SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - ३३, पञ्चमः किरणे २५९ ભાવાર્થ- અનંતસંસારનું મૂળ (મુખ્ય) કારણભૂત મિથ્યાત્વજન્ય અનંતાનુબંધીઓ અનંતભવના અનુબંધના સ્વભાવવાળા, જન્મપર્યત રહેનાર, નરકગતિ આપનારા અને સમ્યક્ત્વનો ઘાત કરનારા છે. વિવેચન- અનંત (અંત વગરના, અનંતકાળ સુધી) ચાર ગતિ રૂપ સંસારના અનુબંધ-અનુસંધાન સ્વભાવવાળા (સતત સંબંધવાળા) જે જીવપરિણામ વિશેષ રૂપ ક્રોધ આદિ છે, તે “અનંતાનુબંધી.” જો કે આ અનંતાનુબંધી ક્રોધ આદિ કષાયોનો, અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ-સંજવલનકષાય રૂપ (ઈતર કષાયના ઉદયસહિત ઉદય છે, તો પણ અવશ્ય અનંતસંસારના મૂલ કારણભૂત મિથ્યાત્વના ઉદયના આક્ષેપકારક ખેંચનાર) (આક્ષેપ-અર્થપત્તિ. જેમ કે- જાતિને વિશે શક્તિ માનનારા મીમાંસકના મતે વ્યક્તિનો આક્ષેપથી બોધ થાય છે અને તે અનુમાન રૂપ છે. મીમાંસાશાસ્ત્રપ્રસિદ્ધ એક પ્રમાણ તથા થતું જ્ઞાન પ્રમિતિ- “૩૫પદજ્ઞાનેનો પદવેવેન્જનમત્તિ યથા पीनो देवदत्तो दिवा न भुङ्क्ते इत्यादौ पीनत्वविशिष्टस्य देवदत्तस्य रात्रिभोजित्वरूपार्थस्य शब्दानुक्तस्यापि सिद्धिः ।' અર્થાત- મિથ્યાત્વના ઉદયના આપેક્ષથી-અર્થોપત્તિથી બોધ થાય છે.) માટે આ કષાયોમાં જ અનંતાનુબંધીપણાનો વ્યવહાર થાય છે. બાકીના કષાયો મિથ્યાત્વ ઉદયના અવશ્ય આક્ષેપક નથી. એથી તેઓની (સહજ) એકીસાથે ઉદયની ઉત્પત્તિ હોવા છતાં શેષ કષાયોમાં અનંતાનુબંધીપણાનો વ્યવહાર થતો નથી. એથી આ વિશિષ્ટ ક્રોધ આદિમાં અસાધારણ આ અનંતાનુબંધી નામ છે. આ વસ્તુને કહે છે કે- “અનંતસ્વરૂપી સંસારના મૂળ કારણભૂત જે મિથ્યાત્વ, તે જ હેતુ, જે કષાયોનો છે, તે કષાયો'- આવો અર્થ સમજવો. મિથ્યાત્વની હયાતિમાં નિયમો અવિરતિ છે, અવિરતિની હાજરીમાં પ્રમાદ અવશ્ય છે અને પ્રમાદની સત્તામાં અવશ્ય કષાયો છે. આવી રીતે-ક્રમે મિથ્યાત્વ કષાયહેતુ છે, આવો ભાવ છે. કર્મ (કાર્પણ) શરીરયોગ્ય પુદ્ગલના ગ્રહણમાં કષાય પ્રધાનહેતુ હોવાથી કર્મસત્ત્વમાં અવશ્ય ભવસંબંધ છે. આવા આશયથી કહે છે કે- “અનંતભવના અનુબંધના સ્વભાવવાળા.” A ક્રોધ વગેરે એક એક પણ (દરેક) અનંતસંસારના અનુબંધી છે, આવો અર્થ જાણવો. A અનુબંધ એટલે પરસ્પર સંશ્લેષ રૂપ સંબંધ. આ અનંતાનુબંધી કષાયોની અવધિ કહે છે. અનંતાનુબંધી કષાયો જન્મપર્યત રહેનારા છે, અર્થાત્ જાવજીવ સુધી રહેનારા છે. ઇષ્ટવિયોગ-અનિષ્ટસંયોગ-ઇષ્ટપ્રાપ્તિનો અભાવ વગેરેમાંથી કોઈ એક કારણથી ઉત્પન્ન થયેલા ક્રોધ વગેરે મરણપર્યંત શાંત થતા નથી, ભવાન્તરમાં પણ સાથે ચાલે છે અને પશ્ચાત્તાપ વગરના તીવ્ર વૈરભાવવાળા છે. એથી જ આ ક્રોધ આદિનું જન્મપર્યત રહેવાપણું છે, આવો ભાવ છે. અનંતાનુબંધી ક્રોધ આદિનું ફળઅનંતાનુબંધી ક્રોધ વગેરે નરકગતિને આપનારા છે, અર્થાત્ પ્રાયઃ અનંતાનુબંધીના ઉદયમાં મરેલો નરકગતિમાં જાય છે. તેથી અનંતાનુબંધી ઉદયવાળા કેટલાક મિથ્યાત્વીઓની ઉપરના રૈવેયકોમાં ઉત્પત્તિમાં
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy