SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨, પમ: વિરો २२७ જાગ્રત અવસ્થાના કાળમાં ચક્ષુ આદિ ઈન્દ્રિય અને મન ઉભયજન્ય. મનથી ઉપયોગવાળો સ્પર્શન ઈન્દ્રિયથી સ્પર્શ કરે છે કે- આ ગરમ છે અથવા શીતલ છે. (મતિજ્ઞાનમાં ઉત્પત્તિના કારણો-પ્રકાશ, વિષય અને ચક્ષુ આદિ ઈન્દ્રિયો રૂપ જ જો અપેક્ષા કારણો હોય, તો જ મતિજ્ઞાન થાય છે. તથા અહીં ઈન્દ્રિય અને અનિન્દ્રિય અંતરંગ અપેક્ષાકારણ છે, જ્યારે પારમાર્થિક કારણ મતિજ્ઞાનાવરણ પુદ્ગલોનો ક્ષયોપશમ છે.) રૂપ, રસ આદિ વિષયવિષયક બોધ ઈન્દ્રિયાનિન્દ્રિય નિમિત્તક મતિજ્ઞાન કહેવાય છે. તથાચ ઇન્દ્રિયાનિન્દ્રિયજન્ય, શબ્દનિરપેક્ષ, બોધ આવરણ કારણત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણનો અર્થ છે. કાલાદિ રૂપ અસાધારણ કારણમાં અતિવ્યાપ્તિના વારણ માટે કર્મત્વ રૂપ વિશેષ્ય દલ છે. સાતાદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે ઈન્દ્રિયોરૂપ વિશેષણ દલ છે. શ્રુતજ્ઞાનાવરણીય કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે અભિલાપનિરપેક્ષ બોધાવરણ કર્મ7-એમ મૂકેલ છે, કેમ કે- શ્રુતજ્ઞાન શબ્દ સાપેક્ષ છે. ધારણા રૂપ જ્ઞાનાવરણીય આદિમાં (લક્ષ્યના એકદેશમાં) અવ્યાપ્તિના વારણ માટે ‘અનિન્દ્રિયજન્યાભિલાપ નિરપેક્ષ બોધાવરણ કારણકર્મત્વ' એમ રાખેલ છે, કેમ કે- ધારણા રૂપ મતિજ્ઞાન અનિન્દ્રિય-મનોજન્ય છે. રૂપ, ચાક્ષુષાદિ જ્ઞાનાવરણીયમાં અવ્યાપ્તિના વારણ માટે “ઈન્દ્રિયાનિન્દ્રિયજન્ય અભિલા નિરપેક્ષ બોધાવરણ કારણકર્મત્વ' એમ મૂકેલ છે. અલક્ષ્ય દર્શનાવરણીય આદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે ગ્રહણશબ્દના બદલે વિશેષવિષયક જ્ઞાનવાચક બોધપદ રાખેલ છે, એમ સમજવું. જો અભિલામનિરપેક્ષ બોધાવરણ કારણકર્મત્વ મતિજ્ઞાનાવરણત્વ એવું લક્ષણ જો બાંધવામાં આવે, તો અવધિજ્ઞાનાવરણીય આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ઈન્દ્રિયાનિન્દ્રિયજન્ય અભિલા નિરપેક્ષ બોધાવરણ કારણકર્મ–” એમ કહેલ છે, કેમ કે- અવધિજ્ઞાન ઈન્દ્રિયાનિન્દ્રિયજન્ય નથી. પૂર્વપક્ષ- આ આવરણકર્મ શું વિદ્યમાન મતિ આદિનું આવારક છે કે અવિદ્યમાન મતિ આદિને આવરે છે? સત્-વિદ્યમાન મતિ આદિને આવરણકર્મ આવરે છે. આવો પહેલો પક્ષ માની શકાતો નથી, કેમ કેસત્તા રૂપી આત્મલાભ પામેલ મતિ આદિ હોઈ સત્-વિદ્યમાન મતિ આદિમાં આવરણની ઉપપત્તિ-સંગતિ થઈ શકતી નથી. વળી અસતુ-અવિદ્યમાન મતિ આદિને આવરણકર્મ આવરે છે, એવો છેલ્લો પક્ષ પણ સંગત નથી. અસતુ મત્યાદિને આવરે છે એમ માન્યતા હોય છતે આવરણનો બિલકુલ અભાવ છે. ગધેડાના શીંગડા આદિ જેમ અવરાતાં નથી, તેમ અસત્ વસ્તુ અવરાતી નથી. ઉત્તરપક્ષ- આદેશવચનથી-નયવિશેષની અપેક્ષાથી કથંચિત્ સત્-વિદ્યમાનો અવરાય છે, કથંચિત્ અસત્-અવિદ્યમાનો અવરાય છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy