SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - ८, पञ्चमः किरणे २३५ दानान्तरायभूतं कर्म दानसामर्थ्यादर्शनादित्यनुमाने क्वचिद्देयवस्त्वाद्यभावेन दानसामर्थ्याभावसत्त्वेन व्याप्त्यसिद्ध्या तयोः प्रयोज्यप्रयोजकभाववैधुर्यशंकानिरसनार्थमुपात्तम्, नत्वव्याप्त्यतिव्याप्त्यसम्भवदोषव्युदासाय, प्रसक्त्यभावात् । एवमग्रेऽपि भाव्यम् । विशेषणविशेष्यकृत्यं पूर्ववत्, लाभान्तरायादावतिप्रसङ्गवारणाय दानेति । मतिज्ञानावरणस्येवास्य स्थिती विज्ञेये ॥ દાનાન્તરાયકર્મને કહે છેભાવાર્થ- સામગ્રીની હાજરી હોય કે ન હોય, તો પણ દાનના સામર્થ્યના અભાવમાં પ્રયોજકભૂત કર્મ ‘દાનાત્તરાય.' વિવેચન- (૧) દાનાન્તરાય- અંતરાય શબ્દની વ્યુત્પત્તિદાતા-દેવ-ગ્રાહક વગેરેમાં અંતર કરનાર અંતરાય (વિષ્ણ). જે કર્મ વચ્ચે પડ્યું છતે, દાતા વગેરેમાં દાન આદિ ક્રિયાનો અભાવ અથવા દાન આદિ વિષયક ઇચ્છાનો બહિષ્કાર, તે “અંતરાય.” દાનનો અંતરાય તે “દાનાન્તરાય.” જેના વડે દાન આદિ અદેશ્ય કરાય છે, તે “દાનાદિ અંતરાય.” અથવા આત્માના દાન આદિ પરિણામનું અંતર્ધાન થવું તે “અંતરાય.” દાનમાં સામગ્રીઓ- (૧) દેવ- આપવા યોગ્ય વસ્તુ, (૨) દાતા, (૩) ગુણવંત પાત્ર રૂપ પ્રતિગ્રાહક અને (૪) દાનફળનું જ્ઞાન. આ બધી સામગ્રીઓની હાજરી કે ગેરહાજરીમાં જે કર્મ ઉદયમાં આવેલું, દાનક્રિયા કે દાનક્રિયાની શક્તિને રોકનારું થાય છે, તેવું કર્મ દાનાન્તરાય' કહેવાય છે. આવો અર્થ સમજવો.. “સામગ્રી સર્વિધન મસમવધાનયોઃ સતી પદનું સાર્થકય- આ પુરુષ દાનાન્તરાય કર્મવાળો છે, કેમ કેદાનના સામર્થ્યનું અદર્શન છે. આવા અનુમાનપ્રયોગમાં કોઈ એક વ્યક્તિમાં દેયવસ્તુ આદિનો અભાવ છે અને તેથી દાનસામર્થ્યનો અભાવ છે. અર્થાત્ દેયપદાર્થ આદિના અભાવજન્ય દાનસામર્થ્યનો અભાવ થયો, એટલે દાનસામર્થ્યનો અભાવ રૂપ કાર્ય પ્રત્યે દેયપદાર્થ આદિનો અભાવ કારણ થયું. અંતરાયકર્મ નહિ થવાથી-વ્યાપ્તિની અસિદ્ધિ થવાથી શું દાનસામર્થ્યદર્શન રૂપ કાર્ય પ્રત્યે અંતરાયકર્મ કારણ નથી ? આવી કાર્ય-કારણભાવના અભાવની શંકાના નિરાકરણ માટે સામગ્રી સમવધાન સવધાનયો: સતો.' એવું પદ કહેલ છે. “સામગ્રી હોય કે ન હોય તો પણ “અર્થાતુ દાનાન્તરાય કર્મ, સામગ્રી હોય તો ભલે અને ન હોય તો ભલે, પણ દાનસામર્થ્યના અભાવનું કાર્ય અવશ્ય બજાવે છે. પરંતુ અહીં આવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ-અસંભવદોષના નિરાકરણ માટે “સામગ્રી સમવધાન સમવધાનયો: સતો:' એવું કહેલ નથી, કેમ કે કોઈ પ્રસંગ નથી. આ પ્રમાણે આગળ પણ સમજવું.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy