SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૧૪, સક્ષમ: નિ: ४८९ स्यातामिति परेणान्वयः । कल्पातीत एवेति । न जिनकल्पे न वा स्थविरकल्पे स्यातां, जिनकल्पस्थविरकल्पधर्माणामभावादिति भावः ॥ (૪) કલ્પદ્વાર ભાવાર્થ - સામાયિક-સૂક્ષ્મસં૫રાય-યથાખ્યાત સંયતો સ્થિતકલ્પમાં અને અસ્થિતકલ્પમાં છે, છેદોપસ્થાપનીય સંયત સ્થિતકલ્પમાં જ હોય. પરિહારવિશુદ્ધિક સંયત પણ સ્થિતકલ્પવર્તી જ છે. અસ્થિતકલ્પ મધ્યમ તીર્થંકરોના તીર્થોમાં અને વિદેહક્ષેત્રમાં છે. અથવા સામાયિક સંયત જિનકલ્પસ્થવિરકલ્પ-કલ્પાતીતોમાં હોય છે. છેદોપસ્થાપનીય સંયત અને પરિહારવિશુદ્ધિક સંયત કલ્પાતીતમાં નથી. સૂક્ષ્મસં૫રાય સંયત અને યથાખ્યાત સંયત તો કલ્પાતીતમાં જ હોય છે. - વિવેચન – કલ્પ એટલે સાધુ સંબંધી દશ પ્રકારનો વિશિષ્ટ આચાર. અને તે કલ્પ નિરંતર પહેલા અને છેલ્લા જિનેશ્વરના સાધુઓથી અવશ્ય આચરાય છે. એથી સતત આચરાતો હોઈ તે કલ્પ ‘સ્થિતકલ્પ' કહેવાય છે. સાધુઓના દશ (૧૦) આચારો પૈકી પહેલાના ચાર (૪) આચારો નિયમ (નિયમા) મધ્યમ જિનેશ્વરના સાધુઓથી આચરાય છે. બીજા છ(૬) આચારો નિયત નહિ આચરાતા હોવાથી ‘અસ્થિત કલ્પ’ કહેવાય છે. [કાળના સ્વભાવથી સાધુઓ ત્રણ પ્રકારની પ્રકૃતિવાળા થાય છે. ત્યાં પ્રથમ સાધુઓ ‘ઋજુજડ,’ છેલ્લા સાધુઓ ‘વક્ર-જડ’ અને મધ્યમ સાધુઓ ‘ઋજુ-પ્રાજ્ઞ’ હોય છે. ત્યાં ઋજુ અને જડસ્વભાવીઓ, જેટલું ચોખ્ખા શબ્દથી વારણ કરાય છે તેટલું જ માત્ર છોડે છે, પરંતુ સામર્થ્ય (અર્થાપત્તિ)થી પ્રાપ્ત જાણીને છોડી શકતા નથી. તેઓને દશ પ્રકારનો આચાર-કલ્પ કહેલો છે. છેલ્લા સાધુઓ વક્રપણાના કારણે કાંઈ પણ અકર્ત્તવ્ય આચરવા છતાં કહેતા નથી અને આલોચના લેતા નથી. તેઓને પણ દશ પ્રકારનો આચાર-કલ્પ જણાવેલો છે. તથા પ્રકારની સામગ્રીની હયાતિમાં જ આ સાધુઓ તેવી રીતે પ્રવર્તે છે, સ્વતઃ નહિ. તેવી રીતે ચારિત્રને હણતા નથી. મધ્યમ સાધુઓ તો ગુપ્તમાં પણ જે આચરેલું છે, તેની અવશ્ય આલોચના (પ્રાયશ્ચિત) લે છે અને તે જાતિના (સમાન) અર્થો-પદાર્થોને વિચારીને છોડે છે, તેથી તેઓના ચાર આચારોમાં જ નિયમ કરેલો છે.] ૦ સામાયિક સંયત, સૂક્ષ્મસંપરાય સંયત અને યથાખ્યાત સંયત ચોવીશ (૨૪) તીર્થંકરોના તીર્થમાં હોવાથી આ સા૰ આદિ ત્રણ સંયતો, સ્થિતકલ્પમાં અને અસ્થિતક્લપમાં હોય છે, એવો ભાવ સમજવો. ૦ છેદોપસ્થાપનીય સંયત અને પરિહારવિશુદ્ધિક સંયત મહાવિદેહક્ષેત્રમાં અને મધ્યમ તીર્થંકરોના તીર્થોમાં નહિ હોવાથી ત્યાં અસ્થિતકલ્પ જ હોવાથી સ્થિતકલ્પમાં જ છે. ૫૦ સં૰ પણ આવો જ એટલે સ્થિતકલ્પવૃત્તિ જ છે, એમ સમજવું. ૦ કલ્પ, જિનકલ્પ અને સ્થવિરકલ્પના રૂપે બે પ્રકારનો છે. કલ્પાતીત એટલે જિનકલ્પ અને સ્થવિરકલ્પથી ભિન્ન-બીજો જુદો ભેદ છે, એમ અર્થ છે. અર્થાત્ છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક, એ કલ્પાતીતમાં નથી હોતા, જ્યારે સૂ॰ સં૰ અને ૫૦ સં -એ બંને ‘કલ્પાતીતમાં જ હોય છે. અર્થાત્ જિનકલ્પમાં અથવા વિકલ્પમાં નથી હોતા, કેમ કેસૂક્ષ્મસં૫રાય સંયતમાં અને યથાખ્યાત સંયતમાં જિનકલ્પ અને સ્થવિરકલ્પના ધર્મોનો અભાવ છે, એમ જાણવું.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy