SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૫, સપ્તમ: શિર : ३४९ ભાવાર્થ - મિશ્રમોહનીયકર્મના ઉદયથી અંતર્મુહૂર્તની સ્થિતિવાળું શ્રી જિનેશ્વરકથિત તત્ત્વો પ્રતિ દ્વેષનો અભાવ, એ “ મિશ્રગુણસ્થાન છે. જેમ અન્નથી અપરિચિત નાળિયેર દ્વિપનિવાસી મનુષ્યનો અન્ન પ્રતિ લેષનો અભાવ, આ ગુણસ્થાનમાં જીવ આયુષ્ય બાંધતો નથી કે મરતો નથી, પરંતુ સમ્યકત્વગુણસ્થાનમાં કે મિથ્યાત્વગુણસ્થાનમાં નિયમા જાય છે. વિવેચન - દર્શનમોહનીય પ્રકૃતિ વિશેષ રૂપ મિશ્રમોહનીયકર્મના ઉદયથી જીવમાં, અંતર્મુહૂર્તકાળ પર્યત પ્રાપ્ત ઔપથમિક સમ્યકત્વ દ્વારા મિથ્યાત્વમોહનીયકર્મને શુદ્ધ કરી રહેલા ત્રણ પુંજોના મધ્યમાં અર્ધવિશુદ્ધક નામક પુંજના ઉદયથી અર્ધવિશુદ્ધ એટલે જે સમાનતાથી સમ્યકત્વ અને મિથ્યાત્વ થાય, તે અર્ધવિશુદ્ધ પુંજ છે; જેથી શ્રી અરિહંત ભગવંતકથિત તત્ત્વો પ્રતિ કોઈ દ્વેષ નથી કે પ્રીતિ નથી, તે મિશ્રગુણસ્થાન છે એવો અર્થ સમજવો. ૦ આ મિશ્રગુણસ્થાનમાં રહેલું મિશ્રપણે બંને (સમ્યકત્વ અને મિથ્યાત્વ) ભાવોની એકરૂપતા છે. આ એક જાત્યંતર (જુદી જાતિ) છે. જેમ કે-ઘોડી અને ગધેડાના સંયોગથી જન્મેલ જુદી જાતિ રૂપ ખચ્ચર અને દહીં અને ગોળના સંયોગથી વિશિષ્ટ (જુદા-વિચિત્ર) રસ. સમાનતાના વિષયમાં દષ્ટાન્ત-યથેત્તિ' પદવાક્યથી કહે છે કે- તે નાળિયેર દ્વીપનિવાસીને જેમ અન્ન પ્રતિ દ્વેષ નથી હોતો કે પ્રીતિ પણ હોતી નથી, તેમ અહીં સમજવું. આ ગુણસ્થાનમાં જીવ શું કરે છે? તો અત્રેતિ પદથી કહે છે. આ ગુણસ્થાનમાં જીવ આયુષ્ય (પરભવનું આયુષ્ય) બાંધતો નથી કે મરતો નથી. પરંતુ આ મિશ્રગુણસ્થાનની અંતર્મુહૂર્તની સ્થિતિ હોવાથી, માવાંતર રૂપ ગુણસ્થાનાંતર આવશ્યક થાય છે. અર્થાત્ ગુણસ્થાનાંતર રૂપ સમ્યકત્વ કે મિથ્યાત્વમાં જીવ જાય છે. ત્યાં જ આયુષ્યનો બંધ અને મરણ થાય છે, એવો ભાવ સમજવો. આ પ્રમાણે ક્ષીણ-મોહમાં-સુયોગી ગુણસ્થાનમાં પણ મરણનો સંભવ નથી. બાકીના ગુણસ્થાનો મરણયોગ્ય છે. તેમાં પણ મિથ્યાત્વ-સાસ્વાદન-અવિરત સમ્યગ્દષ્ટિ રૂપ ગુણસ્થાનો જીવની સાથે પરભવમાં જાય છે. બીજા આઠ જતાં નથી, એમ જાણવું. અહીં મિથ્યાત્વવાળાનું જ મિશ્રમાં ગમન છે, એમ સિદ્ધાંતમત છે. કર્મગ્રંથિકમતમાં તો, વિભાગ કરનાર સમ્યક્ત્વવાળાને અથવા સમ્યકત્વથી પડેલા અને મોહનીયની ૨૮ કર્મપ્રકૃતિની વિદ્યમાનતાવાળા મિથ્યાત્વીને અર્ધવિશુદ્ધ પુંજ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે અર્ધવિશુદ્ધ શ્રી અરિહંત ભગવંતકથિત તત્ત્વની શ્રદ્ધા પેદા થાય છે, માટે સમ્યત્વથી પડેલાનું પણ મિશ્રમાં ગમન છે. આ ગુણસ્થાનમાં રહેલો જીવ, ૭૪ કર્મપ્રકૃતિઓનો બંધકર્તા છે, કેમ કે-૩ તિર્યંચત્રિક, ૬સ્યાનદ્વિત્રિક, ૭-દુર્ભગ, ૮-દુઃસ્વર, ૮-અનાદેય, ૧૩-અનંતાનુબંધી, ૧૭-મધ્ય આકૃતિ ચાર, ૨૧ મધ્ય સંહનન ચાર, ૨૨-નીચ ગોત્ર, ૨૩-ઉદ્યોત, ૨૪ અશુભ વિહાયોગતિ, ૨૫-સ્ત્રીવેદનો વ્યવચ્છેદ છે તથા ૨૬-મનુષ્ય આયુષ્ય અને ૨૭-દેવ આયુષ્યના બંધનો અભાવ છે. ૦ ૧૦૦ કર્મપ્રકૃતિઓના ઉદયવાળો થાય છે, કેમ કે-મિશ્ર મોહનીયના ઉદયનો પ્રક્ષેપ છે-દેવ આનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને તિર્ય આનુપૂર્વીના ઉદયનો અભાવ છે. ૪-અનંતાનુબંધી, પ-સ્થાવર, ૬એકેન્દ્રિય અને ૯-વિકસેન્દ્રિયત્રિકના ઉદયનો વ્યવચ્છેદ છે. ભાવ છે
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy