SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૨-૨૨, ૫૪મ: શિરો २४१ અવધિદર્શનાવરણને કહે છેભાવાર્થ- મૂર્તદ્રવ્યવિષયક પ્રત્યક્ષ રૂપ જે અવધિજ્ઞાન છે, તેના પહેલા સમયે જે મૂર્તદ્રવ્યનિષ્ઠ સામાન્ય રૂપ અર્થના ગ્રહણમાં આવરણ હેતુભૂત જે કર્મ, તે “અવધિદર્શનાવરણ.” વિવેચન- ખરેખર, અવધિજ્ઞાન મૂર્ત (રૂપી) દ્રવ્યવિષયક પારમાર્થિક પ્રત્યક્ષ રૂપ છે. [સાચે જ અવધિદર્શનીને ઉત્કૃષ્ટથી પણ એક વસ્તુગત સંખ્યાતા-અસંખ્યાતા પર્યાયો હોય છે. જઘન્યથી ચાર પર્યાયો કહેલ છે. પર્યાયો એટલે વિશેષો જ. તે વિશેષ જ્ઞાનના જ વિષયો થાય છે, દર્શનના નહિ. તથા અવધિદર્શનના અભાવથી જ અવધિદર્શનાવરણ અપ્રસિદ્ધ જ છે ને? આવો જો સવાલ છે, તો જવાબ એ છે કે ઘટ-સરાવલું-ઢાંકણ આદિ રૂપ પર્યાયોથી પણ મૃદુ આદિ સામાન્ય જ તે પ્રકારે વિશેષિત કરાય છે પરંતુ એકાન્તથી તે મૃદુ આદિ સામાન્યથી ઘટ આદિ પર્યાયો ભિન્ન નથી. એથી મુખ્યતાથી સામાન્ય અને ગૌણપણે વિશેષો પણ દર્શનના વિષય રૂપ છે, માટે દર્શનની અપ્રસિદ્ધિ નથી.] તે અવધિજ્ઞાનનો ઉપયોગ જ્યારે થાય, ત્યારે તેના પહેલાં જે સામાન્ય રૂપ અર્થનું ગ્રહણ છે, તેના આવરણમાં હેતુભૂત કર્મ “અવધિદર્શનાવરણ'આવો અર્થ સમજવો. પદત્ય- ચક્ષુદર્શનાવરણ આદિમાં અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારના વારણ માટે “મૂર્તદ્રવ્યવિષયક પ્રત્યક્ષ ઇતિ પદ મૂકેલ છે, કારણ કે- તે ચક્ષુદર્શનાવરણ આદિ સકલ મૂર્ત માત્ર વિષયક દર્શનાવરણ રૂપ નથી. અવધિજ્ઞાનાવરણ આદિમાં અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારના વારણ માટે “સામાન્ય અર્થગ્રહણ” ઇતિ પદ મૂકેલ છે. તથાચ અવધિજ્ઞાનીઓના અવધિના ઉપયોગમાં પહેલાં જે સામાન્ય રૂપ અર્થનું ગ્રહણ છે, તેના આવરણમાં “કારણભૂત કર્મ'- આવો ભાવ છે. અહીં કે સર્વત્ર દર્શન એટલે અનાકાર અને જ્ઞાન એટલે સાકાર, એમ સમજવું. આ કર્મ દેશઘાતી છે. મતિજ્ઞાનાવરણની માફક બન્ને સ્થિતિ વિચારવી. अथ केवलदर्शनावरणस्वरूपमाह समस्तलोकालोकवर्तिमूर्त्तामूर्त्तद्रव्यविषयकगुणभूतविशेषकसामान्यरूपप्रत्यक्षप्रतिरोधकं कर्म केवलदर्शनावरणम् । इति दर्शनावरणचतुष्कम्, दर्शनलब्धिप्रतिबन्धकम् । १२ । समस्तेति । सकलानि यानि लोकालोकवर्तीनि मूर्तामूर्त्तद्रव्याणि तद्विषयकं गौणीकृताः विशेषा यस्मिन् तादृशं यत्सामान्यविषयकं प्रत्यक्षं तदावरणकारणं कर्मेत्यर्थः । केवलदर्शनमिदं केवलज्ञानोत्तरभावि, चक्षुर्दर्शनादीनि तु चक्षुर्ज्ञानादिपूर्वभावीनि, गौणीकृतसकलविशेषविषयकसामान्यप्रधानविषयकप्रत्यक्षज्ञानावरणकारणत्वे सति कर्मत्वं लक्षणं, अनाकारस्यास्य दर्शनस्य प्रत्यक्षत्वेनोत्कीर्तनं ज्ञानोत्तरकालभावित्वस्याव्यहितात्मद्रव्यसमुत्थत्वस्य निखिलसामान्यविशेषविषयकत्वस्य च सूचनाय, केवलं गुणप्रधानभावापेक्षया च तयोविशेषः । सर्वघातीदम् । अस्यापि जघन्योत्कृष्टा स्थितिर्मतिज्ञानावरणवत् । अथ
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy