરક બે પ્રકારે છે. આગમની અપેક્ષાએ ઉપયોગ વગરના નરકપદનો જ્ઞાતા, નોઆગમની અપેક્ષાએ જ્ઞ(જાણકાર)નું શરીર અને ભવ્ય (ભવિષ્યમાં જાણકાર)નું શરીર, તેનાથી ભિન્ન, આ જ ભવમાં, તિર્યંચ ભવમાં કેટલાક પાપકારી હોઈ પાપી પ્રાણીઓ. જેમ કે-કાલશૌકરિક આદિ પ્રાણીઓ, અથવા જે કોઈ અશુભ સ્થાનો જેલ વગેરે છે અને નરક સમાન જે વેદનાઓ છે, તે સઘળી પણ દ્રવ્યનરક રૂપે કહેવાય છે. અથવા ૦ કર્મદ્રવ્ય અને નોકર્મદ્રવ્યના ભેદથી દ્રવ્યનરક બે પ્રકારે છે. ત્યાં નરકમાં ભોગવવાનાં જે બાંધેલાં કર્મો તે કર્મો, નામ અને ગોત્ર જેના સન્મુખ થયેલ છે, એવા એક ભવના બાંધેલા આયુષ્યની અપેક્ષાએ-આશ્રયે દ્રવ્યનરકરૂપ થાય છે. ૦ નોકર્મ દ્રવ્યનરકો તો અહીં જ જે અશુભ રૂપ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શે છે, તે બધા “નોકર્પદ્રવ્ય નરક કહેવાય છે. ક્ષેત્રનરક-નરકાવાસરૂપ કાળ-મહા કાળ-રૌરવ-મહારૌરવ-અપ્રતિષ્ઠાન નામ આદિ રૂ૫ ચોરાશી (૮૪). લાખ સંખ્યાવાળા નરકાવાસોનો વિશિષ્ટ પૃથ્વીભાગ, તે ક્ષેત્રનરક. ૦ કાળનરક તો જ્યાં જેટલી સ્થિતિ, તે “કાળનરક.” ૦ ભાવનરક-જે જીવો નરકના આયુષ્યને ભોગવે છે, તે જીવો ભાવનરકો કહેવાય છે, તેમજ નરકપ્રાયોગ્ય કર્મનો ઉદય આ બંને પણ ભાવનરકરૂપે કહેવાય છે. તિર્યંચગતિ-જે તીર્થો ચાલે તે તિર્યચ, એ વ્યુત્પત્તિજન્ય અર્થ છે. પરંતુ પ્રવૃત્તિમાં નિમિત્ત તો તિર્યંચગતિ નામકર્મ છે. તિર્યંચગતિ નામકર્મના ઉદયથી જન્ય તિર્યકત્વરૂપ પર્યાયવિશેષ, એ તિર્યંચગતિ છે. મનુષ્યગતિ-મનુષ્યગતિ નામકર્મના ઉદયથી જનિત મનુષ્યત્વરૂપ પર્યાયવિશેષ, એ મનુષ્યગતિ છે. દેવગતિ-દેવગતિ નામકર્મના ઉદયથી જન્ય દેવત્વરૂપ પર્યાયવિશેષ, એ દેવગતિ છે. આ પ્રમાણે ગતિમાર્ગણાના ચાર ભેદો છે, એવો ભાવ છે. इन्द्रियमार्गणोत्तरभेदानाह - एकद्वित्रिचतुःपञ्चेन्द्रियभेदेन पञ्चेन्द्रियमार्गणाः ७।। एकेति । तत्रेन्द्रियाणि स्पर्शनरसनघ्राणचक्षुश्श्रोत्राणि, द्रव्यभावभेदेन तानि द्विविधानि, निवृत्त्युपकरणभेदेन द्रव्येन्द्रियमपि द्विविधम्, भावेन्द्रियमपि लब्ध्युपयोगभेदेन द्विविधम्, निर्वृत्तिर्नाम प्रतिविशिष्टस्संस्थानविशेषः, सापि बाह्याभ्यन्तरभेदेन द्विधा, बाह्या पर्पटिकादिरूपा
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy