SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ २८६ तत्त्वन्यायविभाकरे [તથાપિ, પાપસ્થાનક રાગ વગેરે પ્રશસ્ત આશયથી સેવાતાં પુણ્યબંધ થાય છે. જેમ કે-દેવ-ગુરુ-ધર્મમાં જે રાગ તે પ્રશસ્ત છે, કંચન-કામિની આદિમાં જે રાગ તે અપ્રશસ્ત છે.] અશુભ પરિણામથી બનેલા તે પાપ રૂપ સ્થાનકોને પ્રાણાતિપાત' ઇત્યાદિ પદોથી કહે છે. પ્રાણાતિપાત - દ્રવ્યથી અને ભાવથી પ્રમાદ સહિત-યોગથી જીવોના પ્રાણોનો નાશ (પ્રાણથી વિયોગ) કરવો. મૃષાવાદ - વિદ્યમાન વસ્તુને છૂપાવવી, અવિદ્યમાન વસ્તુને જાહેર કરવી અને શાસ્ત્રમાં નિષેધ કરેલ ભાષાપ્રયોગ કરવો. અદત્તાદાન - બીજાઓએ નહિ આપેલ વસ્તુ લેવી, બીજાઓએ ચોરેલા પદાર્થસમુદાયને સ્વેચ્છાથી લેવો અને ધારવો. મૈથુન - મોહનીયકર્મના ઉદયથી પેદા થયેલ તીવ્ર (અતિ ઊષ્ણ-ઉઝ) કાર્ય આદિ પરિણામવાળા સ્ત્રી અને પુરુષની સુખદાયક-પરસ્પર આશ્લેષ રૂપ ક્રિયા. પરિગ્રહ - બાહ્ય અને અત્યંતર પદાર્થોનો લોભ રૂપ અનુરાગથી યુક્ત ચિત્તવૃત્તિથી અભિલાષા. અપ્રશસ્ત ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ રૂપ પાપસ્થાનો છે, પણ પ્રશસ્ત ક્રોધ-માન-માયા-લોભરાગ-દ્વેષ પાપને અનુકૂળ (જનક) નથી. કલહ - કજીયો, યુદ્ધ. અભ્યાખ્યાન - ખોટું તહોમત, ખોટું કલંક ચડાવવું. પિશુનતા - ચાડીયાપણું, ક્રૂરતા, દુર્જનતા, મૂર્ખતા. રતિ - વિષયો પ્રત્યે મોહનીયના ઉદયથી જે ચિત્તમાં પ્રીતિ તે રતિ અથવા અરતિ ફળવાળી રતિ-અરતિ વિશિષ્ટ રતિ. અરતિ – મોહનીયના ઉદયથી ચિત્તમાં ઉદ્વેગ-અપ્રીતિ. પરપરિવાદ - પારકી નિંદા. માયામૃષાવાદ – માયાની સાથે મૃષા. (આ માયામૃષાવાદ, ત્રીજા કષાય અને બીજા આશ્રવના સંયોગ રૂપ છે. આવા પ્રકારના સર્વ સંયોગનું આ પદ, ઉપલક્ષણ છે. અથવા બીજો વેષ-બીજી ભાષા કરવા દ્વારા પરને ઠગવા રૂપ માયામૃષાવાદ છે-એમ જાણવું.) મિથ્યાત્વશલ્ય - અનેક પ્રકારે પ્રાણિગણને શલન-દુ:ખમાં લઈ જનાર હોવાથી ઝેર-અસ્ત્ર રૂપ-કંટક રૂપસંકટ રૂપ મિથ્યાત્વશલ્ય. મિથ્યાત્વશલ્ય - તત્ત્વની અશ્રદ્ધા, તે રૂપ શલ્ય મિથ્યાત્વશલ્ય.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy