SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ५१४ तत्त्वन्यायविभाकरे છેદોપસ્થાપનીય સંયતભાવાર્થ - છેદોપસ્થાપનીય સંયત પહેલાના ત્રણ ચારિત્રની અપેક્ષાએ સામાયિકની માફક હોય છે, છેલ્લા બે ચારિત્રની અપેક્ષાએ પણ તે પ્રમાણે જ છે. એ પ્રમાણે જ પરિહારવિશુદ્ધિક સંયત પણ જાણવો. સૂક્ષ્મસંપરાય સંયત પહેલાના ત્રણની અપેક્ષાએ અનંતગુણા અધિક જ છે. બીજા સૂક્ષ્મપરાય સંયતની અપેક્ષાએ તુલ્ય-સમાન, અનંતગુણા હીન-અધિક પણ હોય છે. યથાખ્યાત સંયતની અપેક્ષાએ અનંતગુણા હીન હોય છે. યથાખ્યાત સંયત તો વિજાતીય સંયતની અપેક્ષાએ તો તુલ્ય-સમાન જ સમજવા. ઇતિ. વિવેચન - ત્રણ ચારિત્રની અપેક્ષાએ=સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિક રૂપ સજાતીયવિજાતીય સંયતની અપેક્ષાએ. સામાયિક વતુ ઇતિસામાયિકની માફક હીનપણું-અધિકપણું-સમાનપણું હોય છે. હીનઅધિકપણામાં તો ષટ્ (છ) સ્થાન પતિતપણું હોય છે, એમ ભાવ સમજવો. અન્યયાપેક્ષયાપિ તદૈવ ઇતિ=સૂક્ષ્મસંપાયથાગોતરૂપ વિજાતીય સંયતની અપેક્ષાએ અનંતગુણાહીને ચારિત્રપર્યાયવાળો છે, એમ સમજવું. ૦ પરિહારવિશુદ્ધિક પણ સામાયિકના સરખો જ છે. માટે કહે છે કે-“એવમેવ’ ઇતિ. “અનંતગુણાધિક એવ' ઇતિસામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિકોમાં તથાવિધ વિશુદ્ધ પર્યાયનો અભાવ હોવાથી આ સૂક્ષ્મસં૫રાય સંયત અનંતગુણો અધિક જ છે, હીન નથી કે સમાન નથી, એવો ભાવ છે. ૦ બીજા સજાતીય સંયતની અપેક્ષાએ તો હીનતા-અધિકતા-સમાનતા હોય છે જ. માટે કહે છે કેસૂક્ષ્મ ઇતિ. સૂક્ષ્મસંપરાય યથાખ્યાતની અપેક્ષાએ અનંતગુણા હીન જ છે. અથવા તુલ્યતામાં આ સૂક્ષ્મસંપરાય પણ યથાખ્યાત જ થાય છે, એટલો ભાવ જાણવો. ૦ યથાખ્યાત પણ વિજાતીય સંયતની અપેક્ષાએ અધિક જ છે. જો એમ માનવામાં ન આવે, તો (અન્યથા) સ્વરૂપની હાનિની આપત્તિ આવી જાય છે. ૦ બીજા સજાતીયની અપેક્ષાએ સમાન જ છે, કેમ કે-પરસ્પર તરતમતાનો અભાવ છે. ૦ અલ્પબદુત્વની વિચારણામાં તો સામાયિક-છેદોપસ્થાપનીયના જઘન્ય ચારિત્રપર્યાયો પરસ્પર સમાન અને સર્વથી થોડા છે. ૦ પરિહારવિશુદ્ધિક સંયતના જઘન્ય ચારિત્રપર્યાયો અનંતગુણા છે. તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાયો અનંતગુણા છે. ૦ આ સામાયિક-છેદોપસ્થાપનીય રૂપ બંનેના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાયો તુલ્ય છે, પરિહાર કરતાં અનંતગુણા છે. સૂક્ષ્મસંપાયના જઘન્ય ચારિત્રપર્યાયો અનંતગુણા છે અને તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાયો અનંતગુણો છે. યથાખ્યાત સંયતના જઘન્ય નહિ અને ઉત્કૃષ્ટ નહિ, એવા ચારિત્રપર્યાયો અનંતગુણા છે. ઇતિ.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy