SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૧, શમ: નિ: ६९९ તથા ‘ચૈતન્ય માત્ર સ્વસ્વરૂપમાં અવસ્થાન, એ આત્માનો મોક્ષ છે.' આવો કપિલનો સિદ્ધાંત પ્રમાણથી બાધિત છે, કેમ કે-ચૈતન્યવિશેષરૂપ અનંતજ્ઞાન આદિરૂપ સ્વરૂપમાં-પૂર્ણ સ્વરૂપમાં અવસ્થાન, એ જ મોક્ષરૂપે સિદ્ધ છે. વળી અનંતજ્ઞાન આદિ આત્માનું પૂર્ણ સ્વરૂપ નથી, એમ નહિ બોલવું, કેમ કે–સર્વજ્ઞત્વ આદિ સાથે વિરોધ આવે છે. શંકા - પ્રધાન પ્રકૃતિનું સર્વજ્ઞત્વ આદિ સ્વરૂપ છે, આત્માનું સર્વજ્ઞત્વ આદિ સ્વરૂપ નથી, તો પછી શેનો વિરોધ ? સમાધાન - પ્રધાન પ્રકૃતિ તો અચેતન છે. જેમ કે - આકાશ આદિ માટે અચેતન પ્રકૃતિનું સર્વજ્ઞત્વ આદિ સ્વરૂપ, વિરુદ્ધ છે. શંકા - જ્ઞાન આદિ અચેતન છે, તો તેને અચેતન પ્રકૃતિના સ્વભાવરૂપ માનીએ તો શો વાંધો ? સમાધાન – પહેલાં જ્ઞાન આદિમાં અચેતનપણાની સિદ્ધિ કરો અને પછી બધી વાત કરો તો બહુ સારું. વાદી - તો લો આ અચેતનપણાનું સિદ્ધિનું અનુમાન જ્ઞાન વગેરે અચેતન છે, કેમ કે-ઉત્પત્તિમાન છે. જે જે ઉત્પત્તિમાન છે, તે તે અચેતન છે. જેમ કે-ઘટ આદિ. પ્રતિવાદી - બુદ્ધિમાં રહેલ પ્રતિબિંબ (સુખ-દુઃખ પદાર્થ આદિનું પ્રતિબિંબ)ના હેતુભૂત એ જ બુદ્ધિમાં બિંબ-પ્રતિબિંબભૂત ચૈતન્યરૂપ અનુભવની સાથે ઉત્પત્તિમત્વરૂપ હેતુનો વ્યભિચાર છે. અર્થાત્ અચેતનત્વના અભાવવાળા પ્રતિબિંબભૂત ચેતનશક્તિમાં ઉત્પત્તિરૂપ હેતુ છે. માટે તમારું અનુમાન બરોબર નથી. શંકા - બુદ્ધિમાં પ્રતિબિંબિત ચૈતન્યરૂપ અનુભવ કેવી રીતે ઉત્પત્તિમાન છે ? સમાધાન - બુદ્ધિ જ્ઞાન આદિની માફક પરની અપેક્ષા રાખે છે. (અનુભવ) આ ખરેખર, પરની અપેક્ષાવાળો છે, કેમ કે-બુદ્ધિના અધ્યવસાય પ્રતિબિંબની અપેક્ષા રાખે છે. ‘બુદ્ધિમાં પ્રતિબિંબિત પદાર્થને પુરુષ (ચેતન) જાણે છે.’-એવું સાંખ્યોનું વચન છે. જો દર્પણ આકારવાળી બુદ્ધિમાં પ્રતિબિંબિત અર્થની અપેક્ષા વગરનો અનુભવ માનવામાં આવે, તો તે અનુભવ સર્વ કાળમાં, સર્વ દેશમાં અને સઘળા પુરુષમાં અનુભવનો પ્રસંગ આવી જાય ! સર્વદા સર્વદર્શીપણાની આપત્તિ થાય ! સર્વદર્શીપણાના ઉપાયના અનુષ્ઠાનની નિરર્થકતા થાય ! જો વળી ‘અનુભવ માત્ર આત્માનો નિત્ય છે-અનુપપત્તિવાળો છે’-એવો સિદ્ધાન્ત છે, તો સર્વ જ્ઞાનાદિ પણ નિત્ય હોઈ અનુત્પત્તિવાળું થાય ! તો ઉપરોક્ત અનુમાનમાં આપેલો આપનો હેતુ (ઉત્પત્તિ) જ્ઞાનાદિ (પક્ષ)માં અવિદ્યમાન હોઈ અસિદ્ધ થાય છે. વાદી - જ્ઞાન આદિ વિશેષો (કેટલાક જ્ઞાનાદિ) ઉત્પત્તિમાન છે, સઘળા નહિ, તો પછી અસિદ્ધ કેવી રીતે ? પ્રતિવાદી – તો અનુભવ વિશેષોમાં ઉત્પત્તિ હોઈ વ્યભિચારની આપત્તિ છે-અચેતનત્વના અભાવવાળા અનુભવ વિશેષોમાં ઉત્પત્તિ છે, માટે વ્યભિચરિત હેતુ છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy