SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૭, સમ: વિર: ३७९ ચોખાની ખીર આદિ), ખંડખાદ્ય (ખાંડના ખાવાયોગ્ય પદાર્થો) આદિ, અશન (ભાત, માંડા વગેરે), પાન (દ્રાક્ષાપાન વગેરે), ખાદિમ (ફળ વગેરે), સ્વાદિમ (તાંબૂલ, સોપારી વગેરે) આદિનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રમાણે ભોજનની અપેક્ષાએ ભોગ-ઉપભોગનું વર્ણન કરેલ છે. ૦ કર્મ (વ્યવસાય-ક્રિયા)ની અપેક્ષાએ પણ શ્રાવકે મુખ્ય વૃત્તિ (ઉત્સર્ગમાર્ગ)થી પાપ વગરના કર્મની પ્રવૃત્તિવાળા થવું જોઈએ. તેની અશક્તિમાં પણ અત્યંત પાપવાળા વિવેકી જનથી નિંદનીય મદ્ય (દારૂ) આદિના વેચાણ આદિ રૂપ કર્મ વર્જનીય છે. બાકીના કર્મોનું પણ પ્રમાણ કરવું જોઈએ. ૧ભોગ-ઉપભોગને યોગ્ય પદાર્થોનું પરિમાણ કરવા દ્વારા, બીજાઓના ત્યાગ દ્વારા આ વ્રત સિદ્ધિ થાય છે. આ વ્રત દ્વારા અવિરતિનો અવરોધ થાય છે. ત્રીજું અનર્થદંડવિરમણ વ્રતઅર્થદંડ-અર્થ એટલે ગૃહસ્થને ક્ષેત્ર-વાસ્તુ-ધન-ધાન્ય-શરીર (સ્વજન-પરજન આદિ) વગેરે વિષયવાળું પ્રયોજન, તેના માટેનો થતો આરંભ જીવહિંસાદિ, તે “અર્થદંડ કહેવાય છે. દંડ-નિગ્રહ-યાતના-વિનાશ, એમ દંડના પર્યાયશબ્દો છે. ૦ પોતાના સ્વજન આદિ નિમિત્તે કરાતો ભૂતનો ઉપમઈ, પ્રયોજનવાળો હોઈ અર્થદંડ થાય છે. તેનાથી વિપરીત “અનર્થદંડ, અર્થાત્ જેનાથી પ્રયોજન વગર જીવ પુણ્યધનના અપહારપૂર્વક પાપકર્મથી દંડાય છે તે અનર્થદંડ છે. ૦ તે અનર્થદંડના અપધ્યાન-પાપકર્મોપદેશ-હિંસા (હિંસ) અર્પણ (પ્રદાન)-પ્રમાદ આચરણના ભેદથી ચાર પ્રકારો છે. ૦ અપધ્યાન-જે અપ્રશસ્ત (અશુભ) રૂપ આર્ત-રૌદ્રના ભેદવાળું સ્થિર અધ્યવસાય રૂપ ધ્યાન તે અપધ્યાન. આ અંતર્મુહૂર્ત પરિમાણવાળું છે. ૦ પાપકર્મોપદેશ-પાપની પ્રધાનતાવાળું અથવા પાપહેતુભૂત કર્મ પાપકર્મ. જેમ કે-ખેતી વગેરે. તેનો ઉપદેશ એટલે તેમાં પ્રવર્તન કરાવનારું વાક્ય “પાપકર્મોપદેશ' છે. જેમ કે-ખેતરને ખેડો ! બળદોના સમૂહને પઢ બનાવો! ઘોડાઓને લગામમાં રાખો ! શત્રુને કચરો ! યંત્રને ચલાવો ! શસ્ત્રને સજ્જ કરો-કરાવો ! ઇત્યાદિ રૂપ ઉપદેશ “પાપ ઉપદેશ' કહેવાય છે. તેમજ વર્ષાકાળ (ચોમાસું) નજીક આવી રહેલ છે. વલ્લરોમાં (બાજુ ઉપર રાખેલ નકામા કચરા વગેરેના જથ્થામાં જંગલ ઝાડીમાં) આગ દો! હળ, ફળું આદિ તૈયાર કરો ! વાવેતરનો વખત વહી જાય છે, માટે જલ્દી ધાન્યોને વાવો! સાડા ત્રણ દિવસની અંદર ક્યારાઓ પાણીથી ભરેલા કરો અને ડાંગર વાવો ! કન્યા જુવાન થઈ છે, તો જલ્દી વિવાહ-લગ્ન કરો ! જહાજોના ભરવાના દિવસો નજીક આવી રહ્યા છે, માટે જહાજો તૈયાર કરો!
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy