SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ५०६ तत्त्वन्यायविभाकरे परस्परमुपर्युपरि भवन्ति परन्तु मध्ये सर्वार्थसिद्धविमानं परितश्चत्वारीति । उभय इति ग्रैवेयका अनुत्तराश्चेत्यर्थः । कल्पातीतानामिति, इन्द्रादिदशतया कल्पनाविरहिणामित्यर्थः, तेषां सर्वेषामपि अहमिन्द्रत्वादिति भावः । तथा च षड्विंशतिर्वैमानिका विज्ञेयाः ॥ દેવલોકો કેટલા અને કયા કયા છે? અથવા ભવનપતિઓ કેટલા અને કયા કયા? આ પ્રમાણેની પ્રસંગથી ઉગેલી આશંકામાં ઉપર કહેવાતા દેવલોકને અહીં સંક્ષેપથી કહે છે ભાવાર્થ - સૌધર્મ-ઐશાન-સનકુમાર-મહેન્દ્ર-બ્રહ્મ-લાન્તક-મહાશુક્ર-સહસાર-આનત-પ્રાણત-આરણઅશ્રુતના ભેદથી બાર (૧૨) પ્રકારના કલ્પોપપત્રદેવોના દેવલોકો છે. તેના ઉપર સુદર્શન-સુપ્રતિબદ્ધમનોરમ-સર્વભદ્ર-વિશાલ-સુમનસ-સૌમનસ-પ્રીતિકર આદિત્યના ભેદથી નવ (૯) રૈવેયકો છે. તેના ઉપર વિજય-વૈજયન્ત-જયન્ત-અપરાજિત-સર્વાર્થસિદ્ધના ભેદથી પાંચ (૫) અનુત્તરો છે. રૈવેયકો અને અનુત્તરલોકો કલ્પાતીત છે. વિવેચન - ખરેખર, દેવો સામાન્યથી વિમાનવાસી-જયોતિષી-બંતર-ભવનપતિના ભેદથી ચાર પ્રકારના છે. ૦ વિમાનવાસી દેવો પણ કલ્પોપપન્ન અને કલ્પાતીતના ભેદથી બે પ્રકારના છે. આવા પ્રકારના દેવોના નિવાસને યોગ્ય સ્થાન “દેવલોક' કહેવાય છે. ૦ જ્યોતિષ્ક દેવલોકના ઉપરના પ્રસ્તારથી અસંખ્યાત જોજન=પ્રમાણ માર્ગ ઉપર ચડ્યા બાદ, મેરૂપર્વતથી ઉપલક્ષિત (સૂચિત) દક્ષિણરૂપ અર્ધભાગમાં પૂર્વમાં વ્યવસ્થિત, પૂર્વદિશા અને પશ્ચિમદિશામાં લાંબો, ઉત્તરદિશા અને દક્ષિણદિશામાં વિસ્તર્ણ (પહોળો), અર્ધચંદ્ર સરખી આકૃતિવાળો, દેદીપ્યમાન, પરિપ(પરિધિ)ની અપેક્ષાએ આયામ, વિખંભથી અસંખ્યાત જોજન કોડાકોડીરૂપ, લોકના અંત સુધી વિસ્તારવાળો, સઘળા રત્નમય, અશોક-સપ્તપર્ણ-ચંપક-આમ્ર-સૌધર્માવલંસકથી ઉપશોભિત, શક્રના આવાસરૂપ, સૌધર્મકલ્પ (દવલોક) છે અને તેના ઉપર ઉત્તરમાં વ્યવસ્થિત, થોડા ઉપરના અગ્રભાગ દ્વારા ખૂબ ઉંચો, મધ્યમાં વ્યવસ્થિત, અંકસ્ફટિક-રજત-જાતરૂપ (સુવર્ણ) ઐશાન-અવતંકથી વિભૂષિત ઐશાનકલ્પ (દેવલોક) છે. ૦ સૌધર્મદેવલોક ઉપર ઘણા જોજનોને ઉલ્લંઘી સૌધર્મકલ્પ(દેવલોક)ની માફક સનકુમારદેવલોક છે. ૦ આ સનકુમારદેવલોક ઉપર મહેન્દ્રદેવલોક ઐશાનદેવલોકના જેવો છે. સનકુમાર મહેન્દ્રકલ્પ ઉપર ઘણા જોજનોના ઉલ્લંઘન બાદ મધ્યવર્તી સકલ (પૂર્ણ) ચંદ્રના જેવી આકૃત્તિવાળો બ્રહ્મકલ્પ દિવલોક) છે. ૦ આ પ્રમાણે ઉપરાઉપરી લાંતક-મહાશુક્ર-સહસારરૂપ ત્રણ કલ્પો (દેવલોક) છે. ૦ તેના ઉપર ઘણા જોજનોના અતિક્રમણ બાદ સૌધર્મ-ઐશાનરૂપ બે કલ્પો જેવા આનત અને પ્રાણત નામના બે કલ્પો(દેવલોકો) છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy