________________
तत्त्वन्यायविभाकरे
અરસપરસ આક્રોશ-વધ-બંધન વગેરે કષ્ટોના ભાગી દેખાય છે-ક્લેશવાળા જણાય છે. આ કારણથી પ્રત્યવાય-દુઃખમય આ સંસારથી અત્યંત ઉદ્વેગ થાય, એ હેતુથી સંસારીઓના દુઃખોનો-તત્કારણ કર્મોનો વિચાર, એ આ બીજું ધર્મધ્યાન છે.
५८८
(૩) વિપાકવિષયક પર્યાલોચનરૂપ ધર્મધ્યાન-નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવભવોમાં કર્મોના વિપાક ફળ-રસના અનુભવનો વિવેકરૂપ વિચાર, તે વિપાકવિષયક પર્યાલોચન રૂપ ત્રીજું ધર્મધ્યાન છે. ત્યાં જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોનું કર્મપ્રકૃતિ-સ્થિતિરસ-પ્રદેશના ભેદવાળું, ઇષ્ટ-અનિષ્ટ વિપાક પરિણામવાળું જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ સ્થિતિવાળું અને નરક આદિ વિવિધ વિપાકવાળું છે. જેમ કે-(૧) જ્ઞાનાવરણીયકર્મથી દુર્બુદ્ધિ અજ્ઞાનતા પમાય છે. (૨) દર્શનાવરણીયકર્મચક્ષુ (આંખ) આદિ ઇન્દ્રિયોના અભાવને અને નિદ્રા આદિની ઉત્પત્તિને કરે છે. (૩) અસાતાવેદનીયકર્મથી દુઃખ અને સાતાવેદનીયકર્મથી સુખનો અનુભવ થાય છે. (૪) મોહનીયકર્મથી વિપરીત (ઉલટું) ગ્રહણ (વિપરીત દર્શન-જ્ઞાનરૂપ ગ્રહણ) થાય છે અને ચારિત્રનો અભાવ થાય છે-અવિરતિ થાય છે. (૫) આયુષ્યકર્મથી અનેક ભવો-જન્મોની પ્રાપ્તિ (ઉદય) થાય છે. (૬) નામકર્મથી શુભ-અશુભ શરીર આદિનું સર્જન થાય છે. (૭) ગોત્ર નામના કર્મથી ઉચ્ચ-નીચ કુળોમાં ઉત્પત્તિ થાય છે. (૮) અંતરાયકર્મથી લાભ-પ્રાપ્તિ-સિદ્ધિનો અભાવ થાય છે. આ પ્રમાણે સ્થિર ચિત્તવાળાનું કર્મવિપાકનું ચિંતન, એ ત્રીજું ધર્મધ્યાન કહેવાય છે.
(૪) સંસ્થાનવિષયક પર્યાલોચનરૂપ ધ્યાન-લોકના અને દ્રવ્યોના વિશિષ્ટ આકારરૂપ સંસ્થાનનો વિચાર, તે સંસ્થાનવિષયક પર્યાલોચન કહેવાય છે. અર્થાત્ લોકનો અને દ્રવ્યનો વિશિષ્ટ આકાર સંસ્થાન. જેમ કે
૦ લોકમાં નીચા મુખવાળા મલ્લક(દીવો કરવાનું કોડિયું)ના જેવા આકારવાળો ‘અધોલોક’ છે, ઝલ્લરી (ખંજરી) અથવા થાળના આકાર જેવો ‘તીર્આલોક' છે અને તે જ્યોતિષી-વ્યંતરોથી વ્યાપ્ત અસંખ્યાત દ્વીપો અને સમુદ્રોથી વિંટળાયેલો છે.
૦ ઉંચો કરેલ મૃદંગના આકાર જેવો, ઉત્કૃષ્ટ શુભ પરિણામોથી સહિત, કલ્પોપપન્ન અને કલ્પાતીત દેવોથી ભરેલ, એવો ઉર્ધ્વલોક છે. આવા પ્રકારની વિચારણા અને દ્રવ્યોના આકારનો વિચાર એવો છે કેલોકના જેવા આકારવાળા, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે દ્રવ્યો ક્રમથી ગતિમાં કારણરૂપ અને સ્થિતિમાં હેતુરૂપ છે. આકાશદ્રવ્ય તો અવગાહ-અવકાશ-જગ્યા દેવાના લક્ષણવાળું છે. વળી આત્માઓઆત્મદ્રવ્ય તો ઉપયોગરૂપ લક્ષણવાળા, શરીરથી જુદા પદાર્થરૂપ, રૂપ વગરના (રૂપ-રસ-ગંધ-સ્પર્શ વગરના) નિજકર્મોના કર્તા અને ભોક્તાઓ, શરીર આકાર-પરિમાણવાળા અને મુક્તિમાં ત્રીજા ભાગે હીન સંસ્થાનવાળા આત્માઓ હોય છે. કાળ નામનું દ્રવ્ય વર્તના આદિ પરિણામવાળું અને સમયસ્વરૂપી છે. પુદ્ગલદ્રવ્ય શરીર આદિ કાર્યરૂપ છે. દ્રવ્ય એટલે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત, અનંત ધર્મરૂપ નિત્ય-અનિત્ય, એક-અનેક, ભેદ-અભેદ, સદ્-અસદ્ આદિ સ્વરૂપવાળું દ્રવ્ય છે. આવી રીતે પદાર્થસ્વરૂપનું પરિજ્ઞાનરૂપ તત્ત્વ અવબોધથી સમ્યક્ ક્રિયાનુષ્ઠાન થાય છે અને સમ્યક્ ક્રિયાનુષ્ઠાનથી મોક્ષપ્રાપ્તિ થાય છે, માટે ધર્મધ્યાન અત્યંત અનિવાર્ય-આવશ્યક છે.