SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - १, प्रथम किरणे આ પ્રમાણે અન્યયોગવ્યવચ્છેદ (સમ્યફ શ્રદ્ધા આદિ રૂપ વિશેષ્યથી ભિન્નમાં ઉપાયત્વ રૂપ વિશેષણ યોગસંબંધનો વ્યવચ્છેદ)નો લાભ અને વિધેયની સાથે એવકારના સંબંધમાં “સમ્યફ શ્રદ્ધા આદિ મુક્તિના ઉપાયો જ છે.' આ પ્રમાણે અયોગવ્યવચ્છેદ (સમ્યફ શ્રદ્ધા આદિ ઉદ્દેશ્યમાં મુક્તિના ઉપાયત્વ રૂપ વિધેયતાવચ્છેદક વિશેષણનો અયોગસંબંધના અભાવનો વ્યવચ્છેદ)નો લાભ થાય છે. સભ્ય શ્રદ્ધા વળી શ્રદ્ધા આદિમાં સમ્યક્ત્વ એટલે શ્રી જિનેન્દ્રપ્રણીત સમસ્ત દ્રવ્યપર્યાય વિષયક અપાયઆત્મક પરિચ્છેદ સમજવું. તે સમ્યકત્વ નિસર્ગ શ્રદ્ધામાં અને અધિગમ શ્રદ્ધામાં વર્તમાન જ છે. પ્રથમ નિસર્ગ શ્રદ્ધામાં ક્ષયોપશમ આદિ અંતરંગ નિમિત્ત ભિન્ન બીજા તીર્થકર આદિના ઉપદેશ, દાન આદિ રૂપ બાહ્ય નિમિત્તોની અપેક્ષાનો અભાવ છે. બીજા અધિગમ શ્રદ્ધામાં ઉપશમ આદિ અંતરંગ નિમિત્ત ભિન્ન તીર્થંકર આદિના ઉપદેશ, દાન આદિ બાહ્ય નિમિત્તોની અપેક્ષા છે. આવો ભેદ સમજવો. શ્રદ્ધા શ્રદ્ધા એટલે આસ્થા રૂપ (મતિજ્ઞાનના અપાયાંશ રૂપ રૂચિ રૂ૫) દષ્ટિ, (દર્શન) તે સમસ્ત શ્રોત્ર આદિ પાંચ ઇન્દ્રિયો અને અનિન્દ્રિય-મનોવિજ્ઞાન વિષયભૂત અર્થોની ઉપલબ્ધિ-પ્રાપ્તિ અને તે સમ્યગુ રૂપ એટલે અવ્યભિચારિણી. (વ્યભિચારિણી દષ્ટિ એટલે એક નયમતનું અવલંબન કરનારી.) જેમ કે- સામાન્ય જ છે, વિશેષો નથી અથવા વિશેષ માત્ર છે, સામાન્ય નથી, વગેરે રૂપ તે બીજા નયથી ખંડન કરાય છે. અસત્ય હોવાથી વ્યભિચારિણી કહેવાય છે. ન વ્યભિચારિણી'- અવ્યભિચારિણી, જે સર્વ નયવાદોને સંપૂર્ણપણે ગ્રહણ કરી પ્રવૃત્ત દષ્ટિ, જેમ કેદ્રવાસ્તિક નયની અપેક્ષાએ કથંચિત્ સામાન્ય, સત્ય છે. વિશેષો, પર્યાય અવલંબન માત્ર સત્યવાળા છે, ઇત્યાદિ વિસ્તારથી અવ્યભિચારિણી કહેવાય છે. અતએવ શ્રી જિનેન્દ્રપ્રણીત-સર્વનયપ્રમાણિત આ વસ્તુ તત્ત્વ-પરમાર્થ રૂપ છે અને બીજું કાંઈ પરમાર્થ નથી, આવી દષ્ટિએ સમ્યફ શ્રદ્ધા સમજવી. સમ્યક સંવિત નય અને પ્રમાણના વિકલ્પ-વિચારજન્ય જીવ આદિ પદાર્થોનું યથાર્થ જ્ઞાન તથા શ્રી જિનવચનની સાથે સંવાદી અતએ જ્ઞાન આવરણ કર્મક્ષય-ક્ષયોપશમજન્ય અવિસંવાદી જ્ઞાન “સમ્યફ સંવિત્' કહેવાય છે. સમ્યક્ ચરણ આઠ પ્રકારના કર્મક્ષય પ્રત્યે ઉદ્યમશીલ જ્ઞાનવાન આત્માનું, ચારિત્રમોહનીય કર્મના ક્ષયલયોપશમજન્ય, અસતથી નિવૃત્તિ અને સમાં પ્રવૃત્તિ રૂપ લક્ષણવાળું સામાયિક આદિ પાંચ ભેદવાળું, મૂલગુણ અને ઉત્તરગુણ રૂપ ભેદ-પ્રભેદવાળું ચારિત્ર “સમ્યફ ચરણ' કહેવાય છે. સમ્યમ્ વિશેષણપદની સાર્થકતા જો આ સમ્ય વિશેષણપદ મૂકવામાં ન આવે, તો જે આત્માને મિથ્યાદર્શન રૂપ મિથ્યાત્વમોહનીય કર્મના પુગલનો ઉદય છે, તે આત્માના શ્રદ્ધા-સંવિચરણ, એ ત્રણ મિથ્યા થતા હોઈ મુક્તિ પ્રત્યે અસાધક
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy