SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे (૧) પહેલા ગુણસ્થાનનું વર્ણન ભાવાર્થ - મિથ્યાત્વગુણસ્થાન વ્યક્ત અને અવ્યક્ત ભેદથી બે પ્રકારનું છે. કુદેવ-કુગુરુ-કુધર્મમાં સુદેવસુગુરુ-સુધર્મની બુદ્ધિ વ્યક્તમિથ્યાત્વ છે. વળી આ વ્યક્તમિથ્યાત્વ સંક્ષિપંચેન્દ્રિયોને જ હોય છે. ३३४ વિવેચન - મિથ્યાત્વ એટલે વ્યક્ત અને અવ્યક્તના ભેદવાળું વિપરીત દષ્ટિ રૂપ મિથ્યાત્વ કહેવાય છે. ‘તેમાં રહેનાર તે' કહેવાય છે. આવા વ્યવહાર રૂપ ન્યાયના હિસાબે મિથ્યાત્વના સંબંધથી જીવ પણ મિથ્યાત્વ કહેવાય છે. અથવા ‘અર્શ આદિ ગુણમાં અગ્' પ્રત્યય લાગે છે. આવા વ્યાકરણના હિસાબે મિથ્યાત્વવાળો ‘મિથ્યાત્વ' કહેવાય છે. તે મિથ્યાત્વીનું જે જ્ઞાન આદિનું શુદ્ધિ-અશુદ્ધિ, પ્રકર્ષ-અપ્રકર્ષ દ્વારા કરેલ વિશિષ્ટ સ્વરૂપ, તે સ્વરૂપવિશેષ રૂપ સ્થાન ‘મિથ્યાત્વગુણસ્થાન' કહેવાય છે, એવો ભાવાર્થ સમજવો. ૦ આ મિથ્યાત્વગુણસ્થાન સંજ્ઞિપંચેન્દ્રિય અને સંજ્ઞિપંચેન્દ્રિયભિન્ન જીવ સંબંધી હોઈ બે પ્રકારવાળું છે. એ આશયથી કહે છે કે-‘વ્યક્ત અને અવ્યક્તના ભેદથી બે પ્રકારનું' છે. અર્થાત્ વ્યક્ત-અવ્યક્ત હેતુથી બે પ્રકારનું મિથ્યાત્વ છે. તથાચ વ્યક્ત મિથ્યાત્વવાળાનું અને અવ્યક્ત મિથ્યાત્વવાળાનું, એમ મિથ્યાત્વ બે ભેદે છે. ત્યાં વ્યક્ત મિથ્યાત્વનું વર્ણન ‘કુદેવ’ ઇત્યાદિ પદોથી કહેલ છે. અર્થાત્ દેવઆભાસમાં, ગુરુ આભાસમાં અને ધર્મઆભાસમાં દેવબુદ્ધિ, અને ધર્મબુદ્ધિ, એ વ્યક્ત મિથ્યાત્વનો વ્યક્ત અર્થ છે. આવા કથનથી જેઓમાં જે કુત્સિતત્વ (કુત્વ) છે, તો દેવ-ગુરુ-ધર્મશબ્દનો પ્રયોગ કેમ ? આવી શંકાનું નિરસન થાય છે. ૦ કુદેવથી ધર્મબુદ્ધિ પર્યંતનું પદ ઉપલક્ષણ રૂપ છે. તેથી શ્રી જિનેશ્વરદેવકથિત જીવ આદિ પદાર્થો પ્રતિ અશ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા, સંશય કરવો અને અનાદરનું ગ્રહણ કરાય છે; તેમજ અધર્મ-ધર્મ, ઉન્માર્ગ-માર્ગ, અજીવ-જીવ, અસાધુ-સાધુ અને અમૂર્ત-મૂર્ત રૂપ દશ સ્થાનોમાં વિપરીત રૂપે ધર્મ-અધર્મમાર્ગ-ઉન્માર્ગ-જીવ–અજીવ-સાધુ-અસાધુ અને મૂર્ત-અમૂર્ત બુદ્ધિઓનું તેમજ આભિગ્રહિક, અનાભિગ્રહિક તથા આભિનિવેશિક અને સાંશયિક રૂપ મિથ્યાત્વોનું ગ્રહણ છે. જ્યારે અવ્યક્ત મિથ્યાત્વવાળાને અનાભોગિક નામનું જ મિથ્યાત્વ હોય છે, એમ જાણવું. ૦ કોને કોને વ્યક્ત મિથ્યાત્વ હોય છે ? આના જવાબમાં કહે છે કે-આ વ્યક્ત મિથ્યાત્વ’ સંશિપંચેન્દ્રિય જીવોને હોય છે. અહીં એવકારથી એકેન્દ્રિય-દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય અને અસંજ્ઞિપંચેન્દ્રિય જીવોનો વ્યવચ્છેદ સમજવાનો છે, કેમ કે-તે જીવોમાં વ્યક્ત મિથ્યાત્વની ક્રિયાનો અભાવ છે. શંકા - જો જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ જ ગુણો છે, તો જ્ઞાન આદિ ગુણોનો વિપર્યાસ મિથ્યાર્દષ્ટિ જીવમાં હોઈ ગુણસ્થાનનો સંભવ કેવી રીતે ? સમાધાન - તત્ત્વવિષયક આસ્થા રૂપ જીવ ગુણના સર્વથા થાતી એવા મિથ્યાત્વમોહનીયના વિપાક (૨સ) રૂપ ઉદયથી વસ્તુની પ્રતિપત્તિ (નિર્ણય-જ્ઞાન) રૂપ દૃષ્ટિ જો કે વિપરીત છે, તો પણ કોઈ એક મનુષ્ય પશુ આદિ નિષ્ઠજ્ઞાન, અંતતઃ નિગોદ અવસ્થામાં પણ તથાભૂત અવ્યક્ત સ્પર્શ માત્રનું જ્ઞાન અવિપર્યસ્ત હોય છે. દા. ત. ચંદ્ર કે સૂર્યની ઘોર મેધમાલાથી આચ્છાદિત પ્રભામાં પણ થોડી પ્રભા.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy