SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૦-૨૧,પદ્મમ: રિને २५१ [તેજસ્કાય અને વાયુકાયનું સ્થાવરનામકર્મનો ઉદય હોવા છતાં પણ ચલન સ્વાભાવિક જ છે. નહિ કે બેઈન્દ્રિય આદિની માફક ઊષ્ણ આદિના તાપથી સ્થાનાંતરગમન રૂપ ઈચ્છાપૂર્વકનું વિશિષ્ટ ગમન.] એથી ‘પ્રાતિકૂલ્ય પ્રયુક્ત સ્થાનાંતરગમનનો અભાવ' તે તેજસ્કાય અને વાયુકાયમાં પણ છે જ અને ત્યાં જ કર્મ જ પ્રયોજક છે, આવો ભાવ સમજવો. સ્થાવરનામકર્મના ઉદયથી જ પૃથ્વી-અદ્-તેજસ્કાય-વાયુ-વનસ્પતિનું સ્થાનશીલત્વ (ચલન હો યા ન હો) પરંતુ સ્થાવરત્વ જાણવું. વીસ સાગરોપમ કોડાકોડી આની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. બે હજાર વર્ષની અબાધા. જઘન્યસાગરોપમના સાત ભાગો, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન. અબાધા અંતર્મુહુર્ત. सूक्ष्मनाम स्वरूपयति सूक्ष्मपृथिव्यादिकायेषूत्पत्तिनिदानं कर्म सूक्ष्मनाम । यथा सर्वलोकवर्त्तिनां निगोदादीनाम् । २१ । सूक्ष्मेति । यदुदयादितरजीवानुग्रहोपघातायोग्यसूक्ष्मशरीरनिर्वृत्तिः तत्कर्मेति भावः । यस्य कर्मण उदयान्नियतमेवैकैकस्य वा समुदितानां बहूनां वा जन्तुशरीराणामदृश्यत्वं न चक्षुर्ग्राह्यत्वं तादृशं कर्मेति तात्पर्यार्थः । बादरशरीरन्तु कदाचिददृश्यं कदाचिच्च दृश्यमतो नियतमेवेत्युक्तम् । तथा च नियतादृश्यशरीरप्राप्तिहेतुत्वे सति कर्मत्वं लक्षणम् । अस्योत्कृष्टस्थितिरष्टादशसागरोपमकोटीकोट्यः, अष्टादशवर्षसहस्राण्यबाधा । जघन्या तु स्थावरनामवत् । निदर्शनं सूक्ष्मनामकर्मभाजामाह यथेति ॥ સૂક્ષ્મનામનિરૂપણ ભાવાર્થ- સૂક્ષ્મ પૃથ્વી આદિ કાયોમાં ઉત્પત્તિના નિદાનભૂત કર્મ ‘સૂક્ષ્મનામ.' જેમ કે- સર્વલોકવર્તી નિગોદ આદિ જીવોને સૂક્ષ્મનામ. વિવેચન- જે કર્મના ઉદયથી ઇતર જીવોના અનુગ્રહ (ગુણ) ઉપઘાત (વિનાશ)ને અયોગ્ય સૂક્ષ્મ (અદશ્ય) શરીરનું સર્જન છે, તે કર્મ ‘સૂક્ષ્મનામ.’ આવો ભાવ સમજવો. જે કર્મના ઉદયથી છૂટા છૂટા એક એક અથવા ભેગા થયેલા સંખ્યાત-અસંખ્યાત જંતુશરીરોનું નિયત આંખથી અગ્રાહ્યપણું થાય છે, તે તાદશ કર્મ ‘સૂક્ષ્મનામ’- એમ અર્થ સમજવો. બાદરશરીર તો કદાચિત્ દેશ્યાદેશ્ય છે, માટે ‘નિયત' એમ કહેલ છે. તથાચ નિયત એવા અદૃશ્ય શરીરની પ્રાપ્તિમાં હેતુભૂત કર્મ ‘સૂક્ષ્મનામ.’ અર્થાત્ ‘નિયતાદેશ્ય શરીરપ્રાપ્તિહેતુત્વ વિશિષ્ટ કર્મત્વ' એ લક્ષણ છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-અઢાર કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-એક હજા૨ આઠ સો વર્ષ. જઘન્ય સ્થિતિ-સ્થાવરની માફક સમજવી.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy