SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૩, સપ્તમ: શિર : ४५३ જીવ-અજીવ એમ બંને, અનેક પુરુષો એક શિલા આદિથી પ્રેરક હોઈ જીવો અને એક અજીવ, ઘણા શિકારીઓ-બાણ આદિથી પ્રેરક હોઈ જીવ-અજીવો, ઘણા શિકારીઓ અને ઘણા બાણ આદિથી પ્રેરક હોઈ જીવો અને અજીવો નિમિત્ત છે.) ૦ સંગ્રહનયના-મતમાં એક જીવ અથવા એક અજીવ અહીં દ્વિવચન-બહુવચન નથી, કેમ કે-સંગ્રહનય સામાન્ય ગ્રાહી છે. ૦વ્યવહારનયમાં અજીવ જ નિમિત્ત છે, કેમ કે-પરીષદોમાં કર્મનું જ કારણ છે અને તે કર્મ સર્વ જનની પ્રતીતિમાં નિમિત્ત છે. ૦ બાકીના ઋજુસૂત્ર આદિ નયોના મતમાં જીવ જ કારણ છે, કેમ કે-પરીષહનના વિષયભૂત જ (પરિસહન કરનાર) પરીષહ હોવાથી અને સુધા આદિ જયરૂપ પરિષહણ ઉપયોગ આત્મક છે અને ઉપયોગ જીવનો સ્વભાવ છે. માટે જ પરીષહોમાં સુધા આદિ જયોમાં જીવદ્રવ્ય જ નિમિત્ત છે. અથવા સુધાદિ જયો ઉપયોગરૂપ-જીવસ્વભાવરૂપ, સુધા આદિ જ્યો જીવદ્રવ્ય છે. ગુણસમુદાયરૂપ જ દ્રવ્ય કહેવાય છે. ૦ તે તે લક્ષણના નિરૂપણના અવસરમાં કર્મની પ્રકૃતિઓ અને પુરુષો (અધિકારીઓ) કહેવાશે. ૦ એષણીય અને અષણીયના નહિ ગ્રહણ કરવાથી અથવા ગ્રહણ કર્યા બાદ નહિ ભોજન કરવાથી, નિંગમ સંગ્રહ વ્યવહારમતોના મતે સહન થાય છે, કેમ કે-સ્થૂલ દષ્ટિવાળા આ ત્રણ નયોના મતે અન્ન આદિનો પરિહાર જ ક્ષુધા આદિ રૂપે ઇષ્ટ માનેલ છે. બાકીના નયોના મતે તો અન્ન આદિ પરિહાર કરનાર નહિ ખાનારને તે પરીષહ સહન નથી માનેલ, પરંતુ પ્રાસુક (અચિત્ત) કથ્ય અન્ન આદિ લેનારને અને ખાનારને પણ પરીષહસહન માનેલ છે, કેમ કે-આ નવો ભાવની પ્રધાનતાના વાદીઓ છે. ૦ જે આશ્રી સુધા (ભૂખ) આદિ થાય છે, તે વસ્તુ જ પરીષહ છે, એમ નૈગમન માને છે. ૦ સુધા આદિથી થયેલ વેદના (પીડા) અને તે સુધા આદિ વેદનાનું ઉત્પાદક નિમિત, એ “પરીષહ' કહેવાય છે. એમ સંગ્રહ વ્યવહારનય માને છે. ૦ વેદનાને અપેક્ષીને જીવમાં “પરીષહ'-એમ ઋજુસૂત્રનું મંતવ્ય છે. ૦ પરીષહમાં ઉપયોગમય આત્મા જ “પરીષહ છે, એમ શબ્દ-સમભિરૂઢ-એવંભૂતનયો માને છે. ૦ એક જીવની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટથી આ પરીષહોની વર્તના (સ્થિતિ) આગળ કહેવાશે. ૦ નૈગમ સંગ્રહ વ્યવહારનયોના મતે વર્ષરૂપ કાળને અપેક્ષી પરીષહ થાય છે, કેમ કે-ઉત્પાદક નિમિત્તભૂત વસ્તુઓ પણ પરીષક તરીકે કહેવાય છે. ૦ ઋજુસૂત્રમતમાં અન્તર્મુહૂર્ત કાળપર્યત પરીષહ હોય છે, કેમ કે-અનુભવ-ઉપયોગ-આત્મવેદનાનું માન તેટલું જ છે. ૦ શબ્દ આદિ નયમતે એક સમય છે, કેમ કે-તે શબ્દાદિ નયના મતે ઉપયોગરૂપ પર્યાય સમયે સમયે જુદો જુદો હોય છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy