SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર - ૩૦, સનમઃ શિરા: ४४१ ૦ કેવલજ્ઞાનની ઉત્પત્તિ થયા બાદ જઘન્યથી અન્તર્મુહૂર્વકાળ સુધી ઉત્કૃષ્ટથી દેશોન-પૂર્વક્રોડ સુધી વિહાર કરી, અન્તર્મુહૂર્તનું જયારે આયુષ્ય બાકી રહ્યું હોય ત્યારે, શૈલેશીને પામવાની ઇચ્છાવાળા શુક્લધ્યાનવિશેષ (ત્રીજું શુક્લધ્યાન) ધ્યાન કરનારા સયોગીકેવલી, પહેલા બાદરકાયયોગના આશ્રય દ્વારા સ્થૂલ વચન અને મનના યોગને સૂક્ષ્મ કરે છે. ૦ ત્યારબાદ સૂક્ષ્મ વચન અને મનના આધારે બાદરકાયયોગને સૂક્ષ્મ બનાવે છે. ૦ ત્યારપછી સૂક્ષ્મ બાદરકાયયોગમાં રહીને સૂક્ષ્મ વચન અને મનનો વિચ્છેદ કરે છે. ૦ ત્યારબાદ ત્યાં જ રહેતો, શુક્લધ્યાનના ત્રીજી પાયારૂપ સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિવાળા શુક્લધ્યાનને આત્મસ્પંદનારૂપ સૂક્ષ્મક્રિયા મટીને હવે કદી પણ બાદરક્રિયા થવાની નથી. તે સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિક શુક્લધ્યાનને ધ્યાવતો સૂક્ષ્મકાયયોગને પોતાના આત્મા વડે જ રોકે છે, કેમ કે-આધાર (ટેકારૂપ) બીજા યોગાન્તરનો અભાવ છે. ૦ સૂક્ષ્મક્રિયાનિરોધ બાદ અપ્રતિપાતિ નહિ પાડનાર) સમુચ્છિન્ન (સર્વથા નિવૃત્ત) સૂક્ષ્મકાયયોગ રૂપ ક્રિયાવાળું ચોથા પાયા રૂપ શુક્લધ્યાનને ધ્યાવતો --૩-78-તૃ આ પ્રમાણેના પ્રથમ દ્રાવિડ-તૈલંગ આદિ ભાષામાં એકાર ઓકારને હ્રસ્વ ગણે છે, માટે તેના વારણ માટે આદિમ-પ્રથમ એમ સમજવું.) હ્રસ્વ એવા પાંચ સ્વરોના ઉચ્ચારણના આધાર કાળમાનવાળા શૈલેશીકરણનો આરંભ કરે છે. ૦ યોગ-લેશ્યાના કલંકથી રહિત યથાખ્યાતચારિત્ર(સર્વ સંવર)ના સ્વામી-સંબંધી, જે ત્રીજા ભાગે ન્યૂન પોતાના શરીરની અવગાહનામાં ઉદર આદિના પોલાણ ભાગો-નાસિકા વગેરેના છિદ્રો પૂરાવાથી સંકુચિત (પોતાના આત્મપ્રદેશો ઘન થવાથી લઘુ) આત્મપ્રદેશવાળા આત્માની અત્યંત સ્થિર અવસ્થા શૈલેશી. તેમાં કરવું એટલે પૂર્વે રચેલ શૈલેશી સમયના સરખી ગુણશ્રેણિવાળા, વેદનીય-નામ-ગોત્રનામક ત્રણ અઘાતીકર્મનું અસંખ્યાતગુણી શ્રેણિથી શેષ આયુષ્યનું તો યથાસ્વરૂપે સ્થિત શ્રેણિથી નિર્જરવું, એ શૈલેશીકરણ. તે શૈલેશીકરણમાં પ્રવેશ કરનારો અયોગી કેવલી થાય છે. ૦ અહીં ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, અસ્થિર, અશુભ, શુભ વિહાયોગતિ, અશુભ વિહાયોગતિ, પ્રત્યેક સ્થિર, શુભ સમચતુરસ, ન્યગ્રોધપરિમંડલ, સાદિ, વામન, કુજ, હુંડ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તૈજસ-કાશ્મણ-શરીર, વજ8ષભનારાચસંઘયણ, દુસ્વર, સુસ્વર સાતા કે અસતાવેદનીય રૂપ (૩૦) ૩૦ પ્રકૃતિઓના ઉદયનો વ્યવચ્છેદ જાણવો. ૦આયોગી કેવલીભગવાનની મુક્તિના ઉપન્ય (છેલ્લાના પહેલા) સમયમાં (પ), શરીરનામકર્મ (૫), બંધનનામકર્મ (૫), સંઘાતનામકર્મ (૩), અંગોપાંગનામકર્મ (૬), સંસ્થાનનામકર્મ (૫), વર્ણનામકર્મ (૫), રસનામકર્મ (૬), સંઘયણનામકર્મ (૮), સ્પર્શનામકર્મ (૨), ગંધનામકર્મ (૧), નીચ ગોત્ર (૧), અનાદેયનામકર્મ (૧), દૌભગ્યનામકર્મ (૧), અગુરુલઘુનામકર્મ (૧), ઉપઘાતનામકર્મ (૧), પરાઘાતનામકર્મ (૧), નિર્માણનામકર્મ (૧), અપર્યાપ્ત નામકર્મ (૧), ઉચ્છવાસનામકર્મ (૧), અપયશનામકર્મ (૧), વિહાયોગતિનામકર્મ (૧), શુભનામકર્મ (૧), અશુભનામકર્મ (૧), સ્થિરનામકર્મ (૧), અસ્થિર નામકર્મ (૧), દેવગતિનામકર્મ (૧), દેવાનુપૂર્વીનામકર્મ (૧), પ્રત્યેક નામકર્મ (૧), સુસ્વરનામકર્મ (૧), દુઃસ્વરનામકર્મ (૧), સાતા કે અસાતવેદનીય રૂપ (૭૨) કર્મપ્રકૃતિઓ ક્ષયને પામે છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy