SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨,૫ઝમ: શિરો २२३ અસાતવેદનીયના, દુઃખ-શોક-તાપ-આઝંદન-વધ-પરિદેવન, સ્વ-પર ઉભયમાં રહેલા આશ્રવો “મૂલ કારણો છે.” જ્ઞાનાવરણ- દર્શનાવરણ આદિ, જ્ઞાનાદિવિષય પ્રદોષ-પ્રષિ, નિનવ આદિ રૂપ કારણથી જન્ય હોવાથી જ્ઞાનપ્રતિબંધ આદિ રૂપ કાર્યજનક હોઈ જ્ઞાનાવરણ આદિમાં દુઃખની ઉત્પત્તિ પ્રત્યે કેવી રીતે જનકપણું? સમાધાન- મતિજ્ઞાનાવરણ આદિ કર્મી-પાપકર્મો પરંપરાએ દુઃખની ઉત્પત્તિ પ્રત્યે હેતુ છે, પરંતુ સાક્ષાત્ અજ્ઞાન-અદર્શન આદિ રૂપ ફલના જનક છે, એટલે કોઈ દોષ નથી. શંકા-એક પુણ્ય નામનું જ તત્ત્વ રહો ! પાપતત્ત્વ શા માટે માનવું? કોઈ પણ જીવમાં દુ:ખની ઉપપત્તિ (સાધકપ્રમાણોપન્યાસ રૂપ યુક્તિ-ઘટના) નહિ થાય એમ નહિ કહેવું, કેમકે- પુણ્યના તારતમ્યથી (જૂનાધિક-ઉત્કર્ષાપકર્ષ ભાવથી) દુઃખની સિદ્ધિ છે. ઉત્કૃષ્ટ દશાવાળા પુણ્યનું અતિશય સુખ રૂપ ફળ છે. તે જ પુણ્યના અપકર્ષથી સુખની પણ હાનિ થવાથી તેની અપેક્ષાએ તે સુખનું દુઃખપણું છે. આ પ્રમાણે જ પરમ જઘન્ય કોટિના પુણ્યલેશનું નરકનું દુઃખ ફળ છે. એમ કોઈ પણ દોષ નહિ હોવાથી પાપતત્ત્વના લક્ષણની રચના અસંગત જ છે ને? સમાધાન- વિનિગમના (એકતર પક્ષસાધક યુક્તિ-પ્રમાણના) અભાવથી પુણ્ય-પાપ બન્નેની પણ સિદ્ધિ છે. (સુખ અને દુઃખની એકીસાથે ઉત્પત્તિ નહિ હોવાથી એકીસાથે સુખ-દુઃખનો અનુભવ થતો નહિ હોવાથી, ક્રમથી સુખ-દુઃખ સંવેદન રૂપ ફળના અનુમાનથી કાર્ય અનુરૂપ કારણની સિદ્ધિથી સુખકારણ, પુણ્ય પૃથફ છે અને દુઃખકારણ, પાપ પૃથફ છે આ બન્ને ક્રમભાવિપર્યાય ફળ રૂપ છે.) વિજાતીય કાર્યદર્શનથી અનુરૂપ વિજાતીય કારણ હોવું જોઈએ. આવા આશયથી કહે છે કે ખરેખર, અનુભવાય છે કે-સુખ અને દુઃખમાં જાતિની વિષમતા છે. તે જ્યારે સુખ અને દુઃખ એક જાતિના નથી, ત્યારે તે સુખ-દુઃખ તેના અનુરૂપ કારણ સિવાય કેવી રીતે થાય? તેથી સુખનું અનુરૂપ કારણ પુણ્ય છે અને દુઃખનું અનુરૂપ કારણ પાપ છે. જેમ કે- પાર્થિવ ઘટના પ્રતિ પાર્થિવ પરમાણુ. શંકા- સુખ-દુઃખ રૂપ કાર્ય પ્રત્યે પુણ્ય અને રૂપ કારણ અનુરૂપ નથી, કેમ કે- સુખ અને દુઃખ આત્માના પરિણામ (પર્યાય) રૂપ છે તેથી અમૂર્ત છે, જયારે પુણ્ય અને પાપ પૌદ્ગલિક છે-રૂપી-મૂર્તિ છે. એટલે રૂપી કર્મો સુખ-દુઃખનું કારણ નથી, કેમ કે- અનુરૂપ છે-અમૂર્ત છે. જેમ કે-ઘટ. સમાધાન- સર્વથા કાર્યાનુરૂપતા કારણમાં ઇષ્ટ નથી અથવા કાર્યની અનનુરૂપતા ઈષ્ટ નથી. પરંતુ સકલ પણ વસ્તુ (અપેક્ષાએ) પરસ્પર (સમવિષય) રૂપ છે. (જો આમ છે, તો અનુરૂપ વિજાતીય કારણનું અનુમાન કેમ કહેવાય છે? કેમ કે- સર્વ સર્વની સાથે તુલ્યાતુલ્ય રૂપ છે. માટે અહીં કહે છે કે- તથાચ સુખ પાપનો પર્યાય નથી અને દુઃખ પુણ્યનો પર્યાય નથી. એથી સુખ પ્રત્યે પાપ અને દુઃખ પ્રત્યે પુણ્ય અનનુરૂપ છે. સુખ પુણ્યનો પર્યાય અને દુઃખ પાપનો પર્યાય છે, માટે સુખ પ્રત્યે પુણ્ય અને દુઃખ પ્રત્યે પાપ અનુરૂપ છે-એમ ભાવ સમજવો.) અહીં તો સુખાદિ રૂપ કાર્ય, કારણભૂત પુણ્યાદિના પર્યાય હોવાથી સુખ-દુઃખ પ્રત્યે પુણ્ય-પાપ અનુરૂપ કારણ કહેલ છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy