SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ४६४ तत्त्वन्यायविभाकरे લક્ષણ - પ્રતિકૂળ સંથારો-વસતિના સેવનથી જન્ય ઉગરહિતપણું ‘શવ્યાપરીષહ'નું લક્ષણ છે. પદકૃત્ય - નિષદ્યાપરીષહમાં અતિવ્યાપ્તિના વારણ માટે જન્ય સુધીનું પદ છે. નિષઘાપરીષહ તો ઉપસર્ગજન્ય ઉગના રહિતપણારૂપ છે. આ શવ્યાપરીષહના તો ઉંચા-નીચા અનેક પ્રકારના ધૂળના ઢગના પ્રચુરતાજન્ય ઉગના રહિતપણારૂપ છે. એમ આ બંનેમાં ભેદ સમજવો. - ૦ વેદનીયના ઉદયથી અન્ય કોઈ શય્યા સઘળા ગુણસ્થાનોમાં સંભવિત છે. ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી શય્યાનો જય થાય છે. હવે આક્રોશપરીષહને કહે છેઆક્રોશ-અનિષ્ટવચન, તેનો પરીષહ ચારેય બાજુથી સહન કરવો, તે “આક્રોશપરીષહ.” પોતાના વિશે સકારણ કે નિષ્કારણ કોપાયમાન જન હોય છતે, જો કારણસર (સાચું છે તો) કોપ કરે છે, તો તેઓ મને શિખામણ આપે છે કે-ગુસ્સે થયા વગર ફરીથી મારે આ કાર્ય ન કરવું જોઈએ. જો નિષ્કારણ કોપ કરે છે, તો તો બિલકુલ ક્રોધ જ મારે ન કરવો જોઈએ, કેમ કે-અસત્ય છે. જો આ પ્રમાણેની ભાવના-ચિંતનદ્વારા સમતાનું આલંબન થાય, તો તેને આક્રોશ ઉપરનો જય થયો જ એમ સમજવું. લક્ષણ - હેતુના સત્ત્વ કે અસથી ક્રોધ કરનાર ઉપર સમતાનું ગ્રહણપણું લક્ષણ છે. આ આક્રોશ ચારિત્રમોહનીયના ઉદયથી જન્ય હોઈ, નવમા ગુણસ્થાનક સુધી સંભવિત હોઈ, તેનો જય ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જન્ય છે. હવે વધપરીષહનું લક્ષણ કહે છેદુષ્ટ આત્માઓ પર એટલે ચોર-મ્લેચ્છ-કર્કશ-પૂર્વના અપકારી શત્રુ-લિંગાન્તરવાળા-એડીથી-હાથથીલાતથી-ચાબૂક આદિથી, અષથી કરેલ તાડન-તર્જન-બંધન આકર્ષણ (ખેંચવું) આદિનું, જળતાં-બળતાં પણ સુગંધને આપનાર ચંદનની માફક, આ શરીરપુદ્ગલની એક બનાવટ છે, આત્માથી જુદું જ છે. વળી આત્મા નિત્ય હોવાથી નષ્ટ કરી શકાતો નથી, એથી મેં કરેલ કર્મનું ફળ આવેલું છે. આવી વિશિષ્ટ ભાવનાથી સારી રીતે સહન કરવું, એ “વધપરીષહ છે-એવો ભાવ સમજવો. લક્ષણ - પરજન્ય તાડન-તર્જન આદિનું સહનપણું લક્ષણ છે. વધ વેદનીયના ઉદયથી જન્ય છે, માટે સઘળા ગુણસ્થાનોમાં સંભવિત છે. તે વધનો જય ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જન્ય છે. याचनापरीषहमभिधत्ते - स्वधर्मदेहपालनार्थं चक्रवर्तिनोऽपि साधोर्याचनालज्जापरिहारो याचनापरीषहः । चारित्रमोहनीयक्षयोपशमजन्योऽयम् । याचितेऽपि वस्तुन्यप्राप्तौ विषादानवलम्बनमलाभपरीषहः । लाभान्तरायक्षयोपशमजन्योऽयम् । रोगोद्भवे सत्यपि सम्यक्सहनं પષદા રૂ૭.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy