SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - ५८, पञ्चमः किरणे २८३ નાભિથી નીચેના ભાગમાં શુભ-પ્રમાણ લક્ષણસંપન્નતામાં પ્રયોજકભૂત કર્મ “સાદિ:.' લક્ષણવંત હાથ વગેરેવાળા બનવામાં અને લક્ષણ વગરના છાતી વગેરેવાળા બનવામાં નિમિત્ત કર્મ “કુન્જ.” | વિવેચન-વ્યગ્રોધપરિમંડલ'જેમ વડનું ઝાડ ઉપર સંપૂર્ણ અવયવ(વિશાલા શાખા)વાળું છે અને નીચેથી હીન છે, તેમ આ કર્મ પણ નાભિથી ઉપરના ભાગે વિસ્તાર-ઘણા, સંપૂર્ણ લક્ષણ આદિનું અને નીચેના ભાગે લક્ષણરહિત શરીરનું પ્રયોજક છે. નાભિના ઊર્ધ્વભાગની અપેક્ષાએ “વિસ્તૃતબહુલતા-સુલક્ષણના નિદાનત્વ વિશિષ્ટ કર્મત્વ' એ જગોધપરિમંડલનું લક્ષણ છે. સમચતુરઅસંસ્થાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે “નાભેઝર્વભાગમાત્રાવરચ્છેદેન’ આ પ્રમાણેનું પદ છે. નાભેઋધ્વનિખિલભાગમાત્રાવચ્છેદેન. એમ પણ કહેવું. તેથી યત્કિંચિત્ હાથ વગેરેના વિસ્તાર બાહુલ્ય-સુલક્ષણના પ્રયોજક “કુન્જનામ' કર્મમાં અતિવ્યાપ્તિ નથી. ઋષભનારાચની માફક બંને સ્થિતિ સમજવી. સાદિસંસ્થાનજે કર્મથી નાભિથી નીચેના સઘળા અવયવો, શુભ લક્ષણથી યુક્ત-પૂર્વકથિત પ્રમાણયુક્ત થાય, તે કર્મ “સાદિ. નાભિના નીચેના સર્વભાગની અપેક્ષાએ, સુપ્રમાણ-લક્ષણનું પ્રયોજકપણું અને કર્મપણું એ સાદિનું લક્ષણ છે. “સમચતુરસ'માં અતિવ્યાપ્તિના વારણ માટે “નાભિઅધઃસર્વભાગમાત્રાવચ્છેદન.' આ “સાદિ સંસ્થાન જ સાચિ અને સ્વાતિ શબ્દથી વ્યવહારવિષય થાય છે. પ્રિવચનવેદીઓ સદિનો અર્થ શાલ્મલી વૃક્ષ કરે છે, કારણ કે-તેનો સ્કંધ અત્યંત લાંબો, ઉપરના ભાગે તદનુરૂપ વિશાળતા નથી.] નારાચસંહનની માફક બંને સ્થિતિ જાણવી. કુન્નસંસ્થાનજે કર્મના ઉદયથી કંઠના ઉપરના અવયવો અને હાથ-પગ સમચતુરસના લક્ષણ જેવા લક્ષણથી યુક્ત (પૂર્વોક્ત પ્રમાણસંપન્ન), કંધરાથી કાયાનો નીચેનો ભાગ-છાતી-પેટ વગેરે, લક્ષણથી વિસંવાદી-લક્ષણ વગરનો, (ટૂંકો, વિકાર પામેલ, પેટનો મધ્યભાગ, કોઠો) થાય, તે કર્મ ‘કુન્જ' કહેવાય છે. “લક્ષણવંત હાથ વગેરે સંપાદકત્વ વિશિષ્ટ નિર્લક્ષણ પક્ષ પ્રભૂતિ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ' એ કુન્જનું લક્ષણ છે. આદિથી પગ અને કંધરાના ઉપરના અવયવો પ્રકૃતિપદથી તેનાથી જુદા અવયવો લેવા. “હુંડકમાં અતિવ્યાપ્તિના વારણ માટે પ્રથમ સત્યન્ત “સલક્ષણ પાણિ આદિ મત્તે સતિ' એવું પદ મૂકેલ છે. “સમચતુરઢ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે બીજું સતિ અંત નિર્લક્ષણવક્ષઃ પ્રકૃતિમત્ત્વ પ્રયોજકત્વે સતિ એમ પદ મૂકેલ છે. અહીં પ્રયોજકતા સંબંધથી પાણિ આદિમત્ત્વ સમજવું. અર્થાત્ પ્રયોજકતા સંબંધ અવચ્છિન્ન પાણિ આદિમત્ત્વપ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ છે. અર્ધનારાચસંહનની માફક બન્ને સ્થિતિ છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy