SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे (૯) સ્થૂલભાવથી (બાદર કષાયોદયથી) ઉપશમ અને ક્ષયના સમાનકાળવર્તી અનિવૃત્તિ પરિણામ ‘અનિવૃત્તિકરણ ગુણસ્થાન.' (૧૦) સૂક્ષ્મભાવથી કષાયના ઉપશમ અને ક્ષયનો પરિણામ ‘સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન.’ ३३२ (૧૧) સઘળા મોહનીયકર્મના ઉપશમથી જન્ય ‘ઉપશાન્તમોહ ગુણસ્થાન.’ (૧૨) સઘળા મોહનીયકર્મના ક્ષયથી જન્ય ‘ક્ષીણમોહ ગુણસ્થાન. (૧૩) યોગના કાળમાં વર્તમાન ધાતિકર્મના ક્ષયથી પ્રકટિત ઉત્કૃષ્ટ જ્ઞાનાદિ રૂપ ‘સયોગી ગુણસ્થાન.’ (૧૪) યોગના અભાવકાળમાં વર્તમાન ઉત્કૃષ્ટ (અપ્રતિપાતિ) જ્ઞાન આદિ ‘અયોગી ગુણસ્થાન.’ गुणस्थानस्वरूपमाह ज्ञानदर्शनचारित्रात्मकानां जीवगुणानां यथायोगं शुद्धयशुद्धिप्रकर्षाप्रकर्षकृतास्स्वरूपभेदा गुणस्थानानि । ७ । ज्ञानदर्शनेति । गुणा ज्ञानदर्शनचारित्ररूपा जीवस्वभावविशेषाः, स्थीयते अस्मिन्निति स्थानं ज्ञानादीनामेव शुद्धयशुद्धिप्रकर्षाप्रकर्षकृतः स्वरूपभेदः, गुणानां स्थानं गुणस्थानमिति गुणस्थानशब्दार्थबोधकमिदं मूलमिति बोध्यम् । यत्र यत्रापूर्वगुणाविर्भावस्तत्तद्गुणस्थानमिति भावार्थः । एतानि भव्यजीवानां निःश्रेणिरिव सिद्धिसौधमारुरुक्षूणां गुणागुणान्तरप्राप्तिरूपाणि विश्रामधामानि चतुर्दशसंख्याकानि ॥ ગુણસ્થાનકનું લક્ષણ ભાવાર્થ - જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ જીવગુણોના યોગ પ્રમાણે શુદ્ધિ-અશુદ્ધિના પ્રકર્ષ-અપ્રકર્ષ દ્વારા કરાયેલ સ્વરૂપવિશેષો. ‘ગુણસ્થાનો’ કહેવાય છે. વિવેચન – ગુણો એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ વિશિષ્ટ જીવસ્વભાવો જેમાં ૨હેવાય, તે સ્થાન જ્ઞાન આદિનો જ શુદ્ધિ-અશુદ્ધિ-પ્રકર્ષ-અપ્રકર્ષ (તારતમ્ય) દ્વારા કરેલ સ્વરૂપભેદ ગુણોનું સ્થાન છે. આમ ગુણસ્થાન શબ્દના અર્થનું બોધક આ મૂળ છે, એમ સમજવું. ૦ જે જે આત્મામાં અપૂર્વ (અભૂતપૂર્વ) ગુણોનો આવિર્ભાવ (વિકાસ) છે, તે તે (આત્મા) ગુણસ્થાન છે, આવો ભાવાર્થ સમજવો. આ ગુણસ્થાનો સિદ્ધિ રૂપી પ્રાસાદમાં આરોહણ કરવાના ઇચ્છુક ભવ્ય જીવોને ચઢવા માટે નિસરણી જેવા અને એક ગુણમાંથી બીજા ગુણોની પ્રાપ્તિ રૂપ વિશ્રામના ધામ, એવા ચૌદ ગુણસ્થાનો છે. अथ प्रथमगुणस्थानं वक्ति मिथ्यात्वगुणस्थानञ्च व्यक्ताव्यक्तभेदेन द्विविधम् । कुदेवकुगुरुकुधर्मान्यतमस्मिन् देवगुरुधर्मबुद्धिर्व्यक्तमिथ्यात्वम् । इदञ्च संज्ञिपञ्चेन्द्रियाणामेव । ८ ।
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy