SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे इह हि शास्त्रारम्भे क्वचिदभीष्टे प्रवर्तमानाः श्रेयस्काम्यया विशिष्टस्वेष्टदेवतानमस्कारपुरस्कारेणैव प्रवर्तन्ते, स च नमस्कारो यद्यपि शरीरेण मनसा वा क्रियमाणो निखिलप्रबलप्रत्यूहसमूहोन्मूलनपटिष्ठतया प्रारिप्सितशास्त्रपरिसमाप्तये सम्पनीपद्यते, तथाप्यशेषान्तरायनिचयविघातनिमित्तमिष्टदेवतानमस्कारपूर्वकमेवान्तेवासिनः प्रवर्तन्तामिति शिष्यान् शिक्षयितुं द्रव्याद्यपकृष्टमङ्गलानि विहाय नोआगमतो भावमङ्गलं प्रभुनमस्काररूपमादौ निबध्नाति - મંગલાચરણ ભાવાર્થ- “નય સંબંધી અનેકવાદ અને પ્રમાણોના પ્રકાશ કરનારા, પૃથ્વીતલ ઉપર સ્વયજ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયીને પામી બીજાને રત્નત્રયી આપનાર, બાહ્ય-અત્યંતર રૂપ જ્ઞાન આદિ પ્રભાવથી પરમ તેજસ્વી, રાગ-દ્વેષ-મોહ જતા હોવાથી જિન-અર્વનું, એવા ઇડરગઢમંડન સોલમાં તીર્થકર શ્રી શાન્તિનાથ ભગવાનને હું ભાવપૂર્વક નમન કરું છું. (૧) પ્રાચીન પુરુષોની પ્રૌઢ (પૂર્ણ) નિગૂઢ-ગંભીર ભાવોથી ભરેલા, ઉત્તમ-ઉત્કૃષ્ટ વચન, વિશેષોને બુદ્ધિપૂર્વક સારી રીતે વિચારી, ગુરુદર્શિત સન્માર્ગ દ્વારા બુદ્ધિશાળી, સંસ્કારીઓના આનંદ માટે મનોહર યુક્તિસમૂહથી વ્યાપ્ત, એવા ‘તત્વન્યાયવિભાકર' નામના ગ્રંથની ન્યાયપ્રકાશ નામની ટીકાને હું કરું છું. (૨) ક્યાં સ્યાદવાદ રૂપી મહાસાગર ? (સ્યાદ્વાદપ્રધાન જૈન પ્રવચન રૂપી મહાસાગર), ક્યાં મારી અલ્પ શક્તિવાળી બુદ્ધિ ? (અર્થાત્ આભ-જમીન જેટલું અંતર છે છતાં) બાહુ-ભુજાથી તે જૈનશાસનરૂપી મહાસાગરને તરવાની ઇચ્છાવાળા મને ગુણવત્તાઓ ક્ષમા આપે ! (૩)” | વિવેચન-ખરેખર,આ જગતમાં શાસ્ત્રના ગ્રંથારંભમાં (પ્રથમ પ્રયત્નમાં) ક્વચિ-ક્યાંક અભીષ્ટ (અતિ શુભ) કાર્યમાં પ્રવૃત્તિ કરનારા પંડિતો, કલ્યાણની કામનાથી વિશિષ્ટ-પોતપોતાના ઇષ્ટદેવના નમસ્કારપૂર્વક જ પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ બુદ્ધિશાળી પુરુષો શિષ્ટાચારને લક્ષ્યમાં રાખી ગ્રંથના આરંભકાળે-અત્યંત શુભ કાર્યકાળે અવશ્ય સ્વ-ઇષ્ટદેવને નમસ્કાર કરે છે. જો કે તે ઇષ્ટદેવ વિષયક નમસ્કાર, શરીરથી કે મનથી, મન-વચન-કાયાથી કરાતો, સકલ-પ્રબળ વિદ્ગોના સમુદાયના ઉમૂલન કરવા માટે અત્યંત સમર્થ હોઈ, પ્રારંભ કરવાને ઇષ્ટ ગ્રંથની પરિસમાપ્તિ રૂપી કાર્ય બરોબર સંપન્ન થઈ જ જાય છે, તો પણ સકલ વિદ્ગોના સમૂહના ધ્વંસ અવશ્ય ઇષ્ટદેવ નમસ્કાર રૂપ મંગલ કરવું જોઈએ. જો તે ન કરવામાં આવે, તો નિર્વિને ગ્રંથસમાપ્તિ ન થાય ! જો ગુરુએ નિર્મિત ગ્રંથના પ્રારંભમાં ઇષ્ટદેવ નમસ્કારને શબ્દતઃ ઉલ્લેખ ન કરેલ જોવામાં આવે, તો શિષ્ટાચાર પાલનપૂર્વક ગ્રંથારંભમાં અવશ્ય મંગલ કરવું-આલેખવું જોઈએ.” આવી શિક્ષા શિષ્યોને અસંભવિત થઈ જાય ! આથી ગ્રંથકારશ્રી કહે છે કે- સંપૂર્ણ વિદ્ગોના સમૂહના વિનાશ ખાતર ઇષ્ટદેવ વિષયક નમસ્કારપૂર્વક જ ‘શાસ્ત્રારંભમાં-ઇષ્ટકાર્યમાં શિષ્યોએ પ્રવૃત્તિ કરવી જોઈએ.” આવી શિષ્યોને શિક્ષા (બોધપાઠ) દેવા માટે દ્રવ્ય આદિ રૂપ અપકૃષ્ટ મંગલો (એકાંતરૂપથી સર્વથા, અત્યંત રૂપથી-પૂર્ણ રૂપથી ઇષ્ટકાર્ય પ્રત્યે સાધનમાં અસમર્થ હોઈ, અપકૃષ્ટ-ગૌણ રૂપ-લૌકિક રૂપ-બાહ્ય રૂપ વિશિષ્ટ સોનું, રત્ન, દહીં,
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy