SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ २३० तत्त्वन्यायविभाकरे સમાધાન- વ્યવહારકાળમાં શબ્દના અનુસ્મરણ સિવાય પણ પહેલાં કૃતથી સંસ્કારિત (વાસિત) મતિવાળાઓની પ્રવૃત્તિ દેખાય છે. તે વખતે પણ પહેલાં ગ્રહણ કરેલ સંકેત અથવા શ્રુતનું અનુસ્મરણ કરીને પ્રવર્તતો નથી પણ અભ્યાસની પટુતાથી જ પ્રવર્તે છે. (મતિજ્ઞાન સાભિલાપ અને અનભિલાપ રૂપ હોવા છતાંય, વ્યવહારકાળમાં સંકેતકાળપ્રવૃત્ત અથવા શ્રતગ્રંથ સંબંધી શબ્દના અનુસ્મરણના અભાવથી અશ્રુત અનુસારીપણું છે. શ્રુતજ્ઞાનમાં તાદશ શબ્દનું અનુસ્મરણ આવશ્યક હોઈ શ્રુતાનુસારીપણું છે, એમ ભાવ જાણવો. તથા “એકેન્દ્રિયોમાં સામગ્રીના અભાવથી શ્રુતાનુસારીપણાનો અસંભવ હોઈ શ્રુતજ્ઞાનના અભાવથી શ્રુતાવરણ પણ ન થાય! ત્યાં બે મતિજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનાવરણ ઈષ્ટ છે.'- એમ નહિ બોલવું, કેમ કે ત્યાં પણ ભાવશ્રુતના સ્વીકારથી દોષનો અભાવ છે. વળી એમ પણ નહિ કહેવું કે-“ત્યાં પણ- શ્રુતજ્ઞાનાવરણમાં અવ્યાપ્તિ છે.” કેમ કે-પર્યાયનયની અપેક્ષાથી શ્રુતાનુસારી-સાભિલાપ-જ્ઞાનવૃત્તિ જ્ઞાનત્વ સાક્ષાત્ વ્યાપ્ય ધર્મશ્રુતત્વવદ્ આવરણ કારણત્વ વિશિષ્ટ કર્મત્વ, આવા લક્ષણની વિવક્ષાથી દોષ નથી.) શ્રુતાનુસારી-સાભિલાપ જ્ઞાનાવરણ કારણત્વ વિશિષ્ટ કર્મવ રૂપ લક્ષણના કથનમાં જો કે કોઈપણ જાતનો દોષ નથી, તો પણ સાભિલાપ (કૃત) જ્ઞાનમાં મતિજ્ઞાન હેતુ છે. આમ દર્શાવવા માટે “મતિજ્ઞાન સાપેક્ષ” એવું પદ રાખેલ છે. અથવા અક્ષર આદિ વિશિષ્ટ શ્રતોમાં જે અવગ્રહ વગેરે પેદા થાય છે, તે અવગ્રહાદિ શ્રુતના અનુસારી નહિ હોયે છતે “મતિજ્ઞાન' રૂપે વ્યવહારાય છે, કેમ કે-શ્રુત હંમેશાં મતિપૂર્વક હોય છે. વળી અક્ષરાદિ શ્રતવિશેષોમાં જે જ્ઞાનવિશેષ રૂપ અવગ્રહ આદિ શ્રુતાનુસારી છે, તે વિશિષ્ટ જ્ઞાન રૂપ અવગ્રહાદિ “શ્રુતજ્ઞાન' રૂપે વ્યવહારાય છે. એમ સૂચન કરવા માટે “મતિજ્ઞાન સાપેક્ષ' આ પ્રમાણેનું પદ મૂકેલ છે. આ શ્રુતજ્ઞાનાવરણની બન્ને સ્થિતિ મતિજ્ઞાનાવરણની માફક સમજવી. આ દેશઘાતી છે. अथावधिज्ञानावरणलक्षणमाचष्टेइन्द्रियानिन्द्रियनिरपेक्षमूर्त्तद्रव्यविषयप्रत्यक्षज्ञानावरणनिदानं कर्मावधिज्ञानावरणम् ।५। इन्द्रियेति । इन्द्रियानिन्द्रियनिरपेक्षमूर्त्तद्रव्यविषयकप्रत्यक्षज्ञानावरणनिदानत्वे सति कर्मत्वमवधिज्ञानावरणस्य लक्षणम् । विशेषणविशेष्यपदकृत्यं प्राग्वत् । मतिज्ञानावरणादावतिव्याप्तिवारणाय निरपेक्षान्तं प्रत्यक्षविशेषणम्, तस्य घटादिरूपयत्किञ्चिन्मूर्तद्रव्यविषयक प्रत्यक्षज्ञानावरणनिदानकर्मत्वात्, यदि प्रत्यक्षपदेन पारमार्थिकप्रत्यक्षग्रहणान्न दोष इत्युच्यते तर्हि तत्सूचनायैव तदुपादानं विज्ञेयम् । न च तथात्वेऽपि मनःपर्यवावरणादावतिव्याप्तिः, तस्य मूर्तमनोद्रव्यविषयकप्रत्यक्षज्ञानावरणकारणकर्मत्वात्, केवलज्ञानावरणस्यापि सकलमूर्त्तद्रव्यविषयकप्रत्यक्षज्ञानावरणकारणकर्मत्वाच्चेति वाच्यम्, यावन्मूर्त्तमात्रद्रव्यविषयकप्रत्यक्षज्ञानावरणकारणत्वे सति कर्मत्वस्य लक्षणार्थत्वात् । हीयमानकवर्धमानकानवस्थितावधि
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy