SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૭-૮, નવમ: શિર : ६१३ સાંશયિક મિથ્યાત્વને કહે છેભાવાર્થ – શ્રી અરિહંતકથિત તત્ત્વવિષયક સત્યપણાના સંશયનું જનક મિથ્યાત્વ, એ “સાંશયિક મિથ્યાત્વ' કહેવાય છે. વિવેચન - ભગવંતે કહેલા જીવ આદિ તત્ત્વો સાચાં છે કે નહિ? એવા રૂપનું સંશયનું જનક અથવા તર્જન્ય (સંશયજન્ય) જે મિથ્યાત્વ, તે “સાંશયિક મિથ્યાત્વ' કહેવાય છે. ૦ અન્ય કહેલા તત્ત્વમાં સત્યતાના સંશયનું જનક તેવું મિથ્યાત્વ થતું નથી, માટે “અત્તત્ત્વ' એમ કહેલ છે. જો કે સૂક્ષ્મ અર્થ આદિ વિષયવાળો સંશય (પ્રશ્નરૂપ શંકા) સાધુઓમાં પણ સંભવે છે, તો પણ તે સંશય આગમકથિત ભગવંતના વચન પ્રમાણતા પુરસ્કાર દ્વારા (ભગવાનનું વચન પ્રમાણ છે-સત્ય છે, આવી શ્રદ્ધાથી) દૂર થાય છે. વળી જો તે સંશય સ્વાભાવિક રીતે દૂર થતો નથી, તો તે સંશય સાંશયિક મિથ્યાત્વરૂપ હોતો અનાચારનો સર્જક બને છે. એથી જ આકાંક્ષા નામક મોહના ઉદયથી આકર્ષ (અમુક વખત આવે ને જાય)ની પ્રસિદ્ધિ છે. अथानाभोगिकमिथ्यात्वमाह - दार्शनिकोपयोगशून्यजीवानां मिथ्यात्वमनाभोगिकम् ।। दार्शनिकेति । विशेषज्ञानविकलानामित्यर्थः, ते च विचारशून्या एकेन्द्रियादयो वा, अन्ततस्स्पर्शोपयोगस्यैकेन्द्रियादावपि सत्त्वादुपयोगशून्यजीवाप्रसिद्धिप्रयुक्तासम्भवन्यक्काराय दार्शनिकेति । तत्राऽऽभिग्रहिकाभिनिवेशिके विपर्यासरूपत्वेन सानुबन्धक्लेशमूलत्वाद्गरीयसी, शेषाणि च त्रीणि नात्यन्तानर्थसम्पादकानि विपरीतावधारणरूपत्वाभावेन सुप्रतीकारत्वात् રૂતિ | હવે અનાભોગિક મિથ્યાત્વને કહે છેભાવાર્થ - દાર્શનિક ઉપયોગશૂન્ય જીવોનું મિથ્યાત્વ, એ “અનાભોગિક' કહેવાય છે. વિવેચન - વિશેષજ્ઞાનરહિત જીવોનું મિથ્યાત્વ, એ “અનાભોગિક એવો અર્થ જાણવો. તેઓ વિચારથી શૂન્ય કે એકેન્દ્રિય આદિ જીવો જાણવા. અંતની અપેક્ષાએ એકેન્દ્રિય આદિમાં પણ સ્પર્શ વિષયનો ઉપયોગ હોવાથી ઉપયોગ શૂન્ય જીવોની અપ્રસિદ્ધિ દ્વારા જન્ય અસંભવના વારણ માટે “દાર્શનિક ઇતિ કહેલ છે. ૦ ત્યાં આભિગ્રાણિક અને આભિનિવેશિક-એ બન્ને વિપર્યાસરૂપ હોઈ, અનુબંધવાળા ક્લેશ(કર્મકષાય)નું મૂળ હોઈ મહાન છે-ગરિષ્ઠ છે. ૦ અનાભિપ્રાહિક-સાંશયિક-અનાભોગિક, એ ત્રણ મિથ્યાત્વો અત્યંત અનર્થ સંપાદક નથી, કેમ કેવિપરીત નિશ્ચયનો અભાવ હોઈ સારી રીતે પ્રતિહાર-નિવારણયોગ્ય છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy