SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ४१६ तत्त्वन्यायविभाकरे ૦ ઉત્કીરણ એટલે વન (ઘણા-સઘન) દલિકવાળાના અલ્પ દલિકો ઉતારવાં, તે જ વિલન કહેવાય છે. ૦ ત્યાર બાદ પ્રથમ સ્થિતિખંડ કરતાં વિશેષ હીનતર, પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા બીજા સ્થિતિખંડને અન્તર્મુહૂર્તના કાળમાં ઉવેલ છે - ક્ષયવિશેષ કરે છે. આ પ્રમાણે દરેક પૂર્વપૂર્ણ સ્થિતિની અપેક્ષાએ વિશેષ હીન, અન્તર્મુહૂર્તના કાળમાં ઉત્કીરાતા (ઉવેલાતા) પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા દરેક સ્થિતિખંડોને ઉવેલ છે – ક્ષય કરે છે. આ પ્રમાણેનો આવો ઉદ્દલના સંક્રમ જાણવો. ૦ વળી અનિવૃત્તિકરણને પામેલો ગુણસંક્રમથી સહિત ઉદ્ગલના સંક્રમ વડે નીચેની આવલિકા માત્રને (સ્તિબુક ઉદયાવલિકા માત્રને) છોડી ઉપર સઘળા અનંતાનુબંધીઓનો વિનાશ કરે છે. આવલિકા માત્રને તો સ્તિબુક સંક્રમ વડે (સ્તિબુકસંક્રમ = ઉદયના વિષયવાળો છે. સહજ રીતે જ ઉદય પ્રાપ્ત અનુદયવર્તીના દલિક, ઉદયપ્રાપ્તિમાં સંક્રમે ત્યાં તિબુકસંક્રમ પ્રવર્તે છે. આ સ્ટિબુકમાં પ્રતિસમય કેવળ એક જ સ્થિતિ (સમય) સ્વતુલ્ય એક જ સ્થિતિમાં (સમયમાં) સંક્રમે છે. સ્તિબુક એટલે જલબિંદુ જેમ એકેક ટપકીને પડે છે, તેમ અનુદયવતીને, એકેક સમય ટપકતો જાય (ઉદયવતીમાં પડતો જાય) તે “સ્તિબુકસંક્રમ’ પ્રદેશોદય પણ આ જ છે. અર્થાત્ સ્તિબુકસંક્રમ કહો કે પ્રદેશોદય કહો તે એક જ છે.) વેદાતી પ્રકૃતિઓમાં સંક્રમાવે છે, તેથી અન્તર્મુહૂર્ત પછી અનિવૃત્તિકરણના અંતે શેષ કર્મોની પણ સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણીઓ થતી નથી, પરંતુ સ્વભાવસ્થ જ (મોહનીયની) ૨૪ ચોવીશ કર્મની સત્તાવાળો થાય છે. ૦ આ પ્રમાણે અનંતાનુબંધી ચારનો ક્ષય કરનારો દર્શનમોહનીયને ખપાવવા માટે પ્રયત્ન કરે છે. તેનો આરંભક કેવલીકાળમાં (વર્તમાન ચોવીશીમાં શ્રી ઋષભદેવના કાળથી પ્રારંભીને શ્રી જંબૂસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં સુધીના કાળમાં) જન્મેલો આઠ વર્ષની ઉપરની વયવાળો વજઋષભ સંહનનવાળાં મનુષ્ય હોય છે. ૦ દર્શનમોહને ખપાવવા માટે યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરો કરે છે અને અનિવૃત્તિકરણના કાળમાં વર્તતો ત્રણ દર્શનની સ્થિતિ સત્તાવાળા કર્મને જ્યાં સુધી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું રહે, ત્યાં સુધી ઉક્વલના સંક્રમ વડે ઉલે છે - વિનાશ કરે છે. ત્યાર બાદ મિથ્યાત્વના દલિકને સમ્યક્ત્વમોહનીય મિશ્રમાં ફેંકે છે. તે આ પ્રમાણે – પ્રથમ સમયમાં થોડા અને બીજા સમયમાં તેના કરતાં અસંખ્યાતગુણા. એ પ્રમાણે ઠેઠ અંતર્મુહૂર્તના છેલ્લા સમય સુધી આવલિકા (ઉદય આવલિકા)માં રહેલને છોડી બાકીનાને દ્વિચરમ સમય સુધી સંક્રમાવેલા દલિક કરતાં અસંખ્યાતગુણા સંક્રમાવે છે. આવલિકાગતને તો તિબુકસંક્રમ વડે સમ્યકત્વમોહનીયમાં ફેકે છે. આ પ્રમાણે મિથ્યાત્વનો ક્ષય કરેલો જાણવો. ૦ ત્યાર બાદ અન્તર્મુહૂર્તમાં સમ્યફ-મિથ્યાત્વ-મિશ્રમોહનીયને પણ આ જ ક્રમે કરી સમ્યક્ત્વમોહનીયમાં ફેંકે છે. તેથી મિશ્રમોહનીય ક્ષપિત થયું. ૦ ત્યાર બાદ સમ્યકત્વમોહનીયને ખપાવવા માટે તેવી રીતે લાગ્યો કે - જેવી રીતે અન્તર્મુહૂર્તમાં તે સમ્યકત્વમોહનીય પણ અન્તર્મુહૂર્ત સ્થિતિવાળું થઈ ગયું અને તે ક્રમથી અનુભવાતું હોતું સમય અધિક આવલિકા શેષ જેનામાં છે એવું તે થયું. ત્યાર બાદ અનંતર સમયમાં તેની ઉદીરણાનો વ્યવછેદ, તે પછી કેવલ વિપાક અનુભવ વડે જ ચરમ સમય સુધી વેદે છે. ત્યાર બાદ અનંતર સમયમાં આ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થાય છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy