SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ५३४ तत्त्वन्यायविभाकरे पूर्वकोट्यायुष्कः कश्चित्परिहारविशुद्धिकत्वं प्रपन्नस्तस्यान्तिके च तज्जीवितान्ते तादृश एवान्यस्तत्प्रतिपन्नः पुनस्तदभावेन पूर्वकोटिद्वयं जातं, तत्र चैकोनत्रिंशद्युग्मस्य न्यूनताकरणे तथा भावादिति भावः । सूक्ष्मसम्परायाणां जघन्येनैकस्समय उत्कर्षेणाऽन्तर्मुहूर्तसमयो यथाख्यातानान्तु सामायिकवदेवाऽतस्तेषामेकजीवापेक्षयाऽत्र विशेषाभावान्मूले कण्ठतो नोक्ताः ॥ નાના જીવની અપેક્ષાએ કાલમાનદ્વારભાવાર્થ - અનેક જીવની અપેક્ષાએ સામાયિક સંયતો સર્વદા હંમેશાં હોય છે, છેદોપસ્થાપનીય સંયતો જઘન્યથી અઢીસો (૨૫૦) વર્ષો સુધી હોય છે અને ઉત્કૃષ્ટથી પચાશ લાખ ક્રોડસાગરોપમ સુધી હોય છે. પરિહારવિશુદ્ધિક સંયતો જઘન્યથી કાંઈક ન્યૂન બસો (૧૦૦) વર્ષનાકાળ સુધી હોય છે અને ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન બે ક્રોડપૂર્વના કાળ સુધી હોય છે. વિવેચન - “અનેક જીવાપેક્ષયા’ ઇતિ. “સર્વદા ભવેય ઇતિદરેક તે સામાયિકો મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ બહુ કાળ સુધી સ્થિતિવાળા હોઈ સર્વદા હોય છે, એવું કહેલું જાણવું. ૦ “સાઈદ્ધિશતવર્ષપર્યન્ત’ ઇતિ–ઉત્સર્પિણીમાં પહેલા તીર્થકરનું શાસન (૨૫૦) બસોપચાશ વર્ષ સુધીનું માનવાળું હોઈ, ત્યાં છેદોપસ્થાપનીય સંયતનો ભાવ હોવાથી જાન્યથી બસોપચાશ (૨૫૦) વર્ષ સુધીનું માન છે. ૦ “પંચશલ્લક્ષ' ઇતિ=અવસર્પિણીમાં પહેલા તીર્થંકરનું શાસન પચાશ લાખ ક્રોડ સાગરોપમનું માનવાળું હોઈ, ત્યાં છેદોપસ્થાપનીય સંયતનો સદ્ભાવ હોવાથી ઉત્કૃષ્ટથી પચાશ લાખ ક્રોડ સાગરોપમનું માન છે. ૦ “જઘન્યનકિંચિદૂન' ઇતિ–ઉત્સર્પિણીમાં પહેલા તીર્થંકરની સમીપમાં કોઈ એક સો (૧૦૦) વર્ષના આયુષ્યવાળાએ પરિહારવિશુદ્ધિક સંયમ ગ્રહણ કરેલ છે. તેના જીવનના અંતે તેની પાસે બીજા એક સો (૧૦૦) વર્ષના આયુષ્યવાળાએ તે જ સંયમ ગ્રહણ કરેલ અને ત્યારબાદ પરિહારવિશુદ્ધિક સંયમની પ્રતિપત્તિ-સ્વીકાર નથી, કેમ કે-તીર્થકરની પાસે કે તીર્થંકર પાસેથી ગ્રહણ કરેલ પરિહારવિશુદ્ધિક સંયતની પાસે જ તે સંયમ ગ્રહણ કરી શકાય છે. વળી તેથી બસો (૧૦૦) વર્ષો થયાં. ત્યાં પણ ઓગણત્રીશ (૨૯) વર્ષો ગયા બાદ જ આ ચારિત્રનો સ્વીકાર હોવાથી, બન્નેને ભેગા કરવાથી અઠ્ઠાવન (૫૮) વર્ષો થયાં એથી તે અઠ્ઠાવન (૫૮) વર્ષગૂન બસો (૧૦૦) વર્ષોના કાળ સુધી જઘન્યથી પરિહારવિશુદ્ધિકો હોય છે, એમ ભાવ છે. ૦ “કિંચિદૂન' ઇતિ=અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકરની પાસે ક્રોડપૂર્વ વર્ષોના આયુષ્યવાળો કોઈ એક પરિહારવિશુદ્ધિકપણાને પામેલો અને તેની પાસે તે જીવનના અંતે તેવો જ અન્ય તે પરિહારવિશુદ્ધકપણાનો સ્વીકારેલ હોઈ, પછીથી તે પરિહારવિશુદ્ધિકપણાનો અભાવ હોવાથી બે પૂર્વક્રોડ વર્ષો થયાં. બે એકોત્રીશ (૨૯)ને ન્યૂયન કરતાં તથા કંઈક ન્યૂન બે પૂર્વકોડવર્ણ કાળ સુધી ઉત્કૃષ્ટથી પરિહારવિશુદ્ધિકો હોય છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy