SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ २७८ तत्त्वन्यायविभाकरे કુખગતિ આદિનું લક્ષણભાવાર્થ - અશુભગમનમાં પ્રયોજક કર્મ ‘કુખગતિ. જેમ કે-ઊંટ, ગધેડા વગેરે કુખગતિવાળા કહેવાય છે. પોતાના અવયવોથી જ પોતાને પીડાનું કારણભૂત કર્મ ‘ઉપઘાતનામ.” શરીરમાં રહેલ અશુભ વર્ણમાં પ્રયોજક કર્મ ‘અપ્રશસ્તવર્ણનામ.” જેમ કે- કાગડા આદિ અશુભ વર્ણવાળા છે. શરીરમાં રહેલ અશુભ ગંધ પ્રયોજક કર્મ ‘અપ્રશસ્તગંધનામ.” જેમકે-લસણ આદિ અશુભ ગંધવાળા છે. શરીરમાં રહેલ અશુભ રસ પ્રયોજક કર્મ “અશુભરસનામ.” જેમ કે-લીંબડો આદિ અશુભ રસવાળા છે. શરીરમાં રહેલ અશુભ સ્પર્શપ્રયોજક કર્મ ‘અશુભસ્પર્શનામ. જેમ કે-બાવલ આદિ અશુભ સ્પર્શવાળા છે. આ પ્રમાણે અપ્રશસ્તવર્ણચતુષ્કર્મ સમજવું. વિવેચન - “અપ્રશસ્ત ગમનપ્રયોજત્વ વિશિષ્ટ કર્મત્વ' એ કુખગતિનું લક્ષણ છે. જે કર્મના ઉદયે ગધેડા-ઊંટ-ટોલ-શિયાળ વગેરેની માફક મનુષ્ય આદિ શરીરધારીઓને ચાલ થાય છે, તે કુત્સિત-નિંદિત વિહાયોગતિ “કુખગતિ છે. નરકગતિ આદિમાં લક્ષ્યતાના વ્યવચ્છેદ માટે લક્ષ્યમાં “ખ' એવું કહેલ છે. શુભખગતિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અપ્રશસ્ત” એવું પદ મૂકેલ છે. શુભખગતિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અપ્રશસ્ત’ એવું પદ મૂકેલ છે. પંચેન્દ્રિય મુજબની બંને સ્થિતિ છે. ૦ પડજીભ-ગલકંબલ (ગલવૃંદ-ગલાંકુર-લંબકરસોળી-ચોરદાંત) આદિ શરીરમાં વધતા, પોતાના શરીરના અવયવોથી જ, જે કર્મના ઉદયે જંતુ હણાય છે, તે “ઉપઘાતનામ આવો અર્થ સમજવો. બીજાઓ દ્વારા સ્વશરીરના અંગોપાંગના ઉપઘાતજનક અથવા સ્વપરાક્રમ (આત્મબળ) અને સ્વવિજય આદિના ઉપઘાતજનક કર્મ ‘ઉપઘાતનામ' એમ તત્ત્વાર્થભાષ્ય કહે છે. અસાતા આદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે સ્વાવયવૈરેવ આવું પદ મૂકેલ છે. આ કર્મની બંને સ્થિતિ પંચેન્દ્રિય માફક સમજી લેવી. ૦ “શરીરમાં રહેલ અપ્રશસ્તવર્ણ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ' એ અશુભ વર્ણ નામનું લક્ષણ છે. અપ્રશસ્તવર્ણ અત્યંત બીભત્સ દર્શનવાળો કૃષ્ણ વગેરે વર્ણ છે. પ્રશસ્તવર્ણનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “શરીરનિષ્ઠ અપ્રશસ્ત” એવું પદ મૂકેલ છે. પુદ્ગલનિષ્ઠ અપ્રશસ્તવર્ણમાં કર્મનું અપ્રયોજકપણું હોવાથી અપ્રશસ્તવર્ણનામકર્મ, ફળ દ્વારા અનુમાન વિષય ન બને ! એટલા માટે “શરીરનિષ્ઠ' એવું પદ મૂકેલ છે. આ કર્મની બંને સ્થિતિ પંચેન્દ્રિય મુજબની છે. અશુભવર્ણ નામકર્મના ઉદયવાળા કાગડા વગેરે છે. અપ્રશસ્તગંધનામશરીરનિષ્ઠ અપ્રશસ્તગંધ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ' એ અશુભ ગંધ નામનું લક્ષણ છે. જેમ કે-અશુભ ગંધવાળા લસણ આદિ. સડેલ-ભરેલ ઉંદર વગેરેની દુર્ગધ “અપ્રશસ્તગંધ’ બાકીનું સર્વ અપ્રશસ્તવર્ણની માફક સમજવું. પંચેન્દ્રિય મુજબ બંને સ્થિતિ અહીં વિચારવી. અપ્રશસ્તરસનામશરીરનિષ્ઠ અપ્રશસ્તરસ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ' એ અશુભ રસ નામનું લક્ષણ છે. દા. ત. અશુભ રસવાળા લીંબડો વગેરે. પૂર્વની માફક બંને સ્થિતિ છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy