SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ६६४ तत्त्वन्यायविभाकरे ૦ કર્મોની ઉપશમના, કૃતકરણા અને અકૃતકરણાના ભેદથી બે પ્રકારની છે. (૧) યથાપ્રવૃત્તિ-અપૂર્વઅનિવૃત્તિકરણથી સાધ્ય-ક્રિયાવિશેષથી કરાયેલ ઉપશમના, એ “કૃતકરણા છે. ૦ (૨) યથાપ્રવૃત્તિ આદિ કરણસાધ્ય ક્રિયાવિશેષ સિવાય સ્વાભાવિક પણ વેદના અનુભવને આદિ કરણોથી જે ઉપશમના, તે “અકૃતકરણા” એમ સમજવું. આ બે પ્રકારો દેશ ઉપશમનાના જ જાણવા, સર્વોપશમનાના નથી, કેમ કે-તે સર્વોપશમના કરણોથી જ થાય છે. ૦ અકરણ-અનુદીર્ણરૂપ ભેદવાળી અકરણકૃત ઉપશમનાનો હમણાં અનુયોગ (અર્થવ્યાખ્યા) વ્યવચ્છિન્ન હોવાથી, કૃતકરણ ઉપશમના, દેશ અને સર્વરૂપ વિષયના ભેદથી બે પ્રકારની છે. ૦ સર્વવિષયોપશમના-ગુણ ઉપશમના અને પ્રશસ્તોપશમના, આવા બે નામવાળી સર્વવિષયોપશમના” છે. ૦ દેશવિષયોપશમના-અગુણોપશમના અને અપ્રશસ્તોપશમના, આવા બે નામવાળી ‘દેશવિષયોપશમના' છે. ૦ ત્યાં સર્વોપશમના મોહનીયકર્મની જ છે, બાકીના કર્મોની તો દેશોપશમના છે. ૦ પંચેન્દ્રિય, સંજ્ઞી અને સર્વપર્યાપ્ત, ઉપશમલબ્ધિ-ઉપદેશશ્રવણલબ્ધિ ત્રણ કરણરૂપ હેતુવાળો કે ઉત્કૃષ્ટ યોગરૂપ ત્રણ લબ્ધિથી યુક્ત, કરણકાળથી પહેલાં પણ અંતર્મુહૂર્ત સુધી, સમયે અનંતગુણી વૃદ્ધિ એવી વિશુદ્ધિથી શુદ્ધ થતી ચિત્તની પરંપરાવાળો, અભવ્યસિદ્ધિક વિશોધિનું અતિક્રમણ કરી, વર્તતો, મતિજ્ઞાનશ્રુતઅજ્ઞાન-વિર્ભાગજ્ઞાનોમાંના કોઈ એક જ્ઞાનરૂપ સાકાર ઉપયોગમાં વર્તતો, અથવા મન-વચનકાયયોગમાંથી કોઈ એક યોગમાં વર્તતો, વિશુદ્ધ લેગ્યામાંથી કોઈ એક વિશુદ્ધ વેશ્યાથી યુક્ત, આયુષ્યને વર્જી, સાતેય કર્મોની સાંતઃ સાગરોપમ કોડાકોડી પ્રમાણવાળી સ્થિતિને કરનારો, ચાર ઠાણીઆ રસવાળા અશુભ કર્મના રસને બે ઠાણીઓ રસ બનાવનારો અને બે ઠાણીઆ રસવાળા શુભ કર્મના રસને ચાર ઠાણીઓ બનાવનાર, પરાવર્તમાનના મધ્યમાં રહેલ સ્વસ્વભવપ્રાયોગ્ય, જ્ઞાનાવરણીય આદિ સુડતાલીશ (૪૭) ધ્રુવ પ્રકૃતિઓને અતિ વિશુદ્ધ પરિણામ દ્વારા આયુષ્ય વર્જી શુભ તરીકે જ બાંધતો, બંધાતી પ્રકૃતિઓની સ્થિતિને સાંતઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણરૂપે બાંધતો, જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ યોગના વશથી પ્રદેશોને જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટરૂપે બંધાતો, વળી સ્થિતિબંધ પૂર્ણ થયા બાદ પૂર્વસ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમના સંખ્યાતભાગ ન્યૂન બીજા સ્થિતિબંધને કરતો, તેવી જ રીતે બીજા બીજા સ્થિતિબંધને કરતો, બંધાતી અશુભ પ્રવૃતિઓના બે ઠાણીઆ રસને સમયે સમયે અનંતગુણ હીનરૂપે બાંધતો, શુભોના ચાર ઠાણીઆ રસને સમયે સમયે અનંતગુણ વૃદ્ધિરૂપે કરતો, આ જ પ્રમાણે અંતર્મુહૂર્તની પરિસમાપ્તિ સુધી વ્યાપારવાળો, દરેક અંતર્મુહૂર્તવાળા અને સમુદાયથી પણ અંતર્મુહૂર્તવાળા પરિણામવિશેષરૂપ ત્રણ યથાપ્રવૃત્તિ-અપૂર્વ-અનિવૃત્તિકરણે કરીને, અંતર્મુહૂર્ત કાળવાળી ઉપશમ અદ્ધા(સમય)ને પામે છે. ત્રણ કરણોના નિરૂપણો બીજેથી જાણવા. ૦ અનિવૃત્તિકરણ અદ્ધાનકાળ)ના સંખ્યાતા ભાગી ગયા પછી એક સંખ્યાતો ભાગ બાકી રહ્યું છd, અંતર્મુહૂર્ત ભાગ સુધી નીચે મૂકીને મિથ્યાત્વનું અંતર કરવારૂપ અંતરકરણ કરે છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy