________________
સૂત્ર - ૨, નવમ: વિરઃ
६०९
૦ જો કે તત્ત્વાર્થમાં પ્રમાદને પણ લઈને (મંદબુદ્ધિ પ્રતિપત્તિના હેતુની અપેક્ષા રાખીને પ્રમાદને પણ ગણીને) બંધના પાંચ (૫) હેતુઓ ગણાવેલ છે. તો પણ અહીં કર્મગ્રંથના અનુસારે (પ્રમાદને અસંયમ આદિમાં અંતર્ભાવ રાખીને) બંધ-હેતુ ચાર (૪) પ્રકારનો કહેલ છે.
૦ ત્યાં પ્રમાદ એટલે જેના પ્રકર્ષથી મદવાળો જીવ થાય છે તે પ્રમાદ, વિષયક્રિડામાં આસક્તિ કે પ્રયત્નથી આરંભેલમાં નહીં ઉઠવાનો સ્વભાવ, પુષ્કળ કર્મરૂપી ઇન્ધન(લાકડાં)થી જન્ય નિરંતર, નહીં બૂઝાયેલ એવા શારીરિક-માનસિક દુઃખોરૂપી અગ્નિઓની જ્વાળાઓના સમુદાયથી ભરેલ (ભરચક) એવા સઘળા જ સંસારરૂપી નિવાસ ઘરને, તેના મધ્યમાં રહેલો પણ જોતો છતાં, વળી તે સંસારવાસ ઘરમાંથી નીકળવાના ઉપાયરૂપ વીતરાગ શ્રી જિનેશ્વરદેવકથિત ધર્મરૂપી ચિંતામણિ વિદ્યમાન હોવા છતાં, જે વિચિત્ર કર્મના ઉદયની સહાયથી પેદા થયેલ વિશિષ્ટ પરિણામ (ઔયિકભાવથી) નથી જોતો, એમ કરી તે સંસારના દુઃખદાવાનળના ભયને પણ નહીં ગણી (તરછોડી) વિશિષ્ટ પરલોકની ક્રિયાથી વિમુખ જ ચોક્કસ તે જીવ રહે છે, તેમાં મુખ્યત્વે પ્રમાદ જ હેતુ છે.
૦ તે પ્રમાદના પણ આઠ હેતુઓ છે. (૧) મૂઢતારૂપ અજ્ઞાન, (૨) શું આમ સાચું છે કે જુદું ? ઇત્યાદિ રૂપ સંશય, (૩) વિપરિતતાના સ્વીકારરૂપ મિથ્યાજ્ઞાન, (૪) રાગ, (૫) દ્વેષ, (૬) ભૂલવાના સ્વભાવરૂપ સ્મરણનો નાશ, (૭) શ્રી અરિહંતભગવાન કથિત ધર્મમાં અનાદરરૂપ ઉદ્યમનો અભાવ, અને (૮) દુષ્ટ મન કરવું, દુષ્ટ વચન કરવું તથા દુષ્ટ કાયાની પ્રવૃત્તિ કરવી. આ પ્રમાણે આ પ્રમાદ મઘ (સુરા)-વિષય-કષાયવિકથા અને નિદ્રાથી પેદા થાય છે.
૦ મઘ અને વિષયરૂપ પ્રમાદનો અંતર્ભાવ અવિરતિમાં જ વિવક્ષિત છે. કષાયો તો જુદા જ કહેલા છે. વિકથા, નિદ્રાનો યોગમાં અંતર્ભાવ છે. એવી રીતે અંતર્ભાવ થતો હોઈ કહે છે કે-મિથ્યાત્વ આદિ ચાર પ્રકારના બંધ-હેતુઓમાં જેવી રીતે જ્યાં અંતર્ભાવ થતો હોય, ત્યાં તેવી રીતે અંતર્ભાવ છે એમ કરીને, લાઘવના અર્થી એવા મૂલકારે જુદો પ્રમાદને કહેલો નથી એમ જાણવું. આ બંધના ચાર હેતુઓ સામાન્ય હેતુઓ છે. પરંતુ પ્રદ્વેષ, નિર્ભવ આદિરૂપ વિશેષ હેતુઓ તો આગળ ઉપર જણાવાશે. એમ દિગ્દર્શન સમજવું.
तत्र मिथ्वात्वादीनामवान्तरभेदापेक्षया बन्धस्य सप्तपञ्चाशद्विधत्वात्तानाख्यातुमादौ मिथ्यात्वं निर्वक्ति
तत्रायथार्थ श्रद्धानं मिथ्यात्वम् । तच्चाऽऽभिग्रहिकानाभिग्रहिकाऽऽभिनिवेशिकसांशयिकानाभोगिक भेदेन पञ्चविधम् |३|
तत्रेति । मिथ्यात्वादिचतुष्टय इत्यर्थः । यथार्थ श्रद्धा हि सम्यग्दर्शनं, तद्विपरीतं मिथ्यात्वं, तत्त्वार्थश्रद्धानाभावोऽत्तत्त्वाध्यवसायरूपः, न तु विपर्यस्तश्रद्धानं विवक्षितं, सांशयिकादावसम्बन्धमानत्वात् तथा च तेषामसम्यग्रूपतया सम्यग्दर्शनविपरीतत्वान्नासङ्ग्रहः । तद्विभजते તત્ત્વતિ II