________________
सूत्र - १, प्रथम किरणे
स्वभावरूपत्वेन स्थानत्वाभावात्सम्यग्दर्शनादीनां तं प्रति मार्गत्वेन रूपणाऽसम्भवात् । अत एव च भाष्यटीकाकृद्भिः कर्मक्षयलक्षणमोक्षपदार्थमुक्त्वाप्यथवेति कल्पान्तरावलम्बनेनेषत्प्राग्भागधरणी मोक्षशब्देनाभिधातुमिष्टेत्युक्तमिति दिक् ।।
ઉપોદઘાત આ ‘તત્ત્વન્યાયવિભાકર' નામક ગ્રંથમાં તત્ત્વો અને તત્સાધક ન્યાયો તેના સ્વરૂપજ્ઞાન માટે નિરૂપણ કરાય છે, એ તો બરાબર છે. પરંતુ તે તત્ત્વન્યાય રૂપ વિષયનું જ્ઞાન, શું વૈષયિક સુખને માટે છે કે નિર્વાણપ્રાપ્તિ દ્વારા પ્રાપ્ત આત્માના શાશ્વત સુખ માટે છે? આવી આશંકાની ઉપસ્થિતિમાં કહે છે કે
સકલ પુરુષાર્થોમાં મોક્ષપુરુષાર્થનું પ્રધાનપણું હોવાથી, મોક્ષપુરુષાર્થ માટે કરેલ પ્રયત્ન જ વસ્તુતઃ સફલ હોવાથી, તે મોક્ષપ્રાપ્તિ જ આ ગ્રંથ નિરૂપિત તત્ત્વન્યાય વિષયક જ્ઞાન દ્વારા પરમ ફળ છે.
તે મોક્ષપ્રાપ્તિના ઉપાયનો ઉપદેશ જ વાસ્તવિક હિતોપદેશ હોઈ, ઉપદેશ રૂપ આ ‘તત્ત્વન્યાયવિભાકર' નામક ગ્રંથમાં પહેલાં તે મુક્તિનો ઉપાય જ કહેવો જોઈએ ! આ વસ્તુ મનમાં ધારણ કરી તત્ત્વન્યાયવિભાકરકાર પ્રથમ સૂત્ર રચે છે.
ભાવાર્થ- “સમ્યફ શ્રદ્ધા, સમ્યફ સંવિદ્ અને સમ્યફ ચરણ-એ મુક્તિના ઉપાયો છે.”
વિવેચન- શ્રદ્ધા, સંવિદ્ અને ચરણ- આ પ્રમાણે દ્વન્દ સમાસ પછી સમ્યગુ નામના પદની સાથે કર્મધારય સમાસ થાય છે.
ધન્ડની આદિમાં અને અંતમાં રહેલા પદનો દરેક દની સાથે સંબંધ હોવાથી સમ્યક્ શ્રદ્ધા, સમ્યફ સંવિદ્ અને સમ્યફ ચરણનો લાભ થાય છે.
મુત્યુપાયા: ' અહીં “મુક્તિના ઉપાયો'- આ પ્રમાણે વિગ્રહ કરી ષતસમાસ છે. “ઉપાયા અહીં ઉપાય શબ્દ નિયત પુંલિંગ છે, માટે ઉપાયાની' એમ નહિ બને. અર્થાત્ સમ્યફ શ્રદ્ધા, સમ્યફ સંવિદ્ અને સમ્યફ ચરણ- આ ત્રણ મુક્તિના ઉપાયો છે, કેમ કે- મોક્ષના ઉપાયને ઉદેશીને સમ્યફ શ્રદ્ધા વગેરે ત્રણ આરાધાય છે.
શંકા-પૂર્વપક્ષ-પુરુષાર્થોમાં મોક્ષ જ મુખ્ય છે, તો પહેલાં મોક્ષ જ દર્શાવવો જોઈએ. એના બદલે મોક્ષનો ઉપાય પહેલાં કેમ દર્શાવ્યો?
સમાધાન- બંધુ, ઉપાયના ઉપદેશ સિવાય મોક્ષ રૂપ સાધ્યનો ઉપદેશ ભૂતકાળમાં થયેલ પદાર્થની જેમ વ્યર્થ છે. બીજી વાત એવી છે કે-પ્રેક્ષાપૂર્વકારીઓ પહેલાં કારણને પકડે છે, કેમ કે- કાર્યોની ઉત્પત્તિ કારણને આધીન છે.)
વળી વિષયો અને વિષયવર્ધક ઋદ્ધિ-સિદ્ધિના સંયોગથી પેદા થયેલ વૈષયિક સુખ, પાછળથી દુ:ખ આપનાર હોઈ અને ક્ષણવાર દુઃખના પ્રતિકાર માત્ર હોઈ, વૈષયિક સુખથી ઉગ થવાથી વૈષયિક સુખના હેતુઓનો પરિહાર કરવાની ઇચ્છાવાળા પ્રત્યે અને અખંડ આનંદના કારણોની ઇચ્છાવાળા મુમુક્ષુ જન પ્રત્યે મુક્તિના ઉપાયનો ઉપદેશ યુક્તિયુક્ત છે.