SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૧૨-૧૪, સક્ષમ: નિ: अल्पबहुत्वद्वार इति । सर्वेभ्योऽल्पा इति, तत्कालस्याऽल्पत्वात् शतपृथक्त्वप्रमाणत्वाच्चेति भावः । परिहारविशुद्धिका इति, तत्कालस्य सूक्ष्मसम्परायापेक्षया बहुत्वात् सहस्र पृथक्त्वमानत्वाच्चेति भावः । यथाख्याता इति । कोटीपृथक्त्वमानत्वादिति भावः । छेदोपस्थापनीया इति कोटीशतपृथक्त्वमानत्वादिति भावः । सामायिका इति, कोटीसहस्रपृथक्त्वमानत्वादिति भावः । इतीति सर्वत्रेतिशब्दस्तत्तद्वारसमाप्तिद्योतक इति बोध्यम् । इत्थं सामान्येन द्वाराणि वर्णितानीत्याहेतीति । एवमेव चास्रवदोषानवलेपसाधनः परिस्पन्दवतोऽपि चरणकुशलस्य प्राय: कर्मागमद्वारसंवरणरूपस्संवरो दिङ्मात्रेणोपपादित इत्याह इतीति ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टधर श्रीमद्विजयकमलसूरीश्वर - चरणनलिनसन्यस्तात्मभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायां संवरनिरूपणं नाम सप्तमः किरणः ॥ ५४३ (૩૭) અલ્પબહુત્વદ્વાર ભાવાર્થ પાંચ સંયતોમાં સૂક્ષ્મસંપરાય સંયતો સઘળાં કરતાં થોડાં છે. તેઓના કરતાં પરિહારવિશુદ્ધિકો સંખ્યાતગુણા અને તેઓના કરતાં યથાખ્યાત સંયતો સંખ્યાતગુણા છે. તેઓના કરતાં પણ છેદોપસ્થાપનીય સંયતો સંખ્યાતગુણા છે અને તેઓના કરતાં પણ સામાયિક સંયતો સંખ્યાતગુણા જાણવા. ઇતિ. આ પ્રમાણે છત્રીશ (૩૬) દ્વારો સમાપ્ત થવા સાથે સંવરતત્ત્વ સમાપ્ત થાય છે. - વિવેચન – ‘સર્વેભ્યોડલ્યાઃ' ઇતિ=સૂક્ષ્મસં૫રાયો બધાં કરતાં થોડા છે, કેમ કે-તેઓનો કાળ અલ્પ છે અને તેઓ શતપૃથ (બસોથી નવસોની સંખ્યા)ના પ્રમાણવાળા છે. કાળની અને સંખ્યાની અપેક્ષાએ અલ્પ છે. ૦ ‘પરિહારવિશુદ્ધિકા’ ઇતિ=સૂક્ષ્મસંપરાયની કાળની અપેક્ષાએ તે પરિહારવિશુદ્ધિકનો કાળ ઘણો છે અને સહસ્રપૃથ (બે હજારથી નવ હજારની સંખ્યા)ના પ્રમાણવાળા છે. અર્થાત્ કાળ અને સંખ્યાની દૃષ્ટિએ સૂક્ષ્મસં૫રાયથી પરિહારવિશુદ્ધિકો ઘણા છે. ૦ ‘યથાખ્યાતાઃ’ ઇતિ=પરિહારવિશુદ્ધિકો કરતાં યથાખ્યાત સંયતો સંખ્યાતગુણા છે, કેમ કેયથાખ્યાતો કોટિપૃથમાન (બે ક્રોડથી નવ ક્રોડ સંખ્યાના માન)વાળા છે. ૦ ‘છેદોપસ્થાપનીયા.' ઇતિયથાખ્યાત સંયતો કરતાં છેદોપસ્થાપનીયો સંખ્યાત ગુણા છે, કેમ કેકોટિશતપૃથક્ત્વ (બસો ક્રોડથી નવસો ક્રોડની સંખ્યા)ના માનવાળા છેદોપસ્થાપનીયો છે. ૦ ‘સામાયિકાઃ' ઇતિ=અર્થાત્ છેદોપસ્થાપનીયો કરતાં સામાયિક સંયતો સંખ્યાતગુણા છે, કેમ કેકોટિસહસ્રપૃથ માનવાળા (બે હજાર ક્રોડથી નવ હજા૨ ક્રોડની સંખ્યાના માનવાળા) સામાયિકો છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy