SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ तत्त्वन्यायविभाकरे વગેરે. તે નીચ કુળમાં જન્મના આવિર્ભાવમાં નિદાનભૂત, નિંદા આદિ દ્વારા તિરસ્કારનું ઉત્પાદક જે કર્મ, તે ‘નીચ ગોત્ર' આવો અર્થ છે. નીચ કુલ જન્મનિદાનત્વે સતિ, તિરસ્કારોત્પાદકત્વે સતિ કર્મત્વ'- એ લક્ષણ છે. વિશેષણ-વિશેષ્ય કૃત્ય પૂર્વની માફક સમજવું. સામાન્યથી પાપકર્મ માત્ર તિરસ્કારોત્પાદક છે, માટે ‘નીચ કુળ જન્મનિદાનવે સતિ’ એમ કહેલ છે. કેવળ નીચ ગોત્ર જ નીચ કુળના જન્મમાં કારણ નથી. એમ જો માનવામાં આવે, તો તે નીચ કુળમાં જન્મ થયા બાદ તે નીચગોત્રકર્મના અભાવનો પ્રસંગ આવવાથી, તે નીચ ગોત્રના તે વખતે સંક્રમણઉદ્વર્તન વગેરે ન થાય ! એથી તિરસ્કારોત્પાદકત્વે સતિ’ એમ કહેલ છે. તેથી આ નીચ ગોત્ર, દંડ આદિની માફક માત્ર નિમિત્તકારણ નથી, કે જેથી સંક્રમણ-ઉદ્વર્તન આદિ ન થાય ! પરંતુ અસમવાયિ કારણ સરખું છે. તેથી નીચ કુળમાં જન્મનારમાં ઉચ્ચ ગોત્રના ઉદયનો વિરોધ (અભાવ) નથી, કેમ કે- તે વખતે નીચ કુળના જન્મના નિદાનભૂત-તિરસ્કાર ઉત્પાદક કર્મનો અભાવ છે. ઉચ્ચ ગોત્રના ઉદયમાં ખરેખર તિરસ્કાર થતો નથી. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ બે હજાર વર્ષ. જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત. અબાધાકાળ અંતર્મુહૂર્ત. असातवेदनीयं लक्षयति दुःखविशेषोपलब्धिकारणं कर्मासातवेदनीयम् । १८ ।। दुःखविशेषेति । दुःखं जन्मजरामरणप्रियवियोगानिष्टसंयोगव्याधिबन्धादिजन्यं शारीरिक बहुविधं मानसं वाऽतिदुस्सहं परिणतिविशेषरूपं तदुपलब्धेः कारणं यत्कर्म तदसातवेदनीयमित्यर्थः । विशेष्यविशेषणदलप्रयोजनं स्फुटम् । दुःखविशेषपदेन च वैलक्षण्यबोधकेन दुःखं प्राणिनां केवलपुण्यापकर्षमात्रजनितं न भवति किन्तु स्वानुरूपकर्मप्रकर्षजनितं वेदनाप्रकर्षानुभवरूपत्वात्, अन्यथा दुःखमिदं पुण्यसम्पाद्येष्टाहारापचयमात्रादेव भवेत्, न तु पापोपचयसम्पाद्यानिष्टाहारादिरूपविपरीतबाह्यसाधनप्रकर्षमपेक्षतेति, दुःखविशेषानुभूतेः सकलपापकर्मसाधारण्येऽपि वेदनीयोत्तरप्रकृतेरेव साक्षात्तद्धेतुत्वमिति च सूच्यते । त्रिंशत्सागरोपमकोटीकोट्योऽस्य परा स्थितिः, जघन्या सागरोपमस्य त्रयस्सप्तभागाः पल्योपमासंख्येयभागेन न्यूनाः, सूक्ष्मसंपराये जघन्या द्वादश मुहूर्ताः ॥ અસતાવેદનીયનું લક્ષણભાવાર્થ- વિશિષ્ટ દુ:ખની પ્રાપ્તિમાં કારણભૂત કર્મ “અસતાવેદનીય.” વિવેચન- દુઃખ એટલે જન્મ-જરા-મરણ-ઈષ્ટવિયોગ-અનિષ્ટસંયોગ-વ્યાધિ-બંધન આદિ જન્ય શરીર સંબંધી અનેક પ્રકારનું અથવા અત્યંત દુઃસહ, પરિણતિવિશેષ રૂપ માનસિક દુઃખ, તે વિશિષ્ટ દુઃખની પ્રાપ્તિમાં કારણભૂત જે કર્મ, તે “અસાતવેદનીય છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy