SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ५३८ तत्त्वन्यायविभाकरे | વિવેચન - સમુદ્ધાત=વેદના આદિના અનુભવના જ્ઞાનની સાથે એકતાને પામેલો જીવ, ઘણા વેદનીય આદિ કર્મપ્રદેશોને, કાળાંતરે અનુભવયોગ્ય ભોગવવાના હોય એવા કર્મપુદ્ગલોને પણ તરત બળ વાપરીને, ઉદીરણાકરણ વડે આકર્ષીને ઉદયમાં ફેંકીને અને અનુભવીને સ્વ-આત્માના પ્રદેશો સાથે સંશ્લેષણવાળા કર્મપુદ્ગલોની નિર્જરા પરિશાટન-વિનાશ કરવો, તે “સમુદ્દાત કહેવાય છે ૦ તે સમુદ્યાત વેદના-કષાય-મરણ-વૈક્રિય-તૈજસ-આહારક-કેવલિના ભેદથી સાત પ્રકારના છે. તે સમુદ્યાત તો, ક્રમસર વિદના સમુદ્ધાત=વેદનાથી પીડિત જીવ, અનંત અનંત કર્મોના સ્કંધોથી વીંટાયેલા એવા આત્માના પ્રદેશોને શરીરથી બહાર પણ કાઢે છે અને તે પ્રદેશોથી મુખ-જઠર વગેરે પ્રોપોકળ ભાગોને અને કાન-ખભા વગેરે અંતરોને પૂરીને, લંબાઈ અને પહોળાઈથી પોતાના શરીર જેટલા ક્ષેત્રને વ્યાપી-અવગાહી અંતર્મુહૂર્ત સુધી રહે છે અને તે અંતર્મુહૂર્તમાં ઘણા અસાતાવેદનીયકર્મોના પુદ્ગલોનું શાટન કરે છે-ખેરવી નાંખે છે. એ પ્રમાણે “વેદના મુદ્દાત કહેવાય છે. એ પ્રમાણે કષાયસમુદ્રઘાત પણ સમજવો. મરણસમુદ્યાતગત જીવ આયુષ્યકર્મના પુદ્ગલોને ખેરવે છે અને વૈક્રિયબલબ્ધિવાળોવૈક્રિયસમુદ્યાતગત જીવ, કર્મથી આવૃત્ત આત્મપ્રદેશોને શરીરથી બહાર કાઢી, જાડાઈ અને પહોળાઈમાં પોતાના દેહ જેટલો અને લંબાઈમાં સંખ્યાત જોજન જેટલો તેનો દંડ બનાવી, સ્થૂલ વૈક્રિયશરીરનામકર્મના પુદ્ગલોનું પૂર્વવત્ શાટન કરે છે, તે “વૈક્રિયસમુદ્યાત. એ એ પ્રમાણે તૈજસ-આહારક સમુદ્યાત જાણવાં. કેવલિસમુદ્યાતગત કેવલી, સાતા-અસતાવેદનીય આદિ કર્મપુદ્ગલોનું શાટન કરે છે. ઈતિ] ૧અસતાવેદનીય, ૨-કષાયનામક ચારિત્રમોહનીય, ૩-અંતર્મુહૂર્ત શેષ રહેલ આયુષ્યકર્મ, ૪-વૈક્રિય, ૫તૈજસ, ૬-આહારકશરીરનામ, ૭-સાતા-અસતાવેદનીય, ૮-શુભ-અશુભનામ, ૯-ઉચ્ચ-નીચ, ૧૦ગોત્રરૂપ કર્મરૂપ આશ્રવવાળા છે. (વેદનીય આદિ પ્રધાનપદ ભોગવે છે.) ૦ પ્રથમના છ (૬) સમુદ્ધાતો દરેક અન્તર્મુહૂર્તના કાળવાળા છે. છેલ્લો સમુદ્યાત આઠ (૮) સમયેવાળો છે. ત્યાં છેલ્લા સમુદ્ધાતને છોડીને બીજા છ (૬) સમુદ્ધાતો સામાયિક અને છેદોપસ્થાપનીયમાં સંભવે છે, કેમ કે તેના નિમિત્તનો સંભવ છે. क्षेत्रद्वारमाह क्षेत्रद्वारे-सामायिकच्छेदोपस्थापनीयपरिहारविशुद्धिकसूक्ष्मसम्पराया लोकस्याऽसंख्यातभागे स्युः । यथाख्यास्त्वसंख्यातभागे, असंख्यातभागेषु केवलिसमुद्धातपेक्षया सर्वलोकव्याप्तश्च स्यादिति । ८९ । क्षेत्रद्वार इति । क्षेत्रमवगाहनाक्षेत्रं तदाश्रयतो विचारे प्रवृत्ते सामायिकादिचतुर्णां लोकस्यासंख्येयभागमात्रावगाहित्वादाहासंख्यातभागे स्युरिति । तथा चासंख्येयभागेऽसंख्येयेषु भागेषु भवेयुर्न संख्येयभागे नवा संख्येयेषु भागेषु नवा च सर्वलोक इति भावः । असंख्यातभाग इति, तस्य दण्डकपाटकरणकाले लोकासंख्येयभागवृत्तित्वं, तदवगाहस्य तावन्मात्रत्वादिति भावः ।
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy