SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૬, સનમ: વિર: ३५३ અને મરીને તે જ વિમાનમાં ઉત્પન્ન થાય; તેમજ ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવી મનુષ્ય થાય અને જો દીક્ષા લે, તો તે જ ભવમાં તે મોક્ષે જાય. આ પ્રમાણે ૬૬ સાગરોપમકાળ ઉપરાંત ત્રણ પૂર્વકોટી વિશેષ જેટલો વખત ક્ષાયોપથમિકની સ્થિતિ થાય.] (આ ગુણસ્થાનની સ્થિતિ સાધિક ૩૩ સાગરોપમ છે. દેશનક્રોડ પૂર્વ પ્રમાણ અધિક જાણવી, કારણ કેપૂર્વભવે ચારિત્ર પાળી, અનુત્તર વિમાનનું આયુષ્ય બાંધી, મૃત્યુ પામતાં સમકિતગુણઠાણું પામી, અનુત્તરમાં જઈ, ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, પુનઃ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળો મનુષ્ય થાય. તે ચારિત્ર લઈને ઉપરને ગુણઠાણે ચડે તેટલો સર્વ વખત એકલું ચોથું ગુણસ્થાન જ હોય છે. તે પહેલાં છઠું સાતમું યાવત્ અગિયારમું ગુણસ્થાન હતું અને તે પછી પણ ગુણસ્થાન પરાવર્તન પામે છે.) (ક્ષાયિક સમતિ, ભવસ્થ જીવની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમથી કાંઈક અધિક અથવા અભવસ્થ જીવની અપેક્ષાએ અનંતકાળ.) મનુષ્યભવ સંબંધી કેટલાક વર્ષ અધિક ૩૩ સાગરોપમપણું જાણવું. કોને કેવી રીતે સમ્યકત્વનો સંભવ? ભવ્ય-સંજ્ઞિપંચેન્દ્રિય પ્રાણીને ભગવંતકથિત યથાર્થ જીવ આદિ પદાર્થોમાં સ્વાભાવિક પ્રાપ્ત કરેલ અત્યંત નિર્મળતારૂપ આત્મસ્વભાવથી અથવા ઉપદેશથી-સુગુરુએ ઉપદેશેલ શાસ્ત્રના શ્રવણથી સમ્યફ શ્રદ્ધાસ્વરૂપ સમ્યકત્વ પ્રગટ થાય છે, એવો ભાવ છે. ૦ આ સમ્યક્ત્વ દશ પ્રકારવાળું છે, કેમ કે- નિસર્ગ, ઉપદેશ, આશા, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સંક્ષેપ અને ધર્મજન્ય છે. (૧) નિસર્ગ સમ્યકત્વ-ઉપદેશ આદિ સિવાય જાતિસ્મરણ આદિ જન્ય ક્ષય ક્ષયોપશમ આદિ દ્વારા શ્રી જિનકથિત જીવ-અજીવ આદિ વિષયક રૂચિ ‘નિસર્ગ સમ્યકત્વ.' (૨) સર્વજ્ઞ કે છઘસ્થ ગુરુરૂપ પરના ઉપદેશથી જન્ય જીવ આદિ તત્ત્વવિષયક રૂચિ “ઉપદેશ સમ્યકત્વ.” (૩) શ્રી સર્વજ્ઞ-જિનેશ્વરની આજ્ઞા-પ્રવચન દ્વારા જ ધર્માનુષ્ઠાનના વિષયવાળી રૂચિ “આજ્ઞારૂચિ.” (૪) સૂત્રના અધ્યયનના અભ્યાસથી જન્ય વિશિષ્ટ જ્ઞાન દ્વારા જીવ આદિ વિષયવાળી રૂચિ સમ્યક્ત્વ.” (૫) એક પદની રૂચિ-બોધ થતાં અનેક સમસ્ત પદાર્થ પ્રતિ સંધાન દ્વારા વ્યાપક થવાના સ્વભાવવાળી રૂચિ “બીજસમ્યક્ત્વ.” અર્થાત્ એક પદની રૂચિ અનેક પદની રૂચિજનક બને છે. . (૬) અભિગમરૂચિ-અર્થની અપેક્ષાએ સકળ સૂત્રના વિષયવાળી રૂચિ “અભિગમ સમ્યકત્વ.” અર્થાત્ આગમોના અર્થજ્ઞાન દ્વારા થતી આ રૂચિ છે. (૭) વિસ્તારરૂચિ-સકલ પ્રમાણ-નયજ્ઞાન દ્વારા અન્ય સર્વ દ્રવ્ય-ભાવ(પર્યાય)ના વિષયવાળી રૂચિ વિસ્તાર સમ્યત્વ.”
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy