SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૨, નવમ: નિઃ ६५९ ૦ તથા શુભ કર્મોનો રસ ક્ષીર-ખાંડના રસ જેવો છે. અશુભ કર્મોનો રસ ઘોષાતકી-લીંબડાના રસ જેવો છે. ૦ જે કર્મપ્રકૃતિઓ પોતાના વિષયને પૂર્ણપણાએ ઘા કરે છે, તે ‘સર્વઘાતિની' કહેવાય છે. કેવલજ્ઞાનાવરણ-કેવલદર્શનાવરણ-પહેલાના બાર કષાયો, મિથ્યાત્વ અને પાંચ નિદ્રાઓ, એમ વીશ (૨૦) સર્વઘાતિની છે. ખરેખર, આ સર્વઘાતી પ્રકૃતિઓ, યોગ પ્રમાણે પોતાના ઘાતના વિષયરૂપ ગુણસમ્યક્ત્વ-જ્ઞાન-દર્શન કે ચારિત્રને સર્વ રીતે પૂર્ણપણે હણે છે. ૦ મતિ-શ્રુત-અવધિ-મનઃપર્યવરૂપ જ્ઞાનાવરણો, ચક્ષુ-અચક્ષુ-અવવિધરૂપ દર્શનાવરણો, સંજવલન કષાયો-નોકષાયો અને અંતરાયો, એમ પચીશ (૨૫) પ્રકૃતિઓ ‘દેશઘાતિની કહેવાય છે, કેમ કે-જ્ઞાન આદિ ગુણના એકદેશની વિઘાતક છે. તથાહિ કેવલદર્શનાવરણથી આવૃત્ત પણ કેવલજ્ઞાનના અને દર્શનના મંદ-મંદતર આદિ વિશિષ્ટ પ્રકારરૂપ જ્ઞાન-દર્શનના એકદેશરૂપ મતિજ્ઞાન આદિ, ચક્ષુદર્શન આદિના વિઘાતક છે અને સર્વ દ્રવ્યોના એકદેશવિષયક દાન આદિના વિઘાતકારી છે. ૦ નામ-ગોત્ર-વેદનીય-આયુષ્યરૂપમાં અંતર્ગત પ્રકૃતિઓ તો હનનયોગ્ય નહિ હોવાથી કોઈને પણ હણતા નથી, માટે તે પ્રકૃતિઓ ‘અઘાતિની’ કહેવાય છે. ૦ સર્વઘાતિની પ્રકૃતિઓનો ખરેખર રસ તાંબાના ભાજનની માફક છિદ્ર વગરનો, (નક્ક૨) ઘીની માફક અત્યંત સ્નિગ્ધ (ચીકણો), દ્રાક્ષની માફક થોડા (સૂક્ષ્મ) પ્રદેશોથી ઉપચિત, સ્ફટિક તેમજ અબરખની માફક નિર્મળ અને સઘળા પોતાના વિષય(હંતવ્ય)ના ઘાતી હોઈ ‘સર્વઘાતી’ કહેવાય છે. ૦ દેશઘાતિની કર્મપ્રકૃતિઓનો તો કોઈક ૨સ વાંસદળથી બનાવેલ કટ (સાદડી વગેરે)ની માફક અત્યંત સ્થૂલ, સેંકડો છિદ્રોથી યુક્ત, કોઈક રસ કંબલની માફક મધ્યવર્તી, સેંકડો છિદ્રોથી વ્યાપ્ત, કોઈક ૨સ કોમળ (લીસા-ચીકણા) વસ્રની માફક અત્યંત સૂક્ષ્મ, (ઝીણા) છિદ્રોથી સહિત, અલ્પ સ્નેહવાળો (ચીકણો) અને નિર્મળ, સ્વવિષયના એકદેશ(અંશ)નો ધાતી હોઈ ‘દેશઘાતી’ થાય છે. ૦ અઘાતિઓનો રસ ઉભયથી વિલક્ષણ-વિજાતીય છે. [અઘાતિનીઓ, કોઈ એક જ્ઞાન આદિ ગુણમાં ઘાત કરતો નથી, ફક્ત સર્વઘાતિઓની સાથે વેદાતી અઘાતિનીઓ સર્વઘાતી રસના વિપાકને દર્શાવે છે અને દેશઘાતિનીઓની સાથે વેદાતી અઘાતિનીઓ દેશઘાતી રસના વિપાકને દર્શાવે છે. ચોરોની સાથે રહેનાર શાહુકાર જેમ ચોરની માફક ભાસે છે, તેની માફક અહીં ભાવ સમજવો.] ૦ વિપાક પણ પુદ્ગલ-ક્ષેત્ર-ભવ-જીવવિપાકના ભેદથી ચાર પ્રકારનો છે. (૧) પુદ્ગલોને આશ્રી (શરીરપણે પરિણમેલા પુદ્ગલોમાં જે પ્રકૃતિઓનો વિપાક, તે પુદ્ગલવિપાકિની કહેવાય છે.) જે રસનું ફળદાન તરફ સન્મુખપણું તે પુદ્ગલવિપાક છે; અને તે છ (૬) સંસ્થાન, છ (૬) સંઘયણ, આતપ (૫) પાંચ શરીરો, (૩) ત્રણ અંગોપાંગો, ઉદ્યોત-નિર્માણ-સ્થિરઅસ્થિર-વર્ણ આદિ ચાર (૪) અગુરૂલઘુ-શુભ-અશુભ-પરાઘાત-ઉપઘાત-પ્રત્યેક સાધારણરૂપ છત્રીશ (૩૬) પ્રકૃતિઓ ‘પુદ્ગલવિપાકીની’ છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy