SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ३८२ तत्त्वन्यायविभाकरे ૦ સર્વ વ્રત-નિયમોનો સંક્ષેપ કરવો આવશ્યક હોઈ, તે તે (વિશિષ્ટ-વ્યક્તિગત) વ્રતોનો સંક્ષેપ કરવામાં ભિન્ન ભિન્ન વ્રતપણાનો પ્રસંગ આવતાં, બાર સંખ્યાની સાથે વિશેષ હોઈ, આ વ્રત અણુવ્રત આદિના ભોગપભોગપરિમાણ દિગુવ્રત આદિના સંક્ષેપ કરવા રૂપ પણ છે, માટે આ વ્રત સર્વ વ્રત (નિયમ) સંક્ષેપકરણ રૂપ છે એમ વિચારવું. (દશાવકાશિક એટલે દિશાપરિમાણનો નિત્ય સંક્ષેપ, અથવા સર્વ વ્રતોનો પ્રતિદિન સંક્ષેપ. આજે દશ સામાયિક કરીને આ વ્રતને સાચવવાની પ્રથા ચાલી છે. અથવા હમણાં ચૌદ નિયમોને-સચિત્તાદિ ચૌદ નિયમોને પ્રભાતકાળમાં શ્રાવકો ગ્રહણ કરે છે અને સાંજે સંકોચે છે તથા પચ્ચખાણના અંતે “દેશાવગાસિયે પચ્ચકખામિ' ઇત્યાદિ દ્વારા ગુરુ સમક્ષ આ વ્રત સ્વીકારે છે. વળી નિદ્રા આદિના અવસરે વિશેષથી સર્વ વ્રત સંક્ષેપ રૂપ આ વ્રત ગ્રંથી સહિત આદિ પચ્ચખાણ દ્વારા સ્વીકારવું જોઈએ.) આ વ્રતનો અતિચાર પણ, તે તે અનુસારી અતિચારોનો ઉપલક્ષક-ગ્રાહક જાણવો. ૦ પ્રાણાતિપાતવિરમણ આદિ વ્રતાન્તરના સંક્ષેપકરણોમાં વધ, બંધ આદિ જ અતિચારો છે. દિવ્રતના સંક્ષેપકરણમાં તો ક્ષેત્ર સંક્ષિપ્ત કરેલ હોવાથી શ્રેષ્ઠ પ્રયોગ આદિ અતિચારો છે. વળી ભિન્ન અતિચારનો સંભવ હોવાથી દિવ્રતના સંક્ષેપકરણને જ સાક્ષાત્ દેશાવકાશિકપણા રૂપે કહેલ છે. આ પ્રમાણે બીજું શિક્ષાપદ વ્રત છે. પૌષધ ઉપવાસ નામક ત્રીજું શિક્ષાવ્રતપૌષધવ્રત એટલે અષ્ટમી-ચૌદશ-પુનમ-અમાસ રૂપ પર્વતિથિઓમાં આહાર, શરીરસત્કાર, અબ્રહ્મ અને પાપવ્યાપારોનો ત્યાગ એ “પૌષધવ્રત' કહેવાય છે, કેમ કે-પૌષધોપવાસ ચાર પ્રકારનો છે. ત્યાં ધર્મનો પોષ એટલે પુષ્ટિને કરે, તે વ્રત પૌષધવ્રત પૌષધોપવાસ તરીકે કહેવાય છે. અર્થાત્ કહેલ પર્વદિવસોમાં કર્તવ્યવિશિષ્ટ વ્રત તે પૌષધ. તે પૌષધ વડે ઉપવસન-અવસ્થાન “પૌષધોપવાસ' અથવા પૌષધ એટલે અષ્ટમી આદિ પર્વદિવસે દોષોના આવરણોવાળા હોતા આત્માને આહાર-પરિહાર આદિ રૂપ ગુણોની સાથે (ઉપ) રહેવા રૂપ ઉપવાસ-પૌષધોમાં ઉપવાસ-પૌષધોપવાસ. આ તો વ્યુત્પત્તિ માત્ર છે. આ શબ્દની પ્રવૃત્તિ તો આહાર, શરીરસત્કાર, અબ્રહ્મચર્ય અને પાપવ્યાપારોના ત્યાગમાં છે. તથાચ પૌષધોપવાસ આહાર, શરીરસત્કાર, બ્રહ્મ અને અવ્યાપાર રૂપ વિષયના ભેદથી ચાર પ્રકારનો છે. પૌષધ શબ્દ પણ ત્યાં જોડાય છે. પૌષધોપવાસ ચાર પ્રકારનો છે. ત્યાં દરેકના દેશ અને સર્વના ભેદથી આઠ પ્રકારો થાય છે. ૦ આહારપૌષધ-દેશથી વિગય વગરનું આયંબીલ, નીવિ વિગવાળું એકાસન આદિ. એકવાર (કે બેવાર ભોજન) સર્વથી ચાર પ્રકારના આહારનો અહોરાત્ર પર્વત ત્યાગ. ૦ શરીરસત્કાર પૌષધ-દેશથી કોઈ એક શરીરસત્કાર નહિ કરવો, તેમજ સર્વથી સર્વ શરીરસત્કાર નહિ કરવો. ૦ અબ્રહ્મત્યાગ રૂપ બ્રહ્મચર્યપૌષધ-દેશથી દિવસમાં જ કે રાત્રિમાં જ બ્રહ્મચર્ય પાળવું, તેમજ સર્વથી અહોરાત્ર પર્વત બ્રહ્મચર્યનું પાલન કરવું.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy