SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ३८४ तत्त्वन्यायविभाकरे મુનિઓ દ્વારા કરાય છે, કેમ કે-જે અશન આદિ મારી પાસેથી મુનિઓ લે છે, યતિ અનુગ્રહ બુદ્ધિથી દાનના વારણ માટે આત્માનુગ્રહ બુદ્ધયા એમ કહેલ છે.) જે અપાય છે, તે અતિથિસંવિભાગ છે. તે રૂપ વ્રત “અતિથિસંવિભાગ' વ્રત કહેવાય છે. અહીં આદિ પદથી વસ્ત્ર, પાત્ર આદિનું ગ્રહણ કરવું. શંકા - શાસ્ત્રમાં આહારદાતાના શ્રવણની માફક વસ્ત્ર આદિ દાતાઓ સંભળાતા નથી, અથવા વસ્ત્ર આદિના દાનનું ફળ સંભળાતું નથી, તો વસ્ત્રાદિ દાન શાસ્ત્રસિદ્ધ કે સફળ કેવી રીતે? સમાધાન - શ્રી ભગવતી આદિ સૂત્રમાં વસ્ત્ર આદિનું દાન સાક્ષાત્ (શબ્દત) કહેલ છે. વળી તે વસ્ત્ર આદિ સંયમના ઉપકારક થાય છે, માટે વસ્ત્રાદિ દાન શાસ્ત્રસિદ્ધ અને સફળ છે. અતિથિસંવિભાગ વ્રતની વિધિપૌષધ ઉપવાસના પારણાના કાળમાં નિયમ છે કે-સાધુઓને વહોરાવ્યા સિવાય પોતે પારણું કરવું નહિ. અર્થાત્ પૌષધ પાર્યા પછી નિયમા સાધુઓને આપીને શ્રાવકે ભોજન કરવું કેવી રીતે ? જ્યારે ભોજનનો કાળ થાય, ત્યારે પોતે વસ્ત્ર-અલંકારાદિથી ભૂષિત બની, ઉપાશ્રયમાં જઈને સાધુઓને આમંત્રણ કરે કે ભિક્ષાગ્રહણ માટે પધારો.” સાધુઓની ત્યાં કયી સામાચારી છે? તો કહેવાય છે કે-ત્યારે એક પડલનું, બીજો મુખવસ્ત્રિકાનું અને ત્રીજો પાત્રાઓનું પ્રમાર્જન-પડિલેહણ કરે છે, કેમ કે-અંતરાયના દોષો કે સ્થાપનાના દોષો ન લાગે એમ તેઓ માને છે. જો તે શ્રાવક પહેલી પોરિસીમાં આમંત્રણ કરે અને સાધુ જો નવકારશીના પચ્ચક્ખાણવાળો હોય, તો ભિક્ષા લેવા જઈને ભિક્ષા ગ્રહણ કરે, કારણ કે સમય પસાર કરવો યોગ્ય છે. જો તે ઘણો ઘણો લાગે ત્યારે ભિક્ષા ગ્રહણ કરાય અને સ્થાપિત કરાય. અથવા જે ઉઘાડા પોરિસીમાં પૌષધ પારે છે, પારણાવાળો કે બીજો સાધુને આમંત્રણ આપે છે, પછીથી તે શ્રાવકની સાથે સંઘાટક (બે સાધુ) જાય છે, કેમ કે-એકલો સાધુ મોકલવો વ્યાજબી નથી. શ્રાવક તો આગળ માર્ગમાં ચાલે છે. ત્યારબાદ આ શ્રાવક સાધુઓને ઘરમાં તેડી લાવીને તે બંનેને આસન ઉપર બેસવાને આમંત્રણ કરે છે. જો તેઓ આસન ઉપર બેસે તો સારું. હવે જો તેઓ આસન ઉપર ન બેસે, તો પણ વિનય સાચવેલો ગણાય છે. ત્યારબાદ આ શ્રાવક ભાત-પાણી પોતે જ વહોરાવે છે, અથવા ભાજન પકડે છે, અથવા ઉભો જ રહે છે, કે જયાં સુધી વહોરાવાય છે. બંને સાધુઓ પણ પશ્ચાત્ કર્મના પરિવાર માટે બાકી રાખીને વહોરે છે. ત્યારબાદ વંદના કરી ગુરુમહારાજને વળાવવા કેટલાંક પગલાં સુધી પાછળ જાય છે. ત્યારપછી પોતે પારણું કરે છેભોજન લે છે. જે સાધુઓને ન આપ્યું હોય તે ન ખાવું. જો તે ગ્રામ આદિમાં સાધુઓ ન હોય, તો ભોજનના અવસરે દ્વારસ્થ બની અવલોકન કરે છે અને વિશુદ્ધ ભાવથી વિચારે છે કે-“જો સાધુઓ હોત, તો નિસ્તારિત (તારેલો) હું થાત.” પૌષધ ઉપવાસ બાદ પારણાની વિધિ છે કે-સાધુઓને વહોરાવીને જમે છે અથવા જમ્યા બાદ વહોરાવે છે. આ પ્રમાણે શ્રાવકોના બાર વ્રતો છે. ૦ આ બાર વ્રતોનું અતિચાર વગર પાલન થતાં શ્રાવક ધર્મવિશિષ્ટ બને છે, માટે અતિચારો જાણવા જોઈએ. પ્રત્યેક વ્રતના પાંચ પાંચ અતિચારો છે. શંકા - અતિચારો તો સંજવલન નામના કષાય ઉદયથી પેદા થાય છે. અપ્રત્યાખ્યાન નામના કષાયના ઉદયવાળા સમકિતીઓને અને પ્રત્યાખ્યાનકષાયના ઉદયવાળા દેશવિરતિધરોને તે અતિચારો કેવી રીતે
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy