SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૬૨-૩, પઝમ: શિરો २७३ સંભાષણ-સ્પર્શન આદિ રૂપ લાકડાઓથી ચારેય બાજુથી વધેલ, લાંબા કાળે શમનયોગ્ય તે સ્ત્રીવેદ રૂપી આગ છે. નપુંસકવેદમાં અતિવ્યાપ્તિના વારણ માટે “માત્ર પદ છે. સ્ત્રીવેદની બંને સ્થિતિ હાસ્યમોહનીયની માફક છે. નપુંસકવેદભાવાર્થ - સ્ત્રી-પુરુષ સંબંધી સંભોગવિષયક અભિલાષાનું ઉત્પાદક કર્મ “નપુંસકવેદ.” આ પ્રમાણે પચીસ કષાયો છે. | વિવેચન - પિત્ત અને કફના ઉદયમાં શીખંડની અભિલાષાની માફક, જે કર્મના ઉદયમાં નપુંસકને સ્ત્રી અને પુરુષની અભિલાષા ઉગે છે. મહા નગરના દાહ માટે અગ્નિ સમાન, અંદરના ભાગમાં વિદ્યમાન અત્યંત દીપ્તિવાળા કણીયાના સમુદાયવાળા સુકાયેલા છાણાના અગ્નિની માફક, ઘણા લાંબા કાળે પ્રશમયોગ્ય એવો ઉદયગત નપુંસકવેદ રૂપ મહા મોહની આગ છે. સ્ત્રીવેદ અને પુરુષવેદમાં અતિવ્યાપ્તિના વારણ માટે “પુસ્ત્રી'-આવું પદ છે. હાસ્યમોહનીય મુજબ બંને સ્થિતિ સમજવી. વિભાગવાક્યમાં રહેલ સોલ કષાયો અને નવ નોકષાયો મળીને પચીશ કષાયો “કષાયપંચવિંશતિ’ પદથી ગ્રાહ્ય છે. अथ तिर्यग्गतिमाह तिर्यक्त्वपर्यायपरिणतिप्रयोजकं कर्म तिर्यग्गतिः । ५२ । तिर्यक्त्वेति । तिर्यक्त्वपर्यायपरिणतिप्रयोजकत्वे सति कर्मत्वं तिर्यग्गतेर्लक्षणम्, कृत्यं मनुजगतिवत्, स्थिती पञ्चेन्द्रियवत् ॥ तिर्यगानुपूर्वीस्वरूपमाह तिर्यग्गतौ बलान्नयनहेतुकं कर्म तिर्यगानुपूर्वी । इति तिर्यग्द्विकम् । ५३ । तिर्यग्गताविति । बलात्तिर्यग्गतिनयनहेतुत्वे सति कर्मत्वं लक्षणम् । मनुजानुपूर्व्यादावतिव्याप्तिवारणाय तिर्यगिति । स्थिति च पञ्चेन्द्रियवदेव । इमे एव विभागवाक्यघटक तिर्यग्द्विकपदबोध्ये इत्याह इतीति ॥ તિર્યંચગતિ-- ભાવાર્થ - તિર્યકત્વપર્યાયની પરિણતિમાં પ્રયોજક કર્મ તિર્યક્રગતિ.” વિવેચન - “તિર્યકત્વપર્યાયની પરિણતિમાં પ્રયોજક હોય છતે કર્મત્વ'-આવું તિર્યગ્રગતિનું લક્ષણ છે. મનુષ્યગતિની માફક પદકૃત્ય જાણવું. પંચેન્દ્રિય મુજબ બંને સ્થિતિ સમજવી.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy