SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ६५० तत्त्वन्यायविभाकरे ૦ મિથ્યાષ્ટિથી માંડી અપૂર્વકરણ સુધીના જીવો યશકીર્તિરૂપ કર્મના સંક્રામક છે, બીજા જીવો નહીં, કેમ કે-અપૂર્વકરણ પછીથી ફક્ત તે યશકીર્તિનો જ બંધ હોવાથી “પતઘ્રહ'નો અભાવ છે. ૦ મિથ્યાદષ્ટિથી માંડી નિવૃત્તિ બાદરસપરાય સુધીના જીવો અનંતાનુબંધી સિવાય (૧૨) બાર કષાયોના “સંક્રામક છે, બીજાઓ નહીં, કેમ કે પછીથી તે બાર કષાય-નોકષાયોનો ઉપશમ કે ક્ષય છે. ૦ અવિરત સમ્યગ્દષ્ટિથી માંડી ઉપશાન્તમોહ સુધીના જીવો મિથ્યાત્વ અને સમ્યગુ મિથ્યાત્વ(મિશ્ર)ના સંક્રામક છે, બીજાઓ નહીં, કેમ કે-ઉપશાન્તમોહ પછી તે મિથ્યાત્વ-મિશ્રની સત્તાનો (વિદ્યમાનતાનો) અભાવ છે. ૦ મિથ્યાષ્ટિ પણ મિશ્રને સંક્રમાવે છે, મિથ્યાદષ્ટિ જ સમ્યકત્વમોહનીયનો સંક્રામક છે, બીજાઓ નહિ, કેમ કે-મિથ્યાત્વમાં વર્તતો જ જીવ સમ્યકત્વમોહનીયનો સંક્રામક બની શકે છે. મિથ્યાષ્ટિ, સાસ્વાદનવાળા જીવો ઉચ્ચ ગોત્રના સંક્રામક છે, કેમ કે બીજાઓ નીચ ગોત્રના બંધક હોતા નથી. ૦ મિથ્યાષ્ટિથી માંડી સૂક્ષ્મસં૫રાય સુધીના જીવો બીજી મતિજ્ઞાન આવરણીય આદિ પ્રકૃતિઓના સંક્રામકો છે, બીજાઓ નહિ, કેમ કે- સૂક્ષ્મસંપરાય પછીથી મતિજ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિઓનો-બંધનો અભાવ હોવાથી પતઘ્રહનો અભાવ છે. ઇતિ. ૦ આ પ્રમાણે જ્ઞાનાવરણ પંચક (પ), દર્શનાવરણ નવક (૯), કષાયષોડશક (૧૬), ભય-જુગુપ્સા (૨), તૈજસ્ સપ્તક (૭), વર્ણ આદિ વિંશતિ (૨૦), નિર્માણ-અગુરુલઘુ-ઉપઘાત (૩), અંતરાયપંચક (૫), પતૐહ એવં ધ્રુવબંધવાળી સડસઠ (૬૭) પ્રકૃતિઓ સાદિ-અનાદિ-ધ્રુવ-અધૃવરૂપ ચાર (૪) ભેદવાળી છે. ૦ અભવ્યની અપેક્ષાએ ધ્રુવપણું અને ભવ્યની અપેક્ષાએ અધુવપણું છે. પોતપોતાના બંધના વિચ્છેદમાં પતઘ્રહણપણાનો અભાવ હોઈ ત્યાં સંક્રમનો સંભવ હોવાથી અને બંધના આરંભમાં હેતુથી પતઘ્રહણપણું હોઈ “સાદિપણું છે. તે તે બંધના વ્યવચ્છેદના સ્થાનને નહિ પ્રાપ્ત કરનારનું “અનાદિપણું છે. ૦ બાકીની અધુવબંધવાળી અઠ્યાસી (૮૮) સંખ્યાવાળી પ્રકૃતિઓ અધુવબંધી હોવાથી પતથ્રહણપણાની અપેક્ષાએ સાદિ-અધુવરૂપે વિચારવી. ૦ વળી મિથ્યાત્વનું ધ્રુવબંધીપણું હોવા છતાં જેની પાસે સમ્યકત્વ મિથ્યાત્વ છે (મિશ્રમોહનીય) છે, તે જ આત્મા તે સમ્યકત્વ મિથ્યાત્વને તે મિથ્યાત્વમાં સંક્રમાવે છે, બીજાઓ નહીં. આ પ્રમાણે તે મિથ્યાત્વનું સાદિ-અધ્રુવ-પતઘ્રહણપણું વિચારવું. અહીં વિશેષ તત્ત્વ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવું. સ્થિતિસંક્રમ - આઠ (૮) મૂળ પ્રકૃતિઓની અને એકસોઅઠ્ઠાવન (૧૫૮) સંખ્યાવાળી ઉત્તરપ્રકૃતિઓની જે સ્થિતિ ટૂંકીને લાંબી કરેલી અને લાંબીને ટૂંકી કરેલી, અથવા પતધ્રહ પ્રકૃતિ સ્થિતિઓના મધ્યમાં લઈ જઈને સ્થાપિત કરેલી, તે સ્થિતિસંક્રમ' કહેવાય છે. ૦ ત્યાં સ્થિતિઓનું બીજે ઠેકાણે સ્થાપન સાક્ષાતુ નથી, કેમ કે-અશક્ય છે પરંતુ સ્થિતિયુક્ત પરમાણુઓ દ્વારાએ જ તે સમજવું.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy