SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૪, નવમ: વિર: ६२९ ૦ તડકાથી શોષાયેલ તળાવની પૃથ્વીની રેખા જેવા અપ્રત્યાખ્યાન આવરણરૂપ કષાયોથી ત્રિ(ત્રણ) ઠાણીઆ રસનો બંધ થાય છે. ૦ વાલુકા(રતી)ની રેખા જેવા પ્રત્યાખ્યાનાવરણરૂપ કષાયોથી બે (દ્વિ) ઠાણીઆ રસનો બંધ થાય છે. ૦ જળની રેખા જેવા સંજવલન નામના કષાયોથી પૂર્વે કહેલ ઉત્તર (૧૭) અશુભ પ્રવૃતિઓનો એક ઠાણીઆ રસનો બંધ થાય છે. પરંતુ શુભ પ્રકૃતિઓનો તો વાલુકા અને જળરેખા જેવા કષાયોથી ચઉચાર)ઠાણીઆ રસનો બંધ થાય છે. પૃથ્વીની રેખા જેવા કષાયોથી દ્વિ(બ) ઠાણીઆ રસનો બંધ, આ શુભ પ્રકૃતિઓનો એક ઠાણીઆ રસનો બંધ નથી જ. (૧) ત્યાં રાગ-દ્વેષરૂપ પરિણામને આધીન બનેલા જીવે કર્મરૂપપણાએ પરિણાવેલ કર્મનો, (૨) આત્માના પ્રદેશોની સાથે સંશ્લેષ(આત્યંતિક સંબંધોને પામેલ કર્મનો, (૩) ફરીથી પણ આવેષ્ટનપરિવેષ્ટનરૂપપણાએ અત્યંત ગાઢતમ બાંધેલા કર્મનો, (૪) અબાધાકાળના અતિક્રમણ( ઉલ્લંઘન) પછીના કાળમાં વેદન (અનુભવ) યોગ્યપણે સંચિત (એકઠું કરેલ) કર્મનો, (૫) ઉત્તર ઉત્તર (આગળ આગળ)ની સ્થિતિઓમાં પ્રદેશની હાનિથી, રસની વૃદ્ધિથી અવસ્થાના વિષય કરેલ કર્મનો, (૬) સમાન જાતિવાળી બીજી પ્રકૃતિના દલિક(પ્રદેશ)ના કર્મ (પ્રક્ષેપ ક્રિયા) વડે વૃદ્ધિને પામેલ કર્મનો, (૭) થોડા પાક તરફ અભિમુખ થયેલ કર્મનો, (૮) વિશિષ્ટ પાકને પામેલ એથી જ ફળ આપવા અભિમુખ થયેલ કર્મનો, (૯) સામગ્રીના વિશે ઉદયને પામેલ કર્મનો, (૧૦) બંધાયેલા જીવે કરેલ કર્મનો, (૧૧) અનાભોગિક વિર્યથી બંધના કાળે જ જ્ઞાનાવરણીયપણા આદિરૂપે વ્યવસ્થાના વિષયરૂપ બનેલ કર્મનો, (૧૨) પ્રદીપ-નિકૂવ આદિ વિશિષ્ટ નિમિત્તો વડે ઉત્તર ઉત્તર પરિણામને પામેલ કર્મનો, (૧૩) પરની અપેક્ષા વગર ઉદયને પામેલ કર્મનો, (૧૪) અથવા બીજા વડે ઉદયને પામેલ કર્મનો, અને (૧૫) અથવા સ્વ-પરરૂપે ઉદયમાં લાવતા કર્મનો, (કોઈ એક ગતિ-સ્થિતિ-ભવને પામીને પોતાનો) અથવા પર એવા પુદ્ગલપરિણામને પામી અનુભાગ-રસ થાય છે. ૦ ત્યાં જ્ઞાનાવરણીય કર્મનો (શ્રોત્રેન્દ્રિયવિષય ક્ષયોપશમાવરણ-શ્રોત્રેન્દ્રિયોપયોગાવરણ-ચક્ષુવિષય ક્ષયોપશમાવરણ-ચક્ષુઉપયોગાવરણ-પ્રાણવિષયક્ષયોપશમાવરણ-પ્રાણોપયોગાવરણ-રસનાવિષય ક્ષયોપશમાવરણ-રસનોપયોગાવરણ-સ્પર્શનવિષય ક્ષયોપશમાવરણ-સ્પર્શનોપયોગાવરણરૂપે) દશ (૧૦) પ્રકારનો રસ છે. દર્શનાવરણીયકર્મનો (નિદ્રા-નિદ્રાનિદ્રા-પ્રચલા-પ્રચલામચલા-સ્યાનદ્ધિ-ચક્ષુદર્શનાવરણઅચક્ષુદર્શનાવરણ-અવધિદર્શનાવરણ અને કેવલદર્શનાવરણરૂપે) નવ પ્રકારનો રસ છે. વેદનીયકર્મનો આઠ પ્રકારનો છે. (મનોજ્ઞ-સુંદર શબ્દ-રૂપ-ગંધ-રસ-સ્પર્શ-મનનું-વચનનું અને કાયાનું સુખ, એમ આઠ પ્રકારનો) રસ છે. મોહનીયકર્મનો (સમ્યકત્વવેદનીય (મોહનીય)-મિથ્યાત્વવેદનીય (મોહનીય)-સમ્યગુ મિથ્યાત્વવેદનીય (મોહનીય)-કષાયમહનીય-નોકષાયમોહનીયના ભેદથી પાંચ પ્રકારનો) રસ છે. આયુષ્યકર્મનો ચાર (૪) પ્રકારનો, શુભ-અશુભ નામકર્મનો ચૌદ (૧૪) પ્રકારનો, ગોત્રકર્મનો આઠ (૮) પ્રકારનો અને અંતરાયકર્મનો પાંચ (૫) પ્રકારનો રસ છે (અહીં શ્રી પ્રજ્ઞાપના સૂત્રનું ત્રેવીસમું પદ જોવું.) તેથી આ પ્રમાણે સ્થિતિ કરનાર, પોતાના કાળમાં પરિપાકને પામેલ કર્મની જે શુભ કે અશુભરૂપ અનુભવાતી અવસ્થા, તે રસનો બંધ છે એમ દિગ્દર્શન જાણવું.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy