SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ 'तत्त्वन्यायविभाकरे તે વિવેચન - રુદ્ર એટલે જે બીજાઓને રડાવે તે રુદ્ર-ક્રૂર. તે ક્રૂરનું કર્મ અથવા ક્રૂરથી થયેલ જે હોય, તે ‘રૌદ્ર’ કહેવાય છે. તે રૌદ્રધ્યાન પણ ચાર ભેદવાળું છે. [એકેન્દ્રિય આદિ જીવોના ૧-વધ-બંધન-વધ-દહનઅંકન-મારણ આદિનો વિચાર, ૨-પિશુન-અસભ્ય-અસત્ય-ઘાત આદિના વચનનું ચિંતન, ૩-પરલોકના અપાયથી નિરપેક્ષ બીજાના દ્રવ્યના હરણનો વિચાર, અને ૪-શબ્દ આદિ વિષયના સાધનોના પરિપાલનમાં વ્યગ્રતા, એમ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન છે.] ५८४ (૧) હિંસાનુબંધી ચિંતનરૂપ રૌદ્રધ્યાન=હિંસારૂપી નિમિત્તજન્ય ચિંતન (હિંસા સંબંધી સતત વિચાર ક૨વો), એ ‘હિંસાનુબંધી રૌદ્રધ્યાન' છે. (૨) અસત્યરૂપી નિમિત્તજન્ય ચિંતન=જુઠ્ઠું બોલવાની વૃત્તિમાં જે ક્રૂરતા આવે છે, તેને લીધે જે સતત ચિંતા થયા કરે તો તે ‘અસત્યાનુબંધી રૌદ્રધ્યાન.’ (૩) ચોરીરૂપી નિમિત્તજન્ય ચિંતન=દ્રવ્યની ચોરી કરવાના ઉપાયમાં મનને રોકવાનો સતત વિચાર કરવો તે, ક્રોધ-લોભ આદિ કષાયોને વશ બની પરનું દ્રવ્યાદિ હરી લેવાનો સતત સંકલ્પ, તે ‘સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન' છે. (૪) સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનતાત્કાલિક પરિતોષ કરનારા અને પછીથી અત્યંત ભયંકર ફળ આપનારા શબ્દ આદિ વિષયોના અને તે વિષયોના સાધનભૂત ધનધાન્ય આદિના સંરક્ષણનું સતત ચિંતન, તે ‘વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન' છે. આ રૌદ્રધ્યાન અત્યંત કૃષ્ણ-નીલ લેશ્યાના બળનું આઘાન (સ્થાપન-ધારણ) જેનાથી થાય છે એવું રૌદ્રધ્યાન છે, પ્રમાદના પાયા ઉપર ઉભું રહેલ રૌદ્રધ્યાન છે અને અંતે નરકગતિનું ફળ આપનાર ‘રૌદ્રધ્યાન’ છે. મારવાની અભિલાષા, મારવાની ઇચ્છા, બીજાનું દુ:ખ દેખી રાજી થવું, નિર્દયતા, બીજાને ક્લેશ કરવાપણું, ઇત્યાદિ ચિહ્નોથી ગમ્ય (જાણી શકાય), એવું રૌદ્રધ્યાન છે. તીવ્ર વધનો અને બંધનો સંલિષ્ટ અધ્યવસાય આ રૌદ્રધ્યાનનો જનક છે, એમ જાણવું. આ રૌદ્રધ્યાનના ધ્યાતાને (અધિકારીને) કહે છે કે-આ રૌદ્રધ્યાન દેશવિરત ગુણસ્થાનક સુધી રહે છે. ૦ આ આર્ત્ત અને રૌદ્રરૂપ બે અશુભ ધ્યાનો, ઉત્કૃષ્ટતમ રાગ અને દ્વેષથી અનુગતવ્યાપ્ત હોવાથી નરક આદિ ચાર ગતિવાળા સંસારના હેતુઓ છે, કદાચિત્ મોક્ષના હેતુ નથી એમ અવધારવું. सम्प्रति धर्मध्यानमाह आज्ञापायविपाकसंस्थानान्यतमविषयकं पर्यालोचनं धर्मध्यानम् । अप्रमत्ततः क्षीणमोहं यावत् ।३३। આÀતિ । ધર્મ: ક્ષમાવિવશલક્ષળા, તત્સવૃધ્ધિધ્યાન ધર્મધ્યાનમ્ । તત્ત્વતુવિધ, आज्ञाविषयक पर्यालोचनं, अपायविषयकपर्यालोचनं, विपाकविषयकपर्यालोचनं, संस्थान
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy