SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - १४, चतुर्थ किरणे १९९ પ્રશસ્તગંધ નામ- શરીરવૃત્તિ-આફ્લાદજનક ગંધોત્પત્તિ નિદાનભૂત કર્મ પ્રાણવિષયગંધ કહેવાય છે. લક્ષણ, પદકૃત્ય અને સ્થિતિ પ્રશસ્તવર્ણની માફક સમજી લેવી. પ્રશસ્તરસ નામ- શરીરવૃત્તિ-આફ્લાદજનક-રસોત્પત્તિ-કારણકર્મ. પદકૃત્ય અને સ્થિતિ પ્રશસ્ત વર્ણની માફક જ સમજવું. પ્રશસ્તસ્પર્શ નામ- શરીરવૃત્તિ-આહલાદજનક-સ્પર્ફોત્પત્તિ-હેતુકર્મ. પદકૃત્ય આદિ પ્રશસ્તવર્ણની માફક જાણવું. આ પ્રશસ્તવર્ણ- ગંધ-રસ-સ્પર્શનામક વિભાગવાક્યના પ્રશસ્ત વર્ણ ચતુષ્ક શબ્દથી વાચ્ય બને છે. વર્ણ વગેરે કેટલા પ્રકારના છે? તે વર્ણ વગેરેમાં કયા કયા કેટલા પ્રશસ્ત છે? આવી શંકાના સમાધાન કરે છે કે ત્યાં સ્ફટિક-શંખ આદિમાં શુક્લ વર્ણ જેમ છે, તેમ શુકલ, હીંગળોક આદિમાં જેમ લાલ વર્ણ છે તેમ લાલ હળદર આદિમાં જેમ પીળો વર્ણ છે તેમ પીળો, પ્રિયંગુ વૃક્ષના પર્ણ-મરકત (પન્ના-લીલા રંગનો મણિ) આદિ જેમ નીલો-લીલો છે તેમ લીલો. (વિરાટ દેશનો હીરો) અને કાજલ આદિમાં જેમ કાળો વર્ણ છે તેમ કાળો. પહેલાંના ત્રણ સફેદ, લાલ અને પીળો પ્રશસ્ત છે, અર્થાત્ પ્રાયઃ મનના કારણે જીવોને હાલા-પ્રિય હોતા, સુખ રૂપ આત્માના પરિણામ પ્રત્યે ઉપકારક છે. છેલ્લા બે વર્ષો નીલ અને કૃષ્ણ અપ્રશસ્ત-અશુભ છે, અર્થાત્ અનિષ્ટ-ષયોગ્ય થતા, પોતાના આશયની અપેક્ષા વડે દુઃખ રૂપ પરિણામને ઉપકારક છે. આમ ભાવ સમજવો. ગંધભેદને કહે છે કે- સુખડ વગેરેમાં જેમ સુગંધ છે તેમ સુગંધ અને લસણ વગેરેમાં દુર્ગધ છે તેમ દુર્ગધ, પ્રથમ પ્રશસ્ત છે, કેમ કે- ખુશબોદાર ખુશબોથી મુખ પ્રસન્ન-ખુશ થાય છે. છેલ્લો અપ્રશસ્ત છે, કેમ કે- મુખ વિપરીત થાય છે. રસના ભેદને કહે છે કે- કાચા કાંઠામાં જેમ તુરો રસ છે તેમ તુરો, આંબલીના ઝાડ આદિમાં જેમ ખાટો રસ છે તેમ ખાટો, સાકર વગેરેમાં મીઠો રસ છે તેમ મીઠો, કોશાતકી (પટોલનો વેલો-અધોડો નામની વનસ્પતિ), લીંબડા આદિમાં જેમ તિક્ત એટલે કડવો રસ છે તેમ તિક્ત અને સુંઠ-મરી વગેરેમાં કટ્ર એટલે તીખો. કેટલાક, સિંધાલુણ વગેરેમાં રહેલા ખારા રસને મધુર રસમાં સમાવેશ કરે છે. કેટલાક, મધુર આદિના સંસર્ગથી પેદા થનાર હોઈ મધુર આદિ પાંચ રસથી લવણરસ અભિન્ન છે. લવણમાં મધુરતા આદિનો સંસર્ગ માની શકાય એમ છે, કેમ કે- સર્વ રસવાળાં પદાર્થોમાં જો સબરસ-લવણ નાંખવામાં આવે, તો જ સ્વાદિષ્ટ લાગે છે. એટલે અહીં લવણરસ કહ્યો નથી. પહેલાંના ત્રણ તૂરો, ખાટો અને મીઠો એ શુભ છે, જ્યારે છેલ્લા બે કંડવો-તીખો અશુભ છે. સ્પર્શના ભેદને કહે છે કે-હંસ-બરૂ આદિમાં જેમ કોમળ સ્પર્શ હોય છે તેમ મૃદુસ્પર્શ, આકડાનું ફૂલ-રૂ આદિમાં જેમ લઘુ-હલકું પ્રાયઃ તીઠુ, ઊર્ધ્વગમનમાં હેતુ હલકો સ્પર્શ છે તેમ હલકો, ઘી વગેરેમાં જેમ ચીકણો સ્પર્શ છે તેમ ચીકણો અને અગ્નિ વગેરેમાં જેમ ગરમ સ્પર્શ છે તેમ ગરમ સ્પર્શ છે. પત્થર આદિમાં જેમ કઠન સ્પર્શ છે તેમ કઠિન સ્પર્શ, (અધોગમનના હેતુભૂત ગુરૂસ્પર્શી જેમ વજ-લોખંડના ગોળા આદિમાં
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy