SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ३४४ तत्त्वन्यायविभाकरे ઘનીભૂતેતિ વાક્ય-અર્થાત જેઓ ઉંચે ગયેલ, ઘણા દુઃખે કરીને વારી શકાય એવી વીર્યની ભરતીવાળા, ઉત્કર્ષથી અપાઈ પુદ્ગલપરાવર્તની અંદર રહેલ સંસાર હોઈ નજીકમાં મોક્ષસુખવાળા છે, તેઓ પૂર્વે કદી નહિ અનુભવેલ એવી તે ગાંઠને જે વિશિષ્ટ અધ્યવસાયથી ભેદે છે, તે જીવનો અધ્યવસાય “અપૂર્વકરણ' કહેવાય છે. ૦ આ અપૂર્વકરણના પ્રથમ સમયમાં વિશુદ્ધિ જઘન્ય-અલ્પ છેતેની જ ઉત્કૃષ્ટ-અનન્તગુણી વિશુદ્ધિ બીજા સમયમાં જઘન્ય, અનંતગુણી વિશુદ્ધિ ઈત્યાદિ આવા ક્રમથી અંતર્મુહૂર્તની સમાપ્તિ સુધી વિશુદ્ધિ વિચારવી. અર્થાત્ પૂર્વ પૂર્વ સમયની વિશુદ્ધિથી ઉત્તરોત્તર સમયની અનંતગુણી વિશુદ્ધિ અહીં દર્શાવેલ છે. અનિવૃત્તિકરણ-મિથ્યાત્વ' આદિ પદથી સૂત્રમાં “અનિવૃત્તિકરણ'નું સ્વરૂપ કહેલ છે. જેવા પ્રકારના વિશિષ્ટતર વિશુદ્ધ અધ્યવસાયમાં ચડેલો જીવ, અદ્ધા (ઉપશાન્ત અદ્ધા)માંથી સંખ્યાતા ભાગ ગયે છતે, એક સંખ્યાતમો, ભાગ બાકી રહ્યું છતે, મિથ્યાત્વસ્થિતિના ઉદયક્ષણથી ઉપર અંતર્મુહૂર્ત સુધી ઉલ્લંઘન કરી, ઉપરની સ્થિતિને દબાવી અંતર્મુહૂર્તકાળ પરિણામ, તે મિથ્યાત્વના પ્રદેશથી વેદવાયોગ્ય દળિયાના અભાવને કરે છે તે વિશિષ્ટ અધ્યવસાય, એ “અનિવૃત્તિકરણ” કહેવાય છે. ૦ આ અનિવૃત્તિકરણ વડે મિથ્યાત્વમોહનીયકર્મની બે સ્થિતિ થાય છે, એમ જાણવું. ૦ અનિવૃત્તિકરણમાં દાખલ થયેલા સમાનકાળવાર્તા સઘળા જીવોના એક અધ્યવસાય સ્થાનથી નિવૃત્તિ-વ્યાવૃત્તિ થતી નથી, તે “અનિવૃત્તિકર' કહેવાય છે. ૦ આ કરણમાં જેઓ પ્રથમ સમયમાં વર્તેલા, વર્તે છે અને વર્તનારા થશે, તે ત્રિકાલવર્તી સર્વ જીવોનું એક અધ્યવસાય સ્થાન છે. બીજા સમયમાં તે પ્રમાણે જ આ કરણમાં અંતિમ સમય સુધી સમજવું. પરંતુ પ્રથમ સમયવર્તી વિશુદ્ધિ સ્થાનની અપેક્ષાએ ઉત્તરોત્તર સમયમાં અનંતગુણી વિશુદ્ધિવાળુ અધ્યવસાય સ્થાન આ પ્રમાણે જ અનિવૃત્તિકરણના છેલ્લા સમય સુધી સમજવું. (અર્થાત્ વિવલિત કોઈપણ સમયમાં આ કરણસ્થ ત્રણેય કાળના જીવોની પરિણામવિશુદ્ધિ એકસરખી હોય છે. ૦ અનિવૃત્તિકરણના અદ્ધાના સંખ્યાતા ભાગી ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહ્યું મિથ્યાત્વનું અંતરકરણ (ગાબડું પાડવું) કરે છે. અપૂર્વકરણમાં અને અંતરકરણમાં સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ સંક્રમ થાય છે. પ્રત્યેક ત્રણ કરણ અંતર્મુહૂર્તના કાળના માનવાળા છે. ત્રણેય કરણોનો કાળ પણ અંતર્મુહૂર્ત પ્રમાણવાળો જ છે, કેમ કે-અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદો છે. આ પ્રમાણે ટૂંકાણમાં ત્રણ કરણોનું નિરૂપણ કર્યું છતે જ અંતરકરણ પણ સારી રીતે સમજી શકાય છે, માટે તેના સ્વરૂપને કહે છે. “તાદેશ' ઇત્યાદિ વાક્ય. અર્થાત્ તાદશ એટલે અંતર્મુહૂર્તકાલમાનવાળો, એવો અર્થ જાણવો. તેના નિષ્પાદનનો કાળ પણ અંતરકરણ કાળમાં જ છે. તે પણ અંતર્મુહૂર્ત પ્રમાણવાળો છે. અર્થાત્ પ્રથમ સ્થિતિથી કાંઈક ન્યૂન નવા સ્થિતિબંધ અદ્ધા (કાલ)ની સાથે તો સરખો છે. તથાહિ તે આ પ્રમાણે ૦ અંતર્મુહૂર્ત પ્રમાણવાળી પ્રથમ સ્થિતિ અને અંતરકરણ એ બંનેનો એકીસાથે આરંભ કરે છે. અંતકરણ રૂપ ક્રિયાના પ્રથમ સમયથી જ મિથ્યાત્વના અન્ય સ્થિતિબંધનો પ્રારંભ થાય છે અને તે સ્થિતિબંધ તેમજ આ અંતરકરણની ક્રિયા એકીસાથે પૂરી થાય છે. વળી અંતરકરણની ક્રિયાની સાથે ગુણશ્રેણિ સંબંધી
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy