________________
સૂત્ર - ૨, સપ્તમ: શિર :
३२७
સમિતિનો ગુપ્તિમાં સમાવેશ
પ્રાયઃ ચેા (ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ રૂપ હોઈ) લક્ષણ હોઈ સમિતિઓ (સમ્યગુ ગતિ-ક્રિયાઓ) પણ ગુપ્તિવિશેષ રૂપ જ છે. વળી ચેષ્ટા મન-વચન-કાયાના વ્યાપાર રૂપ જ છે. ત્યાં (૧) ઇર્યા-આદાનનિક્ષેપપારિઠાપનિકા રૂપ ઉત્સર્ગ, એમ ત્રણ સમિતિઓ કાયાના વ્યાપારમાં અંતર્ગત છે. (૨) એષણાસમિતિ મનોવ્યાપારમાં અંતર્ગત છે. (૩) ભાષાસમિતિ વચનવ્યાપારમાં અંતર્ગત છે. સમિતિનું જે જાદું ગ્રહણ કરેલ છે, એમાં મંદ બુદ્ધિમંતોને વિવેકપૂર્વક સુખથી બોધ થાઓ, એવો ઉદ્દેશ છે. સમિતિમાં ગુપ્તિની ઘટના
રાગ-દ્વેષના પરિણામ રૂપ આર્ત-રૌદ્રધ્યાન રૂપ અધ્યવસાયમાંથી મન અટકાવીને, આ લોક-પરલોક સંબંધી વિષયની અભિલાષાનું નિરાકરણવાળી પુરુષને મનની ગુપ્તિ (રક્ષા) થવાથી રાગ આદિ નિમિત્તજન્ય કર્મનો આશ્રવ થતો નથી. (૧)
અપ્રિય આદિ વચનોમાં, વચનવ્યાપારની વિરતિવાળા પુરુષને શાસ્ત્રકથન પ્રમાણે વાણીવ્યવહાર કરનારને વાણીની ગુપ્તિ (રક્ષા) હોવાથી અપ્રિય વચન આદિ હેતુજન્ય કર્મનો આશ્રવ થતો નથી. (૨)
કાઉસ્સગ્નને ભજનાર, હિંસા આદિ દોષવિષયક ક્રિયા સમૂહનો ત્યાગ કરનાર અને શાસ્ત્રવિહિત ક્રિયા કરનાર જીવને કાયાની ગુપ્તિ (રક્ષા) હોવાથી દોડવું, વળગવું, જોયા વગર જમીન ઉપર ચાલવું વગેરે નિમિત્તજન્ય કર્મ વળગતું નથી. (૩) * યતિધર્મ દ્વારા સંવરની પ્રાપ્તિ
૦ ભેદ-પ્રભેટવાળા, ક્રોધ-માન-માયા-લોભનો ક્ષમા-મૂતા-સરલતા-નિર્લોભતા રૂપ યતિધર્મ દ્વારા નિગ્રહ કરેલ હોવાથી સંવરની પ્રાપ્તિ.
૦ સત્ય-ત્યાગ-અકિંચનતા-બ્રહ્મચર્ય આદિ ચારિત્રધર્મના અનુયાયી છે.
૦ સત્તર પ્રકારના સંયમમાં પણ કેટલાક સંયમપ્રકારો પ્રથમ વ્રતમાં સમાય છે, જ્યારે કેટલાક સંયમપ્રકારો ઉત્તરગુણોમાં સમાય છે.
૦ તપ રૂપ યતિધર્મ તો ઉત્તરગુણમાં સમાય છે જ. ૦ ભાવનાઓ પણ સંવરક્રિયા કરનારમાં હેતુભૂત હોઈ ઉત્તરગુણમાં સમાય છે. ૦ પરીષહો પણ યથાયોગ્ય આવેલા, સારી રીતે સહન કરવા દ્વારા જીતાતાં સંવરના હેતુઓ છે.
૦ હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મચર્ય-પરિગ્રહ-રાત્રિભોજન મલિનતાવાળા જીવને કર્મના આશ્રવમાં નિમિત્ત છે. વળી હિંસાષકનો નિરોધ થતાં વિરતિવાળાને તે નિમિત્તજન્ય કર્મ લાગતું નથી. - ધાકર્મ આદિ પરિભોગનિમિત્તજન્ય કર્મ હિંસા આદિ વિરતિવાળાને લાગતું નથી. અર્થાત્ સંવર પ્રત્યે સમિતિ આદિ હેતુઓ છે. સમિતિ આદિ જન્ય કર્મનિરોધ સંવર રૂપ હોઈ કયા સ્વરૂપવાળો સંવર છે? આના જવાબમાં કહે છે કે