SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ तत्त्वन्यायविभाकरे ૦ વળી તે ચારિત્ર સંયતાસંયત દેશવિરતિથી માંડી સૂક્ષ્મસંપરાય પર્યંતના ગુણસ્થાનોમાં પ્રકર્ષઅપકર્ષના યોગવાળું, વીતરાગોમાં પરમ ઉત્કૃષ્ટ ચારિત્ર જાણવું. લક્ષણ - આઠ કર્મોની શૂન્યતામાં પ્રયોજકપણું હોય છતે અનુષ્ઠાનપણું ચારિત્રનું લક્ષણ છે. પદકૃત્ય - અસદું અનુષ્ઠાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સતિ' સુધીનું પદ છે. ગુપ્તિ આદિ વિશિષ્ટ આત્મધર્મોમાં અતિવ્યાપ્તિવારણ માટે “અનુષ્ઠાનપણું રૂપ વિશેષ્ય પદ છે. ગુપ્તિ આદિ આત્મધર્મો પ્રકૃષ્ટ ચારિત્ર પ્રત્યે અનુકૂળ (જનક) છે. એથી જ આઠ કર્મોની શૂન્યતામાં ઉપચારથી (વ્યવહિત) હેતુઓ છે. જો કે ક્રિયારૂપ સમિતિ વગેરે કર્મની શૂન્યતામાં પ્રયોજક છે, તો પણ તે સમિતિ આદિ ચારિત્રની અપેક્ષાવાળા કિંચિત્ જ (થોડા જ) કર્મનો નાશ કરે છે, સઘળાં કર્મોનો વિરહ (અભાવ) નાશ કરતા નથી. ચારિત્ર તો આઠ પ્રકારના પણ કર્મોના અભાવમાં પ્રયોજકરૂપ યોગ્યતાવાળું છે. આવી રીતે કોઈપણ જાતનો દોષ નથી. હવે જે પરીષહનયોગ્ય સુધા આદિથી ક્ષોભ નહિ પામેલ જ્ઞાનીઓ નવા કર્મો બાંધતાં નથી (ભેગાં કરતાં નથી) અને પૂર્વે બાંધેલ સંચિત કર્મોની નિર્જરા કરે છે. તેથી કર્મની નિર્જરા માટે પ્રસિદ્ધ (અર્પિત) સામર્થ્યવાળું ચારિત્ર, ચારિત્રમોહનીયનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમરૂપ આત્માની વિશુદ્ધિની લબ્ધિ (પ્રાપ્તિ) રૂપ સામાન્યની અપેક્ષાએ (૧) એક (એકરૂપ ચારિત્ર) કહેવાય છે. ૦ પ્રાણીની પીડાનો પરિવાર અને ઇન્દ્રિય (વિષય)ના અભિમાનની નિગ્રહશક્તિના ભેદથી (૨) બે પ્રકારનું છે. ૦ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ, મધ્યમ વિશુદ્ધિ અને જઘન્ય વિશુદ્ધિના ભેદથી ત્રણ પ્રકારનું છે. ૦ વિકલ (લાયોપથમિક) જ્ઞાનવિષયક સરાગ, વિકલ જ્ઞાનવિષયક વીતરાગ, સકળ (ક્ષાયિક) જ્ઞાનવિષયક સયોગી અને સકળ જ્ઞાનવિષયક અયોગીના ભેદથી ચાર પ્રકારનું છે. ૦ સામાયિક આદિના ભેદથી પાંચ પ્રકારનું પણ ત્યાં સ્પષ્ટ અવબોધ માટે પાંચ પ્રકારનો વિભાગ કરે છે. अथ सामायिकं लक्षयति - छेदोपस्थापनादिचतुष्टयभिन्ना सर्वसावद्ययोगविरतिः सामायिकम् । तद्विविधम् । इत्वरकालं यावज्जीवकालञ्चेति । भाविव्यपदेशयोग्यं स्वल्पकालं चारित्रमित्वरकालं । प्रथमान्तिमतीर्थकरतीर्थयोरेवैतत् । भाविव्यपदेशाभावेन यावज्जीवं संयमो यावज्जीवकालम् । इदञ्च मध्यमद्वाविंशति तीर्थकरतीर्थान्तर्गतसाधूनां विदेहक्षेत्रवर्तिनाञ्च । ४२ । छेदोपस्थापनादीति । छेदोपस्थापनादिचतुष्टयभिन्नत्वे सति सर्वसावद्ययोगविरतित्वं लक्षणम् । छेदोपस्थापनादिवारणाय सत्यन्तम् । यतिधर्मान्तर्गतसंयमस्तु सप्तदशविधश्चारित्रापेक्ष इति भेदः, अवयं गर्हितं पापं, सहावद्येन वर्तत इति सावद्यो योगः कारिकादिव्यापारः, सर्वेभ्यः सावद्ययोगेभ्यो विरमणं, रागद्वेषविरहितः समः तस्य-आयो गमनं, सर्वक्रियोप
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy