SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे [સમુદ્ધાતમાં સમ્ એકીભાવવાચી છે, પ્ પ્રાબલ્યવાચી છે અને ઘાત શબ્દ, ગતિ અને સંહારવાચી છે. આત્મપ્રદેશોને બહાર કાઢવા એ અર્થ ગતિપક્ષનો છે, જ્યારે કર્મપુદ્ગલોનો વિનાશ કરવો અને તેનું પિરેશાટન કરવું એ સંહારપક્ષનો છે.] તે સમુદ્દાત (૧) વેદના, (૨) કષાય, (૩) મરણ, (૪) વૈક્રિય, (૫) તૈજસ્ (૬) આહારક અને (૭) કેવલીના ભેદથી સાત પ્રકારે છે. ४३८ ૦ વેદના સમુદ્દાત આદિ (૬) છ સમુદ્ધાતો, અનુક્રમે અશાતાવેદનીયકર્મ, કષાય (ચારિત્રમોહનીયકર્મ), અન્તર્મુહૂર્ત અવશિષ્ટ આયુષ્યકર્મ વૈક્રિયશરીર-નામકર્મ, તૈજસ શરીરનામકર્મ અને આહારકશરીરનામકર્મના આશ્રયવાળા છે તથા દરેક અન્તર્મુહૂર્ત કાળવાળા છે. કેવલીસમુદ્દાત તો સાતઅસાતરૂપ વેદનીય, શુભ-અશુભનામકર્મ અને ઉચ્ચ-નીચ ગોત્રના આશ્રયવાળો છે તથા આઠ (૮) સમયના કાળવાળો છે. અધિકારી=આહારક, કેવલીસમુદ્દાત સિવાયની પાંચ (૫) સમુદ્દાત તો વાયુકાય સહિત એકેન્દ્રિય જીવોને હોય છે. આહારક-કેવલી-વૈક્રિય સિવાયની (૪) ચાર સમુદ્દાતો વિકલેન્દ્રિય જીવોને અને અસંશીપંચેન્દ્રિય જીવોને હોય છે. સઘળી સમુદ્ધાતો મનુષ્યોને હોય છે. નારકોને (૪), ભવનપતિ-વ્યંતરજ્યોતિષી, વૈમાનિકને (૫), પંચેન્દ્રિયતિર્યંચ પૈકી કેટલાકને તેજોલબ્ધિ હોવાથી પ્રાથમિક (૫) સમુદ્દાત હોય છે. ૦ અન્તર્મુહૂર્તપ્રમાણ શેષ આયુષ્યવાળા કેવલીભગવાન વેદવાયોગ્ય નામ-ગોત્ર-વેદનીયકર્મ અને આયુષ્યની સ્થિતિ, સમાન કરવા માટે પોતાના આત્મપ્રદેશો ઉર્ધ્વલોકાન્તથી અધોલોકાન્ત સુધી ફેલાવવા વડે પહેલા એક સમયમાં આત્મપ્રદેશોને દંડ આકાર સરખા (દીર્ઘ શ્રેણિવાળા) કરે છે; બીજા સમયમાં પૂર્વપશ્ચિમ દિશામાં આત્મપ્રદેશોને કપાટ-કમાડ સરખો આકાર રચે છે; કપાટ આકાર વિસ્તારેલા આત્મપ્રદેશોને પુનઃ ત્રીજા સમયમાં દક્ષિણથી ઉત્તરદિશા સુધી વિસ્તારી મંથાર આકાર રચે છે અને ચોથા સમયમાં મંથનના આંતરા પૂરવાથી ૧૪ રજ્જૂપ્રમાણ લોકને સંપૂર્ણ પૂરે છે. (અર્થાત્ લોકમાં સર્વત્ર કેવલીના આત્મપ્રદેશો વ્યાપ્ત થઈ જાય છે.) એ પ્રમાણે સમુદ્દાત કરનારા કેવલીભગવાન ચાર સમયે સંપૂર્ણ લોકવ્યાપ્ત થઈ જાય છે. પૂર્વકથિત પ્રકાર વડે કેવલીભગવાન પોતાના આત્મપ્રદેશોને વિસ્તારવાના પ્રયોગથી કર્મના અંશોને સમાન કરી તે સમુદ્દાતથી ઉલટા ક્રમે પાછા ફરે છે. અર્થાત્ ચાર સમયમાં સર્વલોક સંપૂર્ણ કરીને પાંચમા સમયે અંતરપૂર્તિથી નિવર્તે છે. (અર્થાત્ આ મંથનના આંતરામાં વિસ્તારેલા આત્મપ્રદેશોને સંહરી મંથાનસ્થ થાય છે.) છઠ્ઠા સમયમાં મંથાનથી નિવર્તે છે. (અર્થાત્ મંથાનપણે વિસ્તારેલા આત્મપ્રદેશોને સંહરી કપાટસ્થ થાય છે.) સાતમા સમયમાં કપાટ સંહરે છે અને તેથી દંડસ્થ થાય છે. ત્યારબાદ આઠમા સમયમાં દંડ સંહરીને સ્વભાવસ્થ (દેહસ્થ) થાય છે પરંતુ તે વખતે મન-વચનના યોગનો વ્યાપાર નથી હોતો. ૦ આ સમુદ્ધાતના પહેલા અને આઠમા સમયે મુનિ, ઔદારિક કાયયોગી હોય છે; બીજા-છઠ્ઠા-સાતમા સમયમાં ઔદારિક મિશ્રકાયયોગી હોય છે; ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં એક કાર્યણકાયયોગી હોય છે. એથી જ તે વખતે અનાહારક હોય છે. (ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં કેવલીભગવાન કર્મણયોગવાળા હોવાથી અનાહારકઔદારિક શરીરપ્રાયોગ્ય પુદ્ગલોનું ગ્રહણ નહિ કરનારા છે.) ૦ કેવલીભગવાન સમુદ્ધાતથી નિવર્ત્યા બાદ મન-વચન-કાયરૂપ ત્રણ યોગનો ઉપયોગ કરે છે અને ત્યારપછી ત્રણ યોગને રોકવા માટે ત્રીજું શુકલધ્યાન ધ્યાય છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy